શું જનાઝાની નમાઝ માં જમાઅત શર્ત છે?

જનાઝાની નમાઝની સિહતનાં માટે જમાઅત શર્ત નથી. જેવી રીતે અગર એક વ્યક્તિ પણ મય્યિતની જનાઝાની નમાઝ અદા કરી લે, તો જનાઝાની નમાઝ દુરૂસ્ત થશે, ભલે તે(જનાઝાની નમાઝ પઢવા વાળો) મર્દ તથા સ્ત્રી, બાલિગ હોય તથા નાબાલિગ. દરેક સૂરત માં જનાઝાની નમાઝ અદા થઈ જશે. [૧]

અલબત્તા જમાઅતની સાથે જનાઝાની નમાઝ અદા કરવામાં મય્યિતનાં માટે વધારે ફાયદો છે, એટલા માટે કે જ્યારે લોકોની એકંદરે મોટી સંખ્યા જનાઝાની નમાઝ પઢે અને જનાઝાની નમાઝમાં મય્યિતનાં માટે મગફિરતની દુઆ કરશે, તો તેનાંથી અલ્લાહ તઆલાની રહમત વધારે મુતવજ્જેહ થશે(ધ્યાન આપશે), એનાં કરતા કે માત્ર એક માણસ મય્યિતનાં માટે મગફિરતની દુઆ કરે.

હઝરતે આંયશા સિદ્દીકા(રદિ.) નબી(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમનો ફરમાન નકલ કરે છેઃ [૨]

عن عائشة عن النبي صلى الله عليه و سلم قال لا يموت أحد من المسلمين فتصلي عليه أمة من المسلمين يبلغون أن يكونوا مائة فيشفعوا له إلا شفعوا فيه (سنن الترمذي، الرقم: ١٠٢٩)

નબીએ કરીમ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો ઈરશાદ છે કે જ્યારે કોઈ મુસલમાનનો ઈન્તેકાલ થઈ જાય પછી સો(૧૦૦) મુસલમાન તેની જનાઝાની નમાઝ અદા કરે અને તેનાં માટે(જનાઝાની નમાઝમાં) સિફારિશ(ભલામણ) કરે, તો તેનાં હક માં તેઓની સિફારિશ(ભલામણ) કબુલ કરવામાં આવશે.

Source: http://ihyaauddeen.co.za/?p=1839


 

[૧] وشرطها أيضا حضوره (ووضعه) وكونه هو أو أكثر (أمام المصلي) (الدر المختار ٢/٢٠٨)

تنبيه ينبغي أن يكون في حكم من دفن بلا صلاة من تردى في نحو بئر أو وقع عليه بنيان ولم يمكن إخراجه بخلاف ما لو غرق في بحر لعدم تحقق وجوده أمام المصلي تأمل (رد المحتار ٢/٢٢٤)

[૨] وشرطها أيضا حضوره (ووضعه) وكونه هو أو أكثر (أمام المصلي) (الدر المختار ٢/٢٠٨)

تنبيه ينبغي أن يكون في حكم من دفن بلا صلاة من تردى في نحو بئر أو وقع عليه بنيان ولم يمكن إخراجه بخلاف ما لو غرق في بحر لعدم تحقق وجوده أمام المصلي تأمل (رد المحتار ٢/٢٢٤)

Check Also

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૭

શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહિમહુલ્લાહ શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહ઼િમહુલ્લાહ સૈયદ …