પુલ સિરાત પર મદદ

عن عبد الرحمن بن سمرة رضي الله عنه قال: خرج علينا رسول الله صلى الله عليه وسلم فقال: … ورأيت رجلا من أمتي يزحف على الصراط مرة ويجثو مرة ويتعلق مرة فجاءته صلاته علي فأخذت بيده فأقامته على الصراط حتى جاوز (الأحاديث الطوال للطبراني صـ 273، وإسناده ضعيف كما في مجمع الزوائد، الرقم: 11764)

હઝરત અબ્દર્રહમાન બિન સમુરા (રદિ.) થી રિવાયત છે કે એક વખત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે અમારી સામે આવ્યા અને ફરમાવ્યુ, “કાલે રાત્રે મેં એક અજીબ મંજર જોયો. મેં જોયુ કે મારી ઉમ્મત નો એક માણસ પુલ સિરાત પર ક્યારેક પેટનાં દ્વારા ઘસડી ને ચાલે છે, ક્યારેક ઘૂંટણ પર ચાલે છે અને ક્યારેક કોઈ ચીજ માં અટકી જાય છે. તો અચનાક તેનું દુરૂદ (જે તે મારા પર મોકલ્યા કરતો હતો) તેની પાસે પહોંચ્યું અને તેનો હાથ પકડીને તેને પુલ સિરાત પર ઊભો કરી દીધો, ત્યાં સુઘી કે તે ત્યાંથી (પુલ સિરાત થી) પસાર થઈ ગયો.

હઝરત ઈમામ માલિક (રહ.) નાં દિલમાં મદીના મુનવ્વરા ની મુહબ્બત અને અઝમત

હઝરત ઈમામ માલિક (રહ.) નાં દિલમાં મદીના મુનવ્વરહની બેપનાહ મોહબ્બત હતી, તેમની આ મોહબ્બત મદીના મુનવ્વરહનાં માટે આ કારણેથી હતી કે આ મુબારક શહર હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ નું શહર છે અને હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ અહિંયા મદફૂન છે.

નીચે આપેલ લખાણથી ઈમામ માલિક (રહ.) ની મદીના મુનવ્વરથી બેપનાહ મોહબ્બતનો અંદાજો લગાવો.

અલ્લામા ઈબ્ને ખલ્લિકાન (રહ.) લખે છેઃ

હઝરત ઈમામ માલિક (રહ.) મદીના મુનવ્વરાનાં અંદર ક્યારેય કોઈ સવારી પર સવાર નહીં થયા, ત્યાંસુઘી કે ઘડપણ અને કમઝોરીનાં ઝમાનામાં પણ સવારી વગર ચાલવાનું પસંદ ફરમાવતા હતા. કોઈએ ઈમામ માલિક (રહ.) ને તેનું કારણ પુછ્યુ, તો તેવણે જવાબ આપ્યો કે હું કેવી રીતે આ મુબારક શહેર (મદીના મુનવ્વરા) માં કોઈ સવારી પર સવાર થવું, જ્યારે કે તેની જમીનનાં અંદર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ દફન છે. (મુકદ્દમા અવજઝ, પેજ નં-૮૩)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source: http://whatisislam.co.za/index.php/durood/item/626-assistance-over-the-siraat , http://ihyaauddeen.co.za/?p=7663

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...