મસ્જીદની સુન્નતોં અને આદાબ- (ભાગ-૯)

નમાઝનાં માટે મસ્જીદ જવાની ફઝીલતો

(૧) ઘરમાં વુઝુ કરે અને પછી પૈદલ ચાલતા નમાઝ માટે મસ્જીદ જાય. આ અમલ ગુનાહોની મગફિરતનો ઝરિઓ અને દરજાતનું બુલંદ થવાનો ઝરિઓ છે.

عن أبي هريرة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم من تطهر في بيته ثم مشى إلى بيت من بيوت الله ليقضي فريضة من فرائض الله كانت خطواته إحداهما تحط خطيئة والأخرى ترفع درجة (صحيح مسلم رقم ٦٦٦)

હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુઅ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જેણે પોતાનાં ઘરમાં વુઝુ કર્યુ અને પછી અલ્લાહ તઆલાનાં ઘરોમાંથી કોઈ ઘર (કોઈ પણ મસ્જીદ) તરફ ચાલતો ચાલતો આવ્યો, જેથી કે તે અલ્લાહ તઆલાનાં ફરાઈઝમાં થી કોઈ ફર્ઝ(નમાઝ) પઢે, તો તેનાં એક કદમથી એક ગુનાહને મિટાવવામાં આવશે અને તેનાં બીજા કદમથી એક દરજો (આખિરત માં) બુલંદ કરવામાં આવશે.”

(૨) જે મસ્જીદ આવે છે, તે અલ્લાહ તઆલાનો મેહમાન છે.

عن عمرو بن ميمون عن عمر قال المساجد بيوت الله في الأرض وحق على المزور أن يكرم زائره (المصنف لابن أبي شيبة رقم ۳۵۷۵۸)

હઝરત અમ્ર બિન મૈમૂન (રહ.) થી રિવાયત છે કે હઝરત ઉમર (રદિ.) ઈરશાદ ફરમાવે છે કે “મસ્જીદો જમીન પર અલ્લાહ તઆલાનાં ઘરો છે અને મેઝબાનની જવાબદારી છે કે તે પોતાનાં મેહમાનનો સન્માન કરે.”

(૩) તે લોકો જે વધારે પ્રમાણમાં મસ્જીદ જાય છે તેઓને “અલ્લાહ તઆલાનાં ઘરવાળા”નો લકબ આપવામાં આવે છે અને તેઓ અલ્લાહ તઆલાનાં ખાસ બંદા હોય છે.

عن أنس بن مالك قال سمعت رسول الله صلى الله عليه وسلم يقول إن عمار بيوت الله هم أهل الله عز وجل (مجمع الزوائد رقم ۲٠۳٠)[૧]

હઝરત અનસ બિન માલિક (રદિ.) થી મરવી છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “અલ્લાહ તઆલાનાં ઘરોને આબાદ રાખવા વાળાજ અલ્લાહ વાળા છે.”

નોટઃ- અલ્લાહ તઆલાનાં કોઈ ઘરવાળા નથી, પણ અહીંયા મતલબ આ છે કે જેવી રીતે માણસનાં ઘરવાળા તેનાંથી ઘણાં નજીક છે એવીજ રીતે અલ્લાહ તઆલાનાં બંદાઓમાંથી આ લોકો અલ્લાહ તઆલાનાં સૌથી નજીક છે.

(૪) વધારે પ્રમાણમાં મસ્જીદ જવાથી ઈમાન અને દીનની હિફાઝત થાય છે.

عن معاذ بن جبل رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال إن الشيطان ذئب الإنسان كذئب الغنم يأخذ الشاة القاصية والناحية فإياكم والشعاب وعليكم بالجماعة والعامة والمسجد (الترغيب والترهيب رقم ٤۹۹)[૨]

હઝરત મુઆઝ બિન જબલ (રદિ.) થી મરવી છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “દરહકીકત શૈતાન ઈન્સાનનાં માટે એક એવો વરૂ (ભેડીયો) છે  જેવી રીતે બકરીયોનો વરૂ (ભેડીયો) હોય છે, તે બઘી બકરીયોને જે ટોળાથી દૂર ચાલી ગઈ હોય અથવા ટોળાનાં કિનારા પર હોય પકડે છે તેથી તમે પહાડ ની ઘાટિયોથી બચો (એટલે મતભેદોથી બચો) અને જમાઅત, મજમો અને મસ્જીદથી જોડાયેલા રહો.”

Source: https://ihyaauddeen.co.za/?p=7640


[૧] قال الهيثمي: رواه الطبراني في الأوسط وأبو يعلى والبزار وفيه صالح المري وهو ضعيف

صالح ابن بشير ابن وادع المري بضم الميم وتشديد الراء أبو بشر البصري القاص الزاهد ضعيف من السابعة مات سنة اثنتين وسبعين وقيل بعدها ‏‏(تقريب التهذيب صـ ۲۷۱)‏

عن أبي الدرداء رضي الله عنه قال سمعت رسول الله صلى الله عليه وسلم يقول المسجد بيت كل تقي وتكفل الله لمن كان المسجد بيته بالروح ‏والرحمة والجواز على الصراط إلى رضوان الله إلى ‏الجنة (الترغيب والترهيب، الرقم: ۵٠۱)‏

قال الهيثمي: رواه الطبراني في الكبير والأوسط والبزار وقال إسناده حسن وهو كما قال رحمه الله تعالى

[૨] قال المنذري : رواه أحمد من رواية العلاء بن زياد عن معاذ ولم يسمع منه

Check Also

દુઆની સુન્નતો અને આદાબ – ૫

(૧) દુઆની શરૂઆતમાં, અલ્લાહ તઆલાની હમ્દ-ઓ-સના (પ્રશંસા) કરો અને તે પછી નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ …