સવાલ – એક ઔરત ની પાસે હજ કરવા ની તાકત છે, પરંતુ એની સાથે જવા વાળો કોઈ મહરમ મર્દ નથી, તો શું એના પર હજ ફર્ઝ થશે?
જવાબ – જો એની પાસે એની સાથે જવા વાળુ કોઈ મહરમ ન હોય, એવી ઔરત પર હજ માટે જવુ ફર્ઝ નથી. જ્યારે કોઈ મહરમ મર્દ મળી જાય ત્યારે તે હજ માટે જાય પણ તેના માટે જરૂરી છે કે તે આ વસીયત કરે કે જો તેણીનો હજ કરવા પેહલા ઈન્તેકાલ થઈ ગયો, તો તેનાં છોડેલા માલ માંના ત્રીજા ભાગનાં માલમાંથી તેના તરફ થી હજ્જે-બદલ કરવામાં આવે.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(فرض)… (مرة)… (على الفور)… ( على مسلم )… ( حر مكلف ) عالم بفرضيته… ( و ) مع ( زوج أو محرم ) ولو عبدا أو ذميا أو برضاع ( بالغ ) قيد لهما كما في النهر بحثا ( عاقل والمراهق كبالغ ) جوهرة ( غير مجوسي ولا فاسق ) لعدم حفظهما ( مع ) وجوب النفقة لمحرمها ( عليها ) لأن محبوس ( عليها ) لامرأة حرة ولو عجوزا في سفر وهل يلزمها التزوج؟ قولان… ( وقت خروج أهل بلدها ) وكذا سائر الشروط ( الدر المختار 2/455-465)
قال العلامة الشامي: قوله ( ومع زوج أو محرم ) هذا وقوله ومع عدم عدة عليها شرطان مختصان بالمرأة فلذا قال لا مرأة وما قبلهما من الشروط مشترك والمحرم من لا يجوز له مناكحتها على التأبيد بقرابة أو رضاع أو صهرية كما في التحفة.
قوله ( قولان ) هما مبنيان على أن وجود الزوج أو المحرم شرط وجوب أم شرط وجوب أداء والذي اختاره في الفتح أنه مع الصحة وأمن الطريق شرط وجوب الأداء فيجب الإيصاء إن منع المرض وخوف الطريق أو لم يوجد زوج ولا محرم ويجب عليها التزوج عند فقد المحرم وعلى الأول لا يجب شيء من ذلك كما في البحر ح وفي النهر وصحح الأول في البدائع ورجح الثاني في النهاية تبعا لقاضيخان واختاره في الفتح اه قلت لكن جزم في الباب بأنه لا يجب عليها التزوج مع أنه مشى على جعل المحرم أو الزوج شرط أداء ورجح هذا في الجوهرة وابن أمير حاج في المناسك كما قاله المصنف في منحه قال ووجهه أنه لا يحصل غرضها بالتزوج لأن الزوج له أن يمتنع من الخروج معها بعد أن يملكها ولا تقدر على الخلاص منه وربما لا يوافقها فتتضرر منه بخلاف المحرم فإنه إن وافقها أنفقت عليه وإن امتنع أمسكت نفقتها وتركت الحج اه فافهم ( رد المحتار 2/465)
(فتاوى رحيميه 8/53)
જવાબ આપનારઃ
મુફતી ઝકરીયા માંકડા
ઈજાઝત આપનારઃ
મુફતી ઈબ્રાહીમ સાલેહજી