શૈખુલ હદીષ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિય્યા સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ
“મને આ શાદીયોની દઅવતથી હંમેશા નફરત રેહતી (જ્યારે કે સુન્નત તરીકો આ છે કે શાદીમાં સાદગી હોવી જોઈએ). મારે ત્યાં જોવા વાળા લોકોને બઘાને ખબર છે કે મેહમાનો ની ભીડ કોઈક વાર બસો (૨૦૦), અઢીસો (૨૫૦) સુઘી પહોંચી જાય છે. બલકે કોઈક વાર તો પુષ્કળ મહેમાનોનાં કારણે ઘણી બઘી દેગો બનાવવાની નોબત આવતી. પણ શાદીયોનાં સિલસિલામાં એક દેગ પણ મને યાદ નથી કે એક દેગ બનાવડાવી હોય.” (મલફૂઝાતે શૈખુલ હદીષ (રહ.), પેજ નં-૧૦૦)
Source: https://ihyaauddeen.co.za/?p=7182