આખિરત ની તૈયારી

હઝરત મૌલાના મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“ઈન્સાનનું રોકાણ ઝમીનની ઉપર ઘણું જ ઓછું છે(એટલે કે વધારેમાં વધારે દુનિયામાં જીવે ત્યાં સુઘી) અને જમીનની નીચે એનો કિયામ(રોકાણ) આનાથી અનેક ગણો વધારે છે અથવા એમ સમજો કે દુનિયામાં તો આપણું રોકાણ છે એકદમ અલ્પ સમય માટે અને એના પછી જે જે મંઝિલ ઉપર રોકાવવાનું છે, જેમ કે મરવા પછી કિયામતનો પહેલો સૂર ફૂંકાય ત્યાં સુઘી કબરમાં ત્યાર બાદ બીજો સૂર ફૂંકાય ત્યાં સુઘી એ હાલતમાં, જેની સાચી કેફિયત માત્ર અલ્લાહ તઆલા જ જાણે છે (અને આ સમયગાળો પણ હજારો વર્ષનો હશે), એ પછી મહશરમાં હજારો વર્ષ સુઘી અને ત્યાર બાદ આખિરતમાં જન્નત કે દોઝખ પૈકી જે ઠેકાણાનો ફેંસલો થાય ત્યાં અનંતકાળ માટે – મતલબ કે દુનિયાથી ગુજરવા પછી આવનારી પ્રત્યેક મંઝિલનું રોકાણ દુનિયાનાં રોકાણ કરતાં સેંકડોગણું વધારે થાય છે – પછી ઈન્સાનની આ કેટલી ગંભીર ગફલત છે કે દુનિયાનાં એકદમ ટૂંકા રોકાણ માટે તે જેટલો પરિશ્રમ કરે છે, આવનારી લાંબી લાંબી મંઝિલો માટે એટલો પણ શ્રમ નથી કરતો !” (મલફૂઝાતે હઝરત મૌલાનાં મુહમ્મદ ઈલ્યાસ (રહ.), પેજ નં-૨૧)

Source: https://ihyaauddeen.co.za/?p=8378


 

Check Also

મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે

શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ‌‌‌ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું …