મસ્જીદની સુન્નતોં અને આદાબ- (ભાગ-૧)

(૧) મસ્જીદમાં જમણાં પગથી દાખલ થવુ. [૧]

عن أنس بن مالك رضي الله عنه أنه كان يقول من السنة إذا دخلت المسجد أن تبدأ برجلك اليمنى وإذا خرجت أن تبدأ برجلك اليسرى (المستدرك للحاكم رقم ۷۹۱)[૨]

હઝરત અનસ બિન માલિક(રદિ.) ફરમાવ્યા કરતા હતા કે “મસ્જીદમાં દાખલ થતી વખતે જમણો પગ પેહલા દાખલ કરવુ અને નિકળતા સમયે ડાબો પગ પેહલા કાઢવુ સુન્નતમાં થી છે.”

عن عائشة رضي الله عنها قالت كان النبي صلى الله عليه وسلم ليعجبه التيمن فى تنعله وترجله وطهوره وفي شأنه كله (صحيح البخاري رقم ۱٦۸)

હઝરતે આંઈશા (રદિ.) ફરમાવે છે કે નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) જ્યારે ચંપલ (પગરખા) પહેરતા અથવા કાંસકી કરતા અથવા વુઝૂ કરતા અથવા બીજા કામો કરતા (એટલે કે એવા કામ જેનો તકાઝો એ છે કે તેને જમણી તરફથી પુરૂ કરવામાં આવે. જેવી રીતે કે, મસ્જીદ અને કાબા શરીફમાં દાખલ થવું, કપડા પહેરવુ, કોઈકને કોઈ વસ્તુ આપવું અથવા કોઈકની પાસેથી કોઈ વસ્તુ લેવું) આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પસંદ ફરમાવતા હતા કે આપ જમણાં હાથથી શરૂ કરે.

(૨) મસ્જીદમાં દાખલ થતા સમયે મસ્નૂન દુઆઓ પઢવુ. નીચે અમુક દુઆઓ લખવામાં આવે છેઃSee 1

بِسْمِ اللهِ وَالصَّلاَةُ وَالسَّلاَمُ عَلٰى رَسُوْلِ اللهِ اَلّٰلهُمَّ افْتَحْ لِيْ أَبْوَابَ رَحْمَتِكَ[૩]

અલ્લાહ તઆલાનાં નામથી(દાખલ થઈ રહ્યો છું) અને દુરૂદો સલામ રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર. હે અલ્લાહ ! મારા માટે પોતાની રહમતનો દરવાજો ખોલી દો.

بِسْمِ اللهِ وَالصَّلاَةُ وَالسَّلاَمُ عَلٰى رَسُوْلِ اللهِ رَبِّ اغْفِرْ لِيْ ذُنُوبِيْ وَافْتَحْ لِيْ أَبْوَابَ رَحْمَتِكَ[૪]

અલ્લાહ તઆલાનાં નામથી. દુરૂદો સલામ રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર. ઈલાહી ! મારા ગુનાંહોને માફ ફરમાવો અને મારા માટે તમારી રહમતનાં દરવાજા ખોલી દેજો.

أَعُوْذُ بِاللهِ العَظِيمِ وَبِوَجْهِهِ الْكَرِيْم ِوَسُلْطَانِهِ القَدِيْمِ مِنَ الشَّيْطَانِ الرَّجِيْمِ

હું અલ્લાહ તઆલાથી જેવણ બુઝુર્ગો બરતર છે પનાહ માંગુ છું, અને હું અલ્લાહ તઆલાની માનનીય ઝાત અને કાયમી કુદરત અને બાદશાહતની પનાહ માંગુ છું મરદૂદ(ઘુતકારેલ) શૈતાનથી.

ઉપર જણાવલે દુઆ પઢવા વાળો શૈતાનનાં શર(શરારત) થી મહફૂઝ રહે છે.

عن عبد الله بن عمرو بن العاص قال كان رسول الله صلى الله عليه وسلم يقول إذا دخل المسجد قال أعوذ بالله العظيم وبوجهه الكريم وسلطانه القديم من الشيطان الرجيم قال فإذا قال ذلك قال الشيطان حفظ مني سائر اليوم (سنن أبي داود رقم ٤٦٦)

હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર બિન અલ આસ(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) જ્યારે મસ્જીદમાં દાખલ થતા, તો નિમ્નલિખિત દુઆ પઢતાઃ

أَعُوْذُ بِاللهِ العَظِيمِ وَبِوَجْهِهِ الْكَرِيْم ِوَسُلْطَانِهِ القَدِيْمِ مِنَ الشَّيْطَانِ الرَّجِيْمِ

આપ(સલ્લલ્લાહુ અલયહિવસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જ્યારે ઈન્સાન(મસ્જીદમાં દાખલ થતી વખતે) આ દુઆ પઢે છે, તો શૈતાન કહે છે, આ વ્યક્તિ આખા દિવસનાં માટે મારા શર(શરારત) થી સલામત થઈ ગયો.

(૩) સંતોષ, શાંતિ અને ગૌરવની સાથે મસ્જીદ જવુ, દોડતા દોડતા મસ્જીદ ન આવવુ.[૫]

عن أبي هريرة قال سمعت رسول الله صلى الله عليه وسلم يقول إذا أقيمت الصلاة فلا تأتوها تسعون وأتوها تمشون عليكم السكينة فما أدركتم فصلوا وما فاتكم فأتموا (صحيح البخاري رقم ۹٠۸)

હઝરત અબુ હુરૈરહ(રદિ.) થી રિવાયત છે કે મેં(હઝરત અબુ હુરૈરહ) રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને આ કેહતા સાંભળ્યુ છે કે “જયારે ઈકામત કેહવામાં આવે, તો દોડતા દોડતા નમાઝનાં માટે ન આવે, બલકે સુકૂન તથા ઈતમીનાન (સંતોષ તથા શાંતિ)ની સાથે આવે, નમાઝનો જે હિસ્સો ઈમામની સાથે મળી જાય, તે અદા કરે અને જે છૂટી જાય પછીથી(ઈમામનાં સલામ ફેરવવા પછી) પૂરી કરી લે.”

عن كعب بن عجرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال إذا توضأ أحدكم فأحسن وضوءه ثم خرج عامدا إلى المسجد فلا يشبكن بين أصابعه فإنه في صلاة (سنن الترمذي رقم ۳۸٦)[૬]

હઝરત કઅબ બિન ઉજરા(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જ્યારે તમારામાંથી કોઈ સારી રીતે વુઝૂ કરી લે અને મસ્જીદ જવાનો ઈરાદો કરી ઘરે થી નીકળે તો તે આંગળીઓનાં દરમિયાન તશબીક(એટલે એક હાથની આંગળીઓને બીજા હાથની આંગળીઓમાં દાખલ કરવુ) ન કરે, કારણકે તે નમાઝમાં છે (એટલે  તેને જોઈએ કે નમાઝનાં આદાબનો લિહાઝ (ઘ્યાન) તે ટાઈમ થી કરે).”

(૪) મસ્જીદમાં વુઝૂની સાથે દાખલ થવુ બેહતર છે. [૭]

عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال لا يزال العبد في صلاة ما كان في مصلاه ينتظر الصلاة وتقول الملائكة اللهم اغفر له اللهم ارحمه حتى ينصرف أو يحدث قلت ما يحدث قال يفسو أو يضرط (صحيح مسلم رقم ٦٤۹)

હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “બંદાને નમાઝનો ષવાબ મળતો રહે છે, ત્યાં સુઘી કે તે નમાઝની જગ્યાએ બેસીને નમાઝની રાહ જોતો રહે અને ફરિશ્તા તેનાં માટે દુઆ કરતા રહે છે, હે અલ્લાહ ! તેની મગફિરત ફરમાવ, હે અલ્લાહ ! તેનાં પર રહમ ફરમાવ. તેને બરાબર ષવાબ મળતો રહે છે ત્યાંસુઘી કે તે મસ્જીદથી નિકળી જાય અથવા તેને હદષ લાગુ પડી જાય (તેનું વુઝૂ તુટી જાય)”, એક સહાબીએ પુછ્યુ કે “હદષ લાગુ પડવાથી શું મુરાદ છે?” આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) જવાબ આપ્યોઃ “ફુસકી છોડવી અથવા ઊંચા અવાજથી પાદ મારવુ.”

(૫) મસ્જીદ આવવા પેહલા ખુશ્બુ લગાવવુ(અગર જો હોય તો). [૮]

عن أبي سعيد الخدري رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال غسل يوم الجمعة على كل محتلم وسواك ويمس من الطيب ما قدر عليه (صحيح مسلم رقم ۸٤۷)

હઝરત અબુ સઈદ ખુદરી (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જુમ્આનાં દિવસે દરેક પુખ્તવયનાં વ્યક્તિ ગ઼ુસલ કરે, મિસ્વાક કરે અને ખુશ્બુ લગાવે જે પણ તેમની પાસે હાજર હોય.”

Source: https://ihyaauddeen.co.za/?p=7614 , https://ihyaauddeen.co.za/?p=7609


[૧]  ويقدم رجله اليمنى في دخوله ويقول بسم الله والحمد لله والصلاة والسلام على رسول الله اللهم افتح لي أبواب رحمتك (الفتاوى الهندية ۱/۲۲۵)

[૨] هذا حديث صحيح على شرط مسلم فقد احتج بشداد بن سعيد أبي طلحة الراسبي ولم يخرجاه

قال الذهبي في التلخيص: على شرط مسلم

[૩] عن أبي حميد أو أبي أسيد الأنصاري قال قال رسول الله صلى الله عليه وسلم إذا دخل أحدكم المسجد فليسلم على النبي صلى الله عليه وسلم ثم ليقل اللهم افتح لي أبواب رحمتك فإذا خرج فليقل اللهم إني أسألك من فضلك (سنن أبي داود رقم ٤٦۵)

[૪] عن فاطمة قالت كان رسول الله صلى الله عليه وسلم إذا دخل المسجد صلى على محمد وسلم وقال رب اغفر لي ذنوبي وافتح لي أبواب رحمتك وإذا خرج صلى على محمد وسلم وقال رب اغفر لي ذنوبي وافتح لي أبواب فضلك (سنن الترمذي رقم ۳۱٤)

[૫] وسرعة المشي والعدو إلى المسجد لا تجب عندنا وعند عامة الفقهاء واختلف في استحبابه والأصح أن يمشي على السكينة والوقار كذا في القنية (الفتاوى الهندية ۱/۱٤۹)

[૬] قال أبو عيسى حديث كعب بن عجرة رواه غير واحد عن ابن عجلان مثل حديث الليث

سكت الحافظ عن هذا الحديث في الفصل الثاني من هداية الرواة (۱/٤٤٤) ، فالحديث حسن عنده.

[૭] قال الشامي : تتمة ذكر في الدرر عن التاترخانية أنه يكره دخول المحدث مسجدا من المساجد وطوافه بالكعبة اهـ وفي القهستاني ولا يدخله من على بدنه نجاسة ثم قال وفي الخزانة وإذا فسا في المسجد لم ير بعضهم به بأسا وقال بعضهم إذا احتاج إليه يخرجه منه وهو الأصح اهـ (رد المحتار ۱/۱۷۲)

[૮] وفي المحيط وغيره ويستحب لمن حضر الجمعة أن يدهن ويمس طيبا إن وجده (البحر الرائق ۲/۱٦۹)

Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …