રમી જમરાત નો સહીહ સમય

સવાલ- રમી-એ-જમરાતનાં દિવસોમાં રમી-એ-જમરાત નો સહીહ સમય કયો છે?

જવાબ-

દસમી ઝિલ-હિજ્જાનાં દિવસે રમી-એ-જમરાતનો સમય સુબ્હ સાદિક પછી શરૂ થાય છે, અને અગ્યારમી ઝિલ-હિજ્જાની સુબ્હ-સાદિક સુઘી રહે છે. પછી સુબ્હ-સાદિક થી લઈને તુલૂએ-આફતાબ (સૂરજ નીકળે) ત્યાં સુધી રમી-એ-જમરાત માન્ય અને જાઈઝ છે; પરંતુ મકરૂહ છે, સિવાય કે કોઈ મજબૂરી હોય.(જેમ કે બીમારી કે કમજોરી વગેરે). રમી-એ-જમરાતનો સુન્નત સમય તુલૂએ-આફતાબ થી (સૂર્યોદયથી) લઈને ઝવાલ સુધીનો છે, પછી ઝવાલથી લઈને ગુરૂબે-આફતાબ (સૂર્યાસ્ત) સુધી રમી-એ-જમરાત માન્ય અને જાઈઝ છે. ગુરૂબે-આફતાબ થી (સૂર્યાસ્તથી) બીજા દિવસની (એટલે કે અગિયારમી ઝિલ-હિજ્જા ની) સુબ્હ-સાદિક સુધી રમી-એ-જમરાત મકરૂહ છે, સિવાય કે કોઈ મજબૂરી (જેમ કે બીમારી કે નબળાઈ વગેરે) હોય.

અગ્યારમી અને બારમી ઝિલ-હિજ્જાનાં દિવસે રમી-એજમરાત ના સમય ની શરૂઆત ઝવાલ પછી થાય છે અને બીજા દિવસે સુબ્હ-સાદિક સુઘી રહે છે; પરંતુ રમી-એજમરાત નો મસનૂન સમય ઝવાલે-આફતાબ થી લઈને ગુરૂબે-આફતાબ સુધી છે. ગુરૂબે-આફતાબ થી લઈને બીજા દિવસ ની સુબ્હ-સાદિક સુધી રમી-એ-જમરાત મકરૂહ છે પરંતુ જો કોઈ મજબૂરી હોય. (જેવી રીતે બીમારી કે નબળાઈ વગેરે)

તેરમી ઝિલ-હિજ્જાનાં રમી-એ-જમરાત નો સમય સુબ્હ-સાદિક પછીથી શરૂ થાય છે અને ગુરૂબે-આફતાબ સુધી રહે છે; પરંતુ રમી-એ-જમરાત નો સુન્નત સમય ઝવાલે-આફતાબ થી લઈને ગુરૂબે-આફતાબ સુધી છે. સુબ્હ-સાદિક થી લઈને તુલૂએ-આફતાબ સુધી રમી-એ-જમરાત જાઈઝ છે; પરંતુ મકરૂહ છે.

રમી-એ-જમરાત નાં દિવસો તેરમી ઝિલ-હિજ્જાનાં ગુરૂબે-આફતાબ (સુરજ ડુબવા) નાં સમયે ખતમ (સમાપ્ત) થઈ જાય છે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

( أتى منى )… ( ورمى جمرة العقبة من بطن الوادي )…. ووقته من الفجر إلى الفجر ويسن من طلوع ذكاء لزوالها ويباح لغروبها ويكره للفجر… ( وبعد الزوال ثاني النحر رمي الجمار الثلاث يبدأ )…. ( ثم ) رمى ( غدا كذلك ثم بعده كذلك إن مكث وهو أحب وإن قدم الرمي فيه ) أي في اليوم الرابع ( على الزوال جاز ) فإن وقت الرمي فيه من الفجر للغروب وأما في الثاني والثالث فمن الزوال لطلوع ذكاء (الدر المحتار)

قوله ( ووقته ) أي وقت جوازه أداء من الفجر أي فجر النحر إلى فجر اليوم الثاني قال في البحر حتى لو أخره حتى طلع الفجر في اليوم الثاني لزمه دم عنده خلافا لهما ولو رمى قبل طلوع فجر النحر لم يصح اتفاقا…. قوله ( فإن وقت الرمي فيه ) أي في اليوم الرابع من الفجر للغروب أي غروب شمسه ولا يتبعه ما بعده من الليل بخلاف ما قبله من الأيام والمراد وقت جوازه في الجملة فإن ما قبل الزوال وقت مكروه وما بعده مسنون وبغروب الشمس من هذا اليوم يفوت وقت الأداء والقضاء اتفاقا شرح اللباب. قوله ( فمن الزوال لطلوع ذكاء ) أي إلى طلوع الشمس من اليوم الرابع والمراد أنه وقت الجواز في الجملة قال في اللباب وقت رمي الجمار الثلاث في اليوم الثاني والثالث من أيام النحر بعد الزوال فلا يجوز قبله في المشهور وقيل يجوز والوقت المسنون فيما يمتد من الزوال إلى غروب الشمس ومن الغروب إلى الطلوع وقت مكروه وإذا طلع الفجر أي فجر الرابع فقد فات وقت الأداء (شامي 2/513-515)

اما الرمي في اليوم الأول…ووقت مسنون من طلوع الشمس إلى الزوال (غنية ص181)

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકડા

ઈજાઝત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/263

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?