સો (૧૦૦) જરૂરતોનું પુરૂ થવુ

عن جابر رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: من صلى علي في كل يوم مائة مرة قضى الله له مائة حاجة سبعين منها لآخرته و ثلاثين منها لدنياه (أخرجه ابن منده وقال الحافظ أبو موسى المديني: إنه غريب حسن، كذا في القول البديع صـ 277)

હઝરત જાબિર રદિઅલ્લાહુ ‘અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઈર્શાદ ફરમાવ્યું કે “જે વ્યક્તિ મારા પર દરરોજ સો (૧૦૦) વખત દુરૂદ મોકલે છે, અલ્લાહ ત’આલા તેની સો (૧૦૦) જરૂરતો પૂરી કરશેઃ સિત્તેર (૭૦) જરૂરતો આખિરતની જીંદગી વિશેની અને ત્રીસ (૩૦) જરૂરતો દુનયવી જીંદગીથી સંબંધિત.”

દુરૂદ શરીફ નબીએ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ ની શફાઅત હાસિલ થવાનો ઝરીઓ

હઝરત કુતુબ હલબી રહિમહુલ્લાહ ફરમાવે છે કે એક વખત મારી મુલાકાત હઝરત અબુ ઈસ્હાક ઈબ્રાહીમ બિન ‘અલી બિન અતિય્યહ તલીદમી રહિમહુલ્લાહ થી થઈ.

તેમણે મને બયાન કર્યુ કે “મને ખ્વાબમાં નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની ઝિયારત નસીબ થઈ. તો મૈં આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ થી દરખાસ્ત કરી કે આપ કયામતનાં દિવસે મારી સિફારીશ ફરમાવજો.

આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે જવાબ આપ્યોઃ મારા પર વધારે પ્રમાણમાં દુરૂદ મોકલ્યા કરો.” (અલ- કવલુલ બદી’અ)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source: https://ihyaauddeen.co.za/?p=6218

Check Also

દુરૂદ શરીફ પઢવા માટે મખસૂસ (નિશ્ચિત) સમયની તાયીન (નિયુક્તિ)

عن محمد بن يحيى بن حبان عن أبيه عن جده رضي الله عنه أن رجلا قال يا رسول الله صلى الله عليه وسلم أجعل ثلث صلاتي عليك قال نعم إن شئت قال الثلثين...