દુરૂદ શરીફ કયામતનાં દિવસે નૂર નું કારણ

عن ابن عمر رضي الله عنهما قال: قال رسول الله صلى الله عليه وسلم: زينوا مجالسكم بالصلاة علي فإن صلاتكم علي نور لكم يوم القيامة (الفردوس بمأثور الخطاب، الرقم: ٣٣٣٠، وإسناده ضعيف كما في القول البديع صـ ۲۷۸)

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઈરશાદ ફરમાવ્યુ કે “મારા પર દુરૂદ મોકલી પોતાની મજલિસોને સજાવો, કારણકે તમારૂ દુરૂદ તમારા માટે કયામતનાં દિવસે નૂરનું કારણ બનશે.”

હઝરત બિલાલ (રદિ.) ની મદીના મુનવ્વરા વાપસી

હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ નાં વિસાલ બાદ મદીના તય્યિબામાં હઝરત બિલાલ (રદિ.) નાં માટે રેહવુ અને હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની જગ્યાને ખાલી જોવુ મુશ્કેલ થઈ ગયુ. એટલા માટે ઈરાદો કર્યો કે પોતાની જીંદગીનાં જેટલા દિવસો છે જીહાદમાં પસાર કરી દવું. એટલા માટે જીહાદમાં શામેલ થવાની નિય્યતથી ચાલી નિકળ્યા. એક સમય સુઘી મદીના મુનવ્વરા પાછા આવ્યા નહી.

એક વખત હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની ખ્વાબ માં ઝિયારત કરી. હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યુ હે બિલાલ આ શું ઝુલમ છે અમારી પાસે ક્યારે પણ નથી આવતા. તો આંખ ખુલવા પર મદીના તય્યિબા હાજર થયા.

હઝરત હસન હુસૈન (રદિ.) એ અઝાનની રજુઆત કરી. લાડલાઓની રજુઆત એવી ન હતી કે નકારવાની ગુંજાઈશ હોય.

અઝાન કેહવાનું શરૂ કર્યુ અને મદીનામાં હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ નાં ઝમાનાની અઝાન કાનોમાં પડવાથી કોહરામ મચી ગયો. ઔરતોં સુઘી રડતી રડતી ઘરોથી નિકળી પડી. થોડા દિવસોનાં કયામ બાદ પાછા ફર્યા અને નજીક સન ૨૦ હિજરીનાં દમિશ્ક શહેરમાં વિસાલ (ઈન્તેકાલ) થયો. (ફઝાઈલે આમાલ, હિકાયતે સહાબા, પેજ નં-૧૪)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Check Also

દુરૂદે ઈબ્રાહીમ

عن عبد الرحمن بن أبي ليلى قال لقيني كعب بن عجرة فقال ألا أهدي لك هدية سمعتها من النبي صلى الله عليه وسلم فقلت بلى فأهدها لي فقال سألنا رسول الله صلى الله عليه وسلم فقلنا يا رسول الله كيف الصلاة عليكم أهل البيت فإن الله قد علمنا كيف نسلم عليكم...