શું ઘણી બઘી એકર જમીનનાં માલીક પર હજ્જ ફર્ઝ છે?

સવાલ- એક માણસ ઘણી બઘી એકર જમીનનો માલીક છે અને તેજ જમીન તેના માટે કમાઈનો ઝરીઓ છે. જો તે માણસ થોડી જમીન અથવા બઘી જમીન વેચી દે, તો એની પાસે એટલા પૈસા હશે , જે હજ્જના માટે કાફી થશે. તો શું એવા માણસ પર હજ્જ ફર્ઝ થશે?

જવાબ- જો તે માણસ એટલી જમીન વેચી દે, જેનાથી તેને એટલી રકમ મળી જાય જેનાથી તે હજ કરી શકે અને એની પાસે એટલી જમીન બાકી ભી રહી જાય, જેનાથી તે જીવન ગુજારી શકે, તો તેનાં પર હજ્જ ફર્ઝ થશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

قال الامام قاضي خان رحمه الله: و ان كان صاحب ضيعة ان كان له من الضياع ما لو باع مقدار ما يكفي لزاده و راحلته ذاهبا و جائيا و نفقة عياله و اولاده و يبقى له من الضيعة قدر ما يعيش بغلة الباقي يفترض عليه الحج و الا فلا (خانية على هامش الهندية 1/282)

(أحسن الفتاوى 4/542)

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકડા

ઈજાઝત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/193

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?