એહરામ બાંઘવા પછી સફર પર કાદીર ન થવું (કુદરત ન મળવી)

સવાલ- એક માણસે હજ્જ યા ઉમરાહનો એહરામ બાંઘ્યો, પણ એને એવી બીમારી લાગી ગઈ કે હવે તે સફરે-હજ્જ પર ન જઈ શકે, આ મસઅલા માં શરીઅત શું કહે છે? અને તે માણસ એહરામ થી કેવી રીતે નીકળશે?

જવાબ- તે માણસ હૂદૂદે હરમ નાં અંદર કોઇ ની પાસે દમઃ (ઘેંટુ અથવા બકરી) ઝબહ કરાવે, જ્યારે જાનવર ઝબહ થઇ જશે, તો તે (મહરમ) એહરામ થી નીકળી જશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

( إذا أحصر بعدو أو مرض ) أو موت محرم أو هلاك نفقة حل له التحلل فحينئذ ( بعث المفرد دما ) أو قيمته فإن لم يجد بقي محرما حتى يجد أو يتحلل بطواف وعن الثاني أنه يقوم الدم بالطعام ويتصدق به فإن لم يجد صام عن كل نصف صاع يوما ( والقارن دمين ) فلو بعث واحدا لم يتحلل عنه ( وعن يوم الذبح ) ليعلم متى يتحلل ويذبحه ( في الحرم ولو قبل يوم النحر ) خلافا لهما … ( و ) يجب ( عليه إن حل من حجه ) ولو نفلا ( حجة ) بالشروع ( وعمرة ) للتحلل إن لم يحج من عامه ( وعلى المعتمر عمرة ) وعلي ( القارن حجة وعمرتان ) إحداهما للتحلل ( الدر المختار 2/590-593 )

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકડા

ઈજાઝત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/247

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?