રમઝાન મહીનાના આદાબ અને સુન્નતોં (ભાગ-૪)

(૧) રમઝાનુલ મુબારકની દરેક રાત વીસ રકાત તરાવીહની નમાઝ અદા કરો. તરાવીહની નમાઝ સુન્નતે મુઅક્કદહ છે. હઝરત ઉમર(રદિ.) નાં ઝમાનામાં દરેક સહાબએ કિરામ(રદિ.) ને વિસ રકાત તરાવીહની નમાઝ પર સંતોષ કર્યો હતો. તરાવીહની નમાઝમાં ઓછામાં ઓછુ એક કુર્આન પુરૂ કરવાની કોશીશ કરો.

عن أبي هريرة رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : من قام رمضان إيمانا واحتسابا غفر له ما تقدم من ذنبه (ابو داود رقم ۱۳۷۳)

હઝરત અબૂ હુરૈરહ(રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જે માણસ ઈમાન અને ષવાબ ની ઉમ્મીદ ની સાથે રમઝાનની રાતોમાં તરાવીહની નમાઝ પઢે, તેનાં પાછલા (બઘા નાનાં) ગુનાહને માફ કરી દેવામાં આવશે.

عن عبد الرحمن بن عوف رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم إن الله تبارك و تعالى فرض صيام رمضان عليكم و سننت لكم قيامه فمن صامه و قامه إيمانا و احتسابا خرج من ذنوبه كيوم ولدته أمه (سنن النسائي ۱/۳٠۸)

હઝરત અબ્દુર્રહમાન બિન ઔફ(રદિ.) થી મરવી છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે બેશક અલ્લાહ તઆલાએ તમારા ઉપર રમઝાનનાં રોઝા ફર્ઝ કર્યા છે અને મેં તમારા માટે તેની રાતોમાં તરાવીહ પઢવુ સુન્નત કર્યુ છે, તેથી જે માણસ રમઝાનનાં મહીનામાં ઈમાન અને ષવાબની ઉમ્મીદની સાથે રોઝો રાખે અને તરાવીહ ની નમાઝ પઢે, તો તે (પોતાના બઘા નાનાં) ગુનાહોથી પાક અને સાફ થઈ જશે, તે દિવસની જેમ જે દિવસે તેની માંતાએ(વાલિદા) જન્મ આપ્યો હતો(જે દિવસે તે જનમ્યો હતો).

عن ابى الحسناء أن علي بن أبي طالب أمر رجلا أن يصلي بالناس خمس ترويحات عشرين ركعة – باب ما روي في عدد ركعات القيام في  شهر رمضان (سنن الكبرى للبيهقي رقم ٤۸٠۵)

હઝરત અબુલ હસના(રહ.)થી મરવી છે કે હઝરત અલી બિન અબી તાલિબ(રદિ.) એક માણસ ને હુકમ(આદેશ) આપ્યો કે તે લોકોની સાથે વીસ રકાત તરાવીહની નમાઝ પઢાવે.

عن الأعمش عن زيد بن وهب قال كان عبد الله بن مسعود يصلي لنا في شهر رمضان فينصرف عليه ليل قال الأعمش كان يصلي عشرين ركعة و يوتر بثلاث (عمدة القاري ۱۱/۱۲۷)

હઝરત અઅમશ(રહ.) ફરમાવે છે કે રમઝાનનાં મહીનામાં હઝરત અબ્દુલ્લાહ બિન મસઉદ(રદિ.) અમારી સાથે વીસ રકાત(તરાવીહ) પઢાવતા હતા અને ત્રણ રકાતો વિત્ર પઢાવતા હતા.

روى البيهقي بإسناد صحيح انهم كانوا يقيمون على عهد عمر بعشرين ركعة و علي عهد عثمان و علي (و هكذا هو في عمدة القاري) (فتح الملهم ۲/۳۲٠)

ઈમામ બયહકી(રહ.) સહીહ સનદથી નકલ કર્યુ છે કે સહાબએ કિરામ(રદિ.) હઝરત ઉમર, હઝરત ઉસ્માન અને હઝરત અલી(રદિ.)નાં ઝમાનામાં વીસ રકાતો(તરાવીહની નમાઝ) પાબંદીથી પઢતા હતા.

(૨) રમઝાનનાં મહીનામાં નેક આમાલ કરો અને ખરાબ આમાલથી બચવાની આદત પાડો.

عن أبي هريرة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه و سلم إذا كان أول ليلة من شهر رمضان صفدت الشياطين ومردة الجن وغلقت أبواب النار فلم يفتح منها باب وفتحت أبواب الجنة فلم يغلق منها باب وينادي مناد يا باغي الخير أقبل ويا باغي الشر أقصر ولله عتقاء من النار وذلك كل ليلة (ترمذي رقم ٦۸۲)

હઝરત અબુ હુરૈરહ(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જ્યારે રમઝાનની પેહલી રાત હોય છે, તો શયાતીન અને સરકશ જીન્નાત જકડી દેવામાં આવે છે અને જહન્નમનાં બઘા દરવાજા બંદ કરી દેવામાં આવે છે. તેમાંથી કોઈ દરવાજો પણ ખુલ્લો નથી રેહતો. અને જન્નતનાં બઘા દરવાજા ખોલી દેવામાં આવે છે. તેમાંથી કોઈ દરવાજો બંદ નથી કરવામાં આવતો. અને અલ્લાહ તઆલા તરફથી અવાજ લગાવવા વાળો ફરિશ્તો અવાજ લગાવે છે કે એ નેકીનો ચાહવા વાળો ! અગાળી વઘ. અને એ બુરાઈનો ખ્વાહિશમંદ ! થોભી જા. અને અલ્લાહ તઆલાની તરફથી ઘણા બંદાઓને દોઝખથી આઝાદ કરવામાં આવે છે. અને આ બઘુ રમઝાનુલ મુબારકની દરેક રાતમાં થાય છે.

(૩) અગર તમારા માટે શક્ય હોય, તો રમઝાનનાં છેલ્લા અશરામાં એતેકાફ કરો.

عن ابن عباس  الله عنه أن رسول الله صلى الله عليه و سلم قال في المعتكف  هو يعتكف الذنوب ويجري له من الحسنات كعامل الحسنات كلها (ابن ماجة رقم ۲۱٠۸)

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ(રદિ.) થી મરવી છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) એતેકાફ કરવા વાળાનાં વિષે ફરમાવ્યુ કે જે માણસ એતેકાફમાં બેસે છે, તો તે પોતાને ગુનાહોથી મહફુઝ કરે છે. અને તેનાં માટે બઘી નેકિયો જારી રહે છે(એટલે બઘી નેકિયો તેનાં નામએ આમાલમાં લખાતી રહે છે) અને તે તે માણસની જેમ હોય છે જે બઘી નેકિયોં કરે છે(એટલે એતેકાફથી પેહલા તે જે નેકિયોનો આદી હતો અને એતેકાફનાં કારણે તે તે બઘી નેકિયોંને નથી કરી શકતો. અલ્લાહ તઆલા તેને તે બઘી નેકિયોંનો ષવાબ  અતા(અર્પણ) કરી દે છે.

عن ابن عباس  الله عنه أن رسول الله صلى الله عليه و سلم قال من اعتكف يوما ابتغاء وجه الله تعالى جعل الله بينه وبين النار ثلاث خنادق أبعد مما بين الخافقين رواه الطبراني في الأوسط والبيهقي واللفظ له (الترغيب  رقم ۱٦۵٠)

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ(રદિ.) થી મરવી છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જે માણસ અલ્લાહ તઆલાની ખુશનુદીનાં ખાતર એક દિવસ એતેકાફ કરે છે, અલ્લાહ તઆલા તેનાં અને જહન્નમનાં દરમિયાન ત્રણ ખંદકો(ખાઈ)નો ફાસલો કરી દે છે. દરેક ખંદકનાં વચ્ચે પુર્વ અને પશ્વિમની દુરીનાં બકદર ફાસલો હોય છે.

(૪) રમઝાનનાં છેલ્લા અશરાની તાક(એકી) રાતોમાં શબે કદ્ર શોઘો.

عن أنس بن مالك قال : دخل رمضان فقال رسول الله صلى الله عليه وسلم : إن هذا الشهر قد حضركم وفيه ليلة خير من ألف شهر من حرمها فقد حرم الخير كله ولا يحرم خيرها إلا محروم  (ابن ماجه رقم ۱٦٤٤)

હઝરત અનસ બિન માલિક(રદિ.) ફરમાવે છે કે જ્યારે રમઝાન શરૂ થઈ, તો રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે બેશક રમઝાનનો મહીનો તમારી પાસે આવી ગયો. તેમાં એક એવી રાત છે જે હઝાર મહીનાઓથી અફઝલ છે. જે માણસ આ રાતની બરકત અને ફૈઝથી મહરૂમ રહી ગયો, તે તમામ ભલાઈઓ થી મહરૂમ રહી ગયો. અને વાકઈ બદનસીબ માણસ તેજ છે જે તેની ભલાઈઓથી મહરૂમ રહે છે.

(૫) તાક(એકી) રાતોમાં સુવા પેહલા થોડો સમય ઈબાદતમાં ગુઝારો. પછી તહજ્જુદનાં માટે ઉઠવાની નિય્યત કરે જેથી તમે તેજ સમયે વઘારે ઈબાદત કરી શકશો.

(૬) શબે કદ્રમાં નિચે પ્રમાણેની દુઆ પઢોઃ

اَللّهُمَّ إِنَّكَ عَفُوٌّ تُحِبُّ الْعَفْوَ فَاعْفُ عَنّيْ

હે અલ્લાહ ! બેશક તમે સૌથી વધારે માફ કરવા વાળા છો. તમે માફી ને પસંદ કરો છો. મને માફ ફરમાવજો.

عن عائشة قالت : قلت يا رسول الله أرأيت إن علمت أي ليلة ليلة القدر ما أقول فيها ؟ قال قولي اللهم إنك عفو تحب العفو فاعف عني قال هذا حديث حسن صحيح (ترمذي رقم ۳۵۱۳)

હઝરત આંઈશા(રદિ.) ફરમાવે છે કે મેં રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) અર્જ કર્યુ કે હે અલ્લાહનાં રસૂલ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અગર મને ખબર થઈ જાય કે કઈ રાત, શબે કદ્ર છે, તો હું તેમાં કઈ દુઆ માંગુ? રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) જવાબ આપ્યો કે તમે આ દુઆ માંગોઃاَللّهُمَّ إِنَّكَ عَفُوٌّ تُحِبُّ الْعَفْوَ فَاعْفُ عَنّيْ

(૭) ઈદની રાતોમાં જાગો અને ઈબાદત કરો.

عن أبي أمامة رضي الله عنه عن النبي صلى الله عليه و سلم قال من قام ليلتي العيدين محتسبا لم يمت قلبه يوم تموت القلوب  رواه ابن ماجه ورواته ثقات إلا أن بقية مدلس وقد عنعنه (الترغيب و الترهيب رقم ۱٦۵۵)

હઝરત અબુ ઉમામા(રદિ.)થી રિવાયત છે કે નબી(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જે માણસ ઈદુલ ફિત્ર અને ઈદુલ અદહાની રાતોમાં ષવાબ હાસિલ કરવાની ઉમ્મીદ કરવાની હાલતમાં ઈબાદત કરશે, તેનુ દિલ તે દિવસે મુરદા નહી થશે, જે દિવસે(ગુનેહગારોનાં) દિલ મુરદા થઈ જશે.

(૮) જે માણસ ઈશા, ફજર અને તરાવીહની નમાઝ જમાત સાથે પઢે છે, અલ્લાહ તઆલા તેને પૂરી રાત ઈબાદત કરવાનો ષવાબ અતા(અર્પણ) ફરમાવે છે અને અગર તે રાત, શબે કદ્ર હોય, તો અલ્લાહ તઆલા શબે કદ્રનો ષવાબ અતા ફરમાવે છે.

عن عثمان رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : من صلى العشاء في جماعة فكأنما قام نصف الليل ومن صلى الصبح في جماعة فكأنما صلى الليل كله . (مسلم رقم ٦۵٦)

હઝરત ઉષ્માન(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જે માણસે ઈશાની નમાઝ જમાતની સાથે અદા કરી, તો જેવીરીતે કે તેણે અડધી રાત ઈબાદત કરી અને જેણે ફજરની નમાઝ જમાત સાથે અદા કરી, તો જેવીરીતે કે તેણે પૂરી રાત ઈબાદત કરી.

عن أبي ذر: قال … فقام بنا حتى ذهب ثلث الليل ثم لم يقم بنا في السادسة وقام بنا في الخامسة حتى ذهب شطر الليل فقلنا له يا رسول الله لو نفلتنا بقية ليلتنا هذه ؟ فقال إنه من قام مع الإمام حتى ينصرف كتب له قيام ليلة (ترمذي رقم ۸٠٦)

હઝરત અબુ ઝર ગિફારી(રદિ.) ફરમાવે છે કે હમોએ રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સાથે(રમઝાનનાં) રોઝા રાખ્યા. તો આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) રમઝાનની પચ્ચીસમી રાત અમારી સાથે અડધી રાત સુઘી તરાવીહની નમાઝ પઢાવી. તો અમે અર્જ કર્યુ, હે અલ્લાહ નાં રસૂલ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) કાશ તમે હમોને રાતનાં બાકી હીસ્સામાં પણ નમાઝ પઢાવતે. રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે જેણે ઈમામની સાથે નમાઝ પઢી, ત્યાં સુઘી કે તે(નમાઝ પૂરી કરી)પાછો ફરે, તો તેને પૂરી રાત ઈબાદત કરવાનો ષવાબ આપવામાં આવશે.

(૯) રમઝાન પછી શવ્વાલનાં છ(૬) રોઝા રાખવાનો એહતેમામ કરો.

عن أبي أيوب الأنصاري أن رسول الله صلى الله عليه وسلم قال : من صام رمضان ثم أتبعه ستا من شوال كان كصيام الدهر. (مسلم رقم ۱۱٦٤)

હઝરત અબુ અય્યુબ અંસારી(રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે જેણે રમઝાનનાં રોઝા રાખ્યા પછી શવ્વાલનાં છ(૬)(નફલી) રોઝા રાખ્યા, તો તેને પૂરા વર્ષ રોઝા રાખવાનો ષવાબ મળશે.

 

Source: http://ihyaauddeen.co.za/?p=6603


Check Also

દુઆની સુન્નતો અને આદાબ – ૫

(૧) દુઆની શરૂઆતમાં, અલ્લાહ તઆલાની હમ્દ-ઓ-સના (પ્રશંસા) કરો અને તે પછી નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ …