ઈમામનું ચાર તકબીરોથી વધારેની તકબીર કેહવુ

અગર ઈમામ જનાઝાની નમાઝમાં ચારથી વધારે તકબીર કહે, તો મુકતદીયોએ વધારાની તકબીરમાં તેમની ઈકતિદા(અનુસરવુ) ન કરવુ જોઈએ, બલકિ તેઓએ ખામોશ રહેવુ જોઈએ અને જ્યારે ઈમામ સલામ ફેરવે અને નમાઝ પૂરી કરે તો તે પણ સલામ ફેરવીને નમાઝ પૂરી કરશે. અલબત્તા અગર મુક્તદીયો ને ઈમામની વધારાની તકબીર ન સંભળાઈ, બલકિ મુકબ્બીર (તે વ્યક્તિ જે ઉંચા અવાજથી તકબીર કહે છે જેથી લોકો સાંભળી શકે)  ની વધારાની તકબીર સાંભળે, તો મુક્તદીયોને જોઈએ કે વધારાની તકબીરમાં મુકબ્બીરની ઈક્તિદા કરે, કારણકે તેમને એ નથી ખબર કે કઈ તકબીર ઈમામની તકબીર છે. [૧]

Source: http://ihyaauddeen.co.za/?p=16537


 

[૧] (فلو كبر الإمام خمسا لم يتبع) لأنه منسوخ ولا متابعة فيه ولم يبين ماذا يصنع وعن أبي حنيفة روايتان في رواية يسلم للحال ولا ينتظر تحقيقا للمخالفة وفي رواية يمكث حتى يسلم معه إذا سلم ليكون متابعا فيما تجب فيه المتابعة وبه يفتي كذا في الواقعات ورجحه في فتح القدير بأن البقاء في حرمة الصلاة بعد فراغها ليس بخطأ مطلقا إنما الخطأ في المتابعة في الخامسة وفي بعض المواضع إنما لا يتابعه في الزوائد على الأربعة إذا سمع من الإمام أما إذا لم يسمع إلا من المبلغ فيتابعه وهذا حسن وهو قياس ما ذكروه في تكبيرات العيدين اهـ (البحر الرائق ٢/١٩٨)

Check Also

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૭

શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહિમહુલ્લાહ શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહ઼િમહુલ્લાહ સૈયદ …