મય્યિતને દફનાવવાનો તરીકો

(૧) જ્યારે કબર તય્યાર થઈ જાય, તો મય્યિતને કિબ્લાની તરફથી કબરમાં ઉતારવામાં આવે. મય્યિતને કબરમાં ઉતારવાનો તરીકો નીચે પ્રમાણે છેઃ

મય્યિતને કિબ્લાની તરફથી લાવવામાં આવે અને કબરમાં એવી રીતે ઉતારવામાં આવે કે મય્યિતને ઉતારવા વાળા કબરમાં કિબ્લાની તરફ મોઢુ કરીને ઉભા રહે અને મય્યિતને પોતાનાં હાથોમાં લઈને દફનાવે. રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) સહાબએ કિરામ (રદિ.) ને એવીજ રીતે દફન ફરમાવતા હતા. [૧]

(૨) મય્યિતને કબરમાં ઉતારવા વાળા લોકોની સંખ્યા એકી હોય અથવા જોડીમાં હોય. તેમાં કોઈ વાંધો નથી. [૨]

(૩) મય્યિતને કબરમાં ઉતારતા સમયે આ દુઆ પઢવુ મુસ્તહબ છે. [૩]

بِسْمِ اللهِ وَعَلٰى مِلَّةِ رَسُوْلِ اللهِ

અલ્લાહ તઆલાનાં નામથી અને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની મિલ્લત પર

(૪) મય્યિતને કબરમાં ઉતારવા બાદ મસ્નૂન આ છે કે તેને જમણા પડખા પર સુવડાવવમાં આવે, જેથી તેનું આખુ શરીર કિબ્લા રૂખ રહે. મય્યિતનાં પછાળી થોડી મંટોડી નાંખી દેવામાં આવે, જેથી તેનું આખુ શરીર પડી ન જાય અને કિબ્લા રૂખ રહે. [૪]

(૫) મય્યિતને કબરમાં ઉતારવા બાદ કફનની તે ગાંઠો ખોલી દેવામાં આવે, જે કફનનાં ઉપર, નીચે અને વચ્ચે લવાવવામાં આવી હતી. ગાંઠો ખોલતા સમયે નીચે પ્રમાણેની દુઆ પઢવામાં આવેઃ[૫]

اَللَّهُمَّ لَا تَحْرِمْنَا أجْرَهُ وَلَا َتفْتِنَّا بَعْدَهُ

હે અલ્લાહ ! અમને તેનાં ષવાબથી મહરૂમ ન ફરમાવતા (એટલે અમને તેમના ઈન્તેકાલ પર સબર કરવાનાં ષવાબથી મહરૂમ ન ફરમાવતા) અને અમને ત્યારબાદ ફિતના માં ન નાંખતા.

(૬) મય્યિતને કબરમાં ઉતારવા બાદ, કબરને (ભલે તે બગલી કબર હોય તથા સનદુકી કબર હોય) કાચી ઈંટો, લાકડાઓ તથા વાંસથી બંદ કરી દેવામાં આવે. મય્યિતની આજુબાજુ પાકી ઈંટો અને લાકડાનાં પાટિયા રાખવુ મકરૂહ છે. અલબત્તા અગર જમીન નરમ હોય અને કબરનો બેસી જવાનો અંદેશો હોય, તો મય્યિતની આજુબાજુ પાકી ઈંટો અથવા લાકડાનાં પાટિયા રાખવુ જાઈઝ છે, બલકે મય્યિતને બોક્સ બનાવી તેનાં અંદર રાખવુ પણ જાઈઝ છે. [૬]

(૭) અગર મય્યિત ઔરત હોય, તો બેહતર આ છે કે તેને મહરમ રિશ્તેદાર કબરમાં ઉતારે. [૭]

(૮) ઔરતને કબરમાં ઉતારતા સમયે મુસ્તહબ આ છે કે કબરનાં ઉપર એક ચાદર રાખવામાં આવે, જેથી કે ઔરતનું શરીર અજનબી મરદોની નજરોથી મહફૂઝ (સુરક્ષિત) રહે અને અગર તેનુ શરીર ખુલી જવાનો ભય હોય, તો કબરને ચાદરથી ઢાંકી દેવુ વાજીબ થશે. [૮]

(૯) મરદને કબરમાં ઉતારતા સમયે કબરને ચાદરથી ઢાંકવામાં ન આવે. અલબત્તા અગર કબરને ઢાંકવાની કોઈ જરૂરત હોય (ઉદાહરણ તરીકે વરસાદ અથવા બરફનાં કારણે વગૈરહ), તો કબરને ઢાંકવુ જાઈઝ છે. [૯]

(૧૦) મય્યિતને દફન કરવા બાદ કબરને એક વેંટ ઊંચી કરી દેવામાં આવે અને ઊંટની ખુંઘની જેમ બનાવી દેવામાં આવે. [૯]

(૧૧) મય્યિતને કબરમાં મુકવા પછી જેટલી મંટોડી કબર ખોદવાનાં દરમિયાન નિકળી હોય, તે બઘી મંટોડી ફરીથી કબરમાં નાંખી દેવામાં આવે. વધીરે મંટોડી નાંખવુ પણ જાઈઝ છે, પણ આ વાત ધ્યાનમાં રહે કે કબરની ઊંચાઈ એક વેંટથી વધારે ન હોય. [૧૦]

(૧૨) કબર પર મંટોડી નાંખવા પછી મુસ્તહબ આ છે કે તેનાં પર થોડુ પાણી નાંખી દેવામાં આવે, જેથી કે મંટોડી બેસી જાય અને હવાનાં કારણે ઉડી ન જાય. [૧૧]

وعن الحكم بن حارث السلمي رضي الله عنه أنه غزا مع رسول الله صلى الله عليه وسلم ثلاث غزوات قال قال لنا إذا دفنتموني ورششتم على قبري الماء فقوموا على قبري واستقبلوا القبلة وادعوا لي[૧૨]

હઝરત હકમ બિન હારિષ સલમી (રદિ.) ફરમાવે છે કે તેવણે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સાથે ત્રણ ગજવાત માં શિરકત કરી. (હઝરત હકમનાં શાગિર્દ કહે છે કે) હઝરત હકમ (રદિ.) અમને કહ્યુ કે “જ્યારે તમે મને દફન કરી દેશો અને મારી કબર પર પાણી છાંટી દેશો, તો મારી કબર પાસે ઉભા થઈ કિબ્લા તરફ રૂખ કરીને મારા માટે દુઆ કરજો.”

Source: http://ihyaauddeen.co.za/?p=3469


 

[૧] ويدخل الميت مما يلي القبلة وذلك أن يوضع في جانب القبلة من القبر ويحمل الميت منه ويوضع في اللحد فيكون الآخذ له مستقبل القبلة حالة الأخذ كذا في فتح القدير (الفتاوى الهندية ۱/۱٦٦)

عن ابن بريدة عن أبيه قال ألحد للنبي صلى الله عليه وسلم وأخذ من قبل القبلة ونصب عليه اللبن نصبا (مسند الإمام الأعظم صـ ۱٠۲)

(و) يستحب أن (يدخل من قبل القبلة) بأن يوضع من جهتها ثم يحمل

قال العلامة ابن عابدين – رحمه الله -: أي فيكون الآخذ له مستقبل القبلة حال الأخذ (رد المحتار ۲/۲۳۵)

عن ابن عباس رضي الله عنهما أن النبي صلى الله عليه وسلم دخل قبرا ليلا فأسرج له سراج فأخذه من قبل القبلة وقال رحمك الله إن كنت لأواها تلاء للقرآن وكبر عليه أربعا قال وفي الباب عن جابر و يزيد بن ثابت وهو أخو زيد بن ثابت أكبر منه قال أبو عيسى حديث ابن عباس حديث حسن وقد ذهب بعض أهل العلم إلى هذا وقالوا يدخل الميت القبر من قبل القبلة وقال بعضهم يسل سلا ورخص أكثر أهل العلم في الدفن بالليل (سنن الترمذي، الرقم: ۱٠۵۷)

[૨] ولا يضر عندنا كون الداخل في القبر وترا أو شفعا (رد المحتار ۲/۲۳۵)

ولا يضر وتر دخل القبر أم شفع واختار الشافعي الوتر اعتبارا بعدد الكفن والغسل والإجمار ولنا أن النبي صلى الله عليه وسلم لما دفن أدخله العباس والفضل بن العباس وعلي وصهيب كذا في البدائع (البحر الرائق ۲/۲٠۸)

[૩]  (و) يستحب … أن (يقول واضعه بسم الله وبالله وعلى ملة رسول الله صلى الله عليه وسلم) (الدر المختار ۲/۲۳۵)

ويقول واضعه بسم الله وعلى ملة رسول الله كذا في المتون (الفتاوى الهندية ۱/۱٦٦)

قوله ( ويقول واضعه باسم الله وعلى ملة رسول الله ) كذا ورد في الحديث وقال السرخسي أي باسم الله وضعناك وعلى ملة رسول الله سلمناك وزاد في الظهيرية بالله وفي الله وزاد في البدائع وفي سبيل الله (البحر الرائق ۲/۲٠۸)

[૪]  (ويوجه إليها) وجوبا وينبغي كونه على شقه الأيمن

قال العلامة ابن عابدين – رحمه الله -: (قوله: وجوبا) أخذه من قول الهداية: بذلك أمر رسول الله صلى الله عليه وسلم، لكن لم يجده المخرجون. وفي الفتح أنه غريب، واستؤنس له بحديث أبي داود والنسائي أن رجلا قال: يا رسول الله ما الكبائر؟ قال: هي تسع، فذكر منها استحلال البيت الحرام قبلتكم أحياء وأمواتا» اهـ. قلت: ووجهه أن ظاهره التسوية بين الحياة والموت في وجوب استقباله، لكن صرح في التحفة بأنه سنة كما يأتي عقبه (رد المحتار ۲/۲۳٦)

( ويوجه إلى القبلة على جنبه الأيمن ) بذلك أمر النبي صلى الله عليه وسلم وفي حديث أبي داود البيت الحرام قبلتكم أحياء وأمواتا

قال العلامة الطحطاوي – رحمه الله -: قوله (بذلك أمر النبي صلى الله عليه وسلم) عليا لما مات رجل من بني عبد المطلب فقال يا علي استقبل به القبلة استقبالا وقولوا جميعا باسم الله وعلى ملة رسول الله وضعوه لجنبه ولا تكبوه على وجهه ولا تلقوه على ظهره كذا في الجوهرة وفي الحلبي ويسند الميت من ورائه بنحو تراب لئلا ينقلب اه (حاشية الطحطاوي علي مراقي الفلاح صـ ٦٠۹)

[૫] (وتحل العقدة) للاستغناء عنها (الدر المختار ۲/۲۳٦)

وتحل العقدة لأمر النبي صلى الله عليه وسلم سمرة وقد مات له ابن أطلق عقد رأسه وعقد رجليه لأنه آمن من الانتشار

قال العلامة الطحطاوي – رحمه الله -: قوله (وتحل العقدة) ويقول الحال اللهم لا تحرمنا أجره ولا تفتنا بعده (حاشية الطحطاوي على مراقي الفلاح صـ ٦٠۹)

[૬] (ويسوى اللبن عليه والقصب لا الآجر) المطبوخ والخشب لو حوله أما فوقه فلا يكره ابن ملك فائدة عدد لبنات لحد النبي عليه الصلاة والسلام تسع بهنسي (وجاز) ذلك حوله (بأرض رخوة) كالتابوت

قال العلامة ابن عابدين – رحمه الله -: قوله (ويسوي اللبن عليه) أي على اللحد بأن يسد من جهة القبر ويقام اللبن فيه حلية عن شرح المجمع قوله (والقصب) قال في الحلية وتسد الفرج التي بين اللبن بالمدر والقصب كي لا ينزل التراب منها على الميت ونصوا على استحباب القصب فيها كاللبن اهـ قوله (لا الآجر) بمد الهمزة والتشديد أشهر من التخفيف مصباح وقوله المطبوخ صفة كاشفة قال في البدائع لأنه يستعمل للزينة ولا حاجة للميت إليها ولأنه مما مسته النار فيكره أن يجعل على الميت تفاؤلا كما يكره أن يتبع قبره بنار تفاؤلا قوله (لو حوله الخ) قال في الحلية وكرهوا الآجر وألواح الخشب وقال الإمام التمرتاشي هذا إذا كان حول الميت فلو فوقه لا يكره لأنه يكون عصمة من السبع وقال مشايخ بخارى لا يكره الآجر في بلدتنا للحاجة إليه لضعف الأراضي قوله (وعدد لبنات الخ) نقله أيضا في الأحكام عن الشمني عن شرح مسلم بلفظ يقال عدد الخ قوله (وجاز ذلك) أي الآجر والخشب (رد المحتار ۲/۲۳٦)

[૭] وذو الرحم المحرم أولى بإدخال المرأة القبر وكذا الرحم غير المحرم أولى من الأجنبي فإن لم يكن فلا بأس للأجانب وضعها ولا يحتاج إلى النساء للوضع (البحر الرائق ۲/۲٠۸)

[૮] (ويسجى) أي يغطى (قبرها) ولو خنثى (لا قبره) إلا لعذر كمطر

قال العلامة ابن عابدين – رحمه الله -: (قوله: ويسجى) أي بثوب ونحوه استحبابا حال إدخالها القبر حتى يسوى اللبن على اللحد كذا في شرح المنية والإمداد ونقل الخير الرملي أن الزيلعي صرح في كتاب الخنثى أنه على سبيل الوجوب قلت ويمكن التوفيق بحمله على ما إذا غلب على الظن ظهور شيء من بدنها تأمل قوله (كمطر) أي وبرد وحر وثلج قهستاني (رد المحتار ۲/۲۳٦)

[૯] ويسنم القبر قدر الشبر ولا يربع ولا يجصص ولا بأس برش الماء عليه (الفتاوى الهندية ۱/۱٦٦)

[૧૦] (ويسنم القبر) ويكره أن يزيد فيه على التراب الذي خرج منه ويجعله مرتفعا عن الأرض قدر شبر أو أكثر بقليل ولا بأس برش الماء حفظا له

قال العلامة الطحطاوي – رحمه الله -: (قوله: ويسنم القبر) ندبا وقيل وجوبا والأول أولى وهو أن يرفع غير مسطح كذا في المغرب وقوله بعد: ويجعله مرتفعا الأولى تقديمه على قوله ويكره أن يزيد الخ وقوله قدر شبر هو ظاهر الرواية وقيل قدر أربع أصابع وتباح الزيادة على قدر شبر في رواية كما في القهستاني (قوله: ويكره أن يزيد فيه على التراب الذي خرج منه) لأنها بمنزلة البناء بحر وهو رواية الحسن عن الإمام وعن محمد لا بأس بها (حاشية الطحطاوي على مراقي الفلاح صـ ٦۱۱)

[૧૧] (ولا بأس برش الماء عليه) حفظا لترابه عن الإندراس

قال العلامة ابن عابدين – رحمه الله -: قوله (ولا بأس برش الماء عليه) بل ينبغي أن يندب لأنه صلى الله عليه وسلم فعله بقبر سعد كما رواه ابن ماجه وبقبر ولده إبراهيم كما رواه أبو داود في مراسيله وأمر به في قبر عثمان بن مظعون كما رواه البزار فانتفى ما عن أبي يوسف من كراهته لأنه يشبه التطيين حلية (رد المحتار ۲/۲۳۷)

انظر أيضا فتاوى محموديه ۱۳/٤٠۹

[૧૨] مجمع الزوائد، الرقم: ٤۲٤۵

Check Also

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૭

શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહિમહુલ્લાહ શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહ઼િમહુલ્લાહ સૈયદ …