દરેક રાત અને દિવસમાં ત્રણ વખત દુરૂદ શરીફ પઢવાનો ષવાબ

عن ابي كاهل رضي الله عنه قال: قال لي رسول الله صلى الله عليه وسلم: يا ابا كاهل! من صلى علي كل يوم ثلاث مرات وكل ليلة ثلاث مرات حبا وشوقا الي كان حقا على الله أن يغفر له ذنوبه تلك الليلة وذلك اليوم (الترغيب والترهيب، الرقم: ۲۵۸٠)

હઝરત અબૂ કાહિલ રદિ. થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મને ઈરશાદ ફરમાવ્યુ કે હે અબુ કાહિલ! જે માણસ મારા ઊપર મારી મુહબ્બત અને મારા ઈશ્તિયાક (અત્યધિક શોખ, લાલસા) માં દરરોજ ત્રણ વખત અને દરેક રાતનાં ત્રણ વખત દુરૂદ મોકલે છે, તો અલ્લાહ તઆલા તે રાતનાં તેનાં તે દિવસનાં તેનાં ગુનાહોની મગફિરતને પોતાનાં ઉપર લાઝિમ કરી લે છે(અલ્લાહ તઆલા તે માણસનાં તે દિવસનાં અને તે રાતનાં ગુનાંહોને જરૂર માફ ફરમાવી દે છે).

તકલીફની હાલતમાં દુરૂદ શરીફ પઢવુ

અબ્દુર્રહીમ બિન અબ્દુર્રહમાન બિન અહમદે કહ્યુ કે હું હમ્મામ(બાથરૂમ)માં પડી ગયો હતો, જેનાંથી મારા હાથમાં લાગ્યુ હતુ અને સોજો પણ આવી ગયો હતો. રાતનાં મને ઘણી તકલીફ રહી મેં હુઝૂર(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને સપનાં માં જોયા. મેં અરજ કર્યુ યા રસૂલુલ્લાહ! હુઝૂર(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે હે મારા બેટા! તારા દર્દે મને વહશત(ગભરાટ)માં નાંખી દીધો. સવારનાં તે બઘો સોજો જતો રહ્યો અને હુઝૂર(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની બરકત થી તે તકલીફ પણ જતી રહી.

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِمِ

Source: http://whatisislam.co.za/index.php/durood/item/576-reserving-a-special-time-for-reciting-durood , http://ihyaauddeen.co.za/?p=5969

Check Also

દુરૂદે ઈબ્રાહીમ

عن عبد الرحمن بن أبي ليلى قال لقيني كعب بن عجرة فقال ألا أهدي لك هدية سمعتها من النبي صلى الله عليه وسلم فقلت بلى فأهدها لي فقال سألنا رسول الله صلى الله عليه وسلم فقلنا يا رسول الله كيف الصلاة عليكم أهل البيت فإن الله قد علمنا كيف نسلم عليكم...