સવાલ- શું કર્ઝદાર પર સદકએ ફિત્ર વાજીબ છે?
જવાબ- અગર કર્ઝની રકમ ઓછી કરવા પછી બચેલો માલ ઝકાતનાં નિસાબનાં બરાબર હોય યા વઘારે હોય તો સદકએ ફિત્ર તેનાં પર વાજીબ થશે.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
تجب على حر مسلم مكلف مالك لنصاب أو قيمته…فارغ عن الدين (مراقي الفلاح مع حاشية الطحطاوى ص۷۲۳, الدر المختار مع رد المحتار ۲/۳٦٠)
જવાબ આપનારઃ
મુફતી ઝકરીયા માંકદા
ઈઝાજત આપનારઃ
મુફતી ઈબ્રાહીમ સાલેહજી