(૧) હરામ અને મુશ્તબા વસ્તુઓ (શકવાળી વસ્તુઓ) થી એહતિરાઝ કરે (બચે) ચાહે તે મુશ્તબા (શક વાળુ) તથા હરામ વસ્તુ ખાવા પીવાથી સંબંધિત હોય અથવા અમલથી સંબંધિત હોય.
(૨) નિચે પ્રમાણેની ચાર વસ્તુઓ વધારે પ્રમાણમાં કરોઃ
(અ) કલિમએ તય્યિબાનો ઝિક્ર કરે (એટલે لا الٰە الا الله (લા ઈલાહ ઈલ્લાહ) નો ઝિક્ર કરવુ).
(બ) ઈસ્તિગફાર કરવું.
(જ) જન્નતનો સવાલ કરવું.
(ચ) જહન્નમથી પનાહ માંગવું.
عن سلمان رضي الله عنه قال خطبنا رسول الله صلى الله عليه و سلم في آخر يوم من شعبان… واستكثروا فيه من أربع خصال خصلتين ترضون بهما ربكم وخصلتين لا غناء بكم عنهما فأما الخصلتان اللتان ترضون بهما ربكم فشهادة أن لا إله إلا الله وتستغفرونه وأما الخصلتان اللتان لا غناء بكم عنهما فتسألون الله الجنة وتعوذون به من النار (الترغيب و الترهيب رقم ۱٤۸۳)
હઝરત સલમાન ફારસી રદિઅલ્લાહુ ‘અન્હુ ફરમાવે છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ શાબાનનાં છેલ્લા દિવસે અમારી સામે તકરીર કરી (બયાન આપ્યુ). (આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે તે તકરીર (બયાન) માં ફરમાવ્યુ કે) આ મહીનામાં (રમઝાનનાં મહિનામાં ચાર આમાલ (કામો) વધારે પ્રમાણમાં કરો. (તે ચાર આમાલ માંથી) બે અમલ એવા છે કે તમે તેનાં ઝરિએ પોતાનાં પરવરદિગાર ની ખુશનૂદી હાસિલ કરશો અને બિજા બે અમલ એવા છે કે તેનાં વગર તમારા માટે કોઈ ચારો (છુટકારો) નથી. અલ્લાહ ત’આલા ને ખુશ કરવાવાળા આમાલ: કલિમા “લા ઈલાહ ઈલ્લાહ” અને ઈસ્તિગફાર છે અને બે જરૂરી આમાલ (જેનાં વગર કોઈ ચારો અને છુટકારો નથી) અલ્લાહ ત’આલા થી જન્નતનો સવાલ કરવું અને જહન્નમથી પનાહ માંગવું.
(૩) રમઝાન મહિનામાં ખૂબ દુઆ કરવુ જોઈએ. રોઝેદારની દુઆ જરૂર કબૂલ કરવામાં આવે છે, ખાસ કરીને ઈફતારથી પેહલા જે દુઆ માંગવામાં આવે છે તે કબૂલ થાય છે.
عن أبي هريرة قال : قال رسول الله صلى الله عليه و سلم ثلاثة لا ترد دعوتهم الصائم حتى يفطر والإمام العادل ودعوة المظلوم يرفعها الله فوق الغمام ويفتح لها أبواب السماء ويقول الرب وعزتي لأنصرنك ولو بعد حين (ترمذي رقم ۳۵۹۸)
હઝરત અબૂ હુરૈરહ રદિઅલ્લાહુ ‘અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ નો ઈરશાદ છે કે ત્રણ જણાંની દુઆ રદ કરવામાં નથી આવતીઃ (૧) રોઝેદાર ની દુઆ, અહીંયા સુઘી કે તે ઈફતાર કરી લે, (૨) ન્યાયી (ઈન્સાફ કરવા વાળા) બાદશાહની દુઆ, (૩) મઝલૂમની દુઆ (બદ દુઆ) અલ્લાહ તઆલા તેને વાદળોનાં ઉપર ઉઠાવી લે છે અને તેનાં માટે આસમાનનાં દરવાજા ખોલી દેવામાં આવે છે અને અલ્લાહ તઆલા ફરમાવે છે કે મારી ઈઝ્ઝતની કસમ ! હું ચોક્કસ પણે તારી મદદ કરીશ, જુવે પછી તે થોડા સમય પછી કેમ ન હોય.
(મઝલૂમ= જેના પર જુલમ કરવામાં આવ્યો હોય.)
عن عمرو بن شعيب، عن أبيه، عن جده، قال: سمعت رسول الله صلى الله عليه وسلم يقول: للصائم عند إفطاره دعوة مستجابة “. وكان عبد الله بن عمرو إذا أفطر دعا أهله وولده ودعا (شعب الايمان رقم ۳٦۲٤)
હઝરત અમ્ર રદિઅલ્લાહુ ‘અન્હુ ફરમાવે છે કે મેં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ને આ ફરમાવતા સાંભળ્યા છે કે ઈફતારનાં સમયે રોઝેદારની દુઆ કબૂલ કરવામાં આવે છે. (રિવાયત કરવા વાળો ફરમાવે છે કે) હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર રદિઅલ્લાહુ ‘અન્હુ ની મુબારક આદત આ હતી કે જ્યારે ઈફતારનો સમય થતો, તો પોતાનાં ઘરવાળાઓ અને છોકરાઓને બોલાવતા હતા અને (તેઓની સાથે) દુઆ કરતા.
(૪) રમઝાનનાં મહિનાને શહરૂલ કુર્આન (કુર્આનનો મહિનો) કહેવામાં આવે છે, તેથી આ મહિનામાં જેટલુ વધારે બની શકે કુર્આનની તિલાવત કરવુ જોઈએ. હાફિઝોએ જે લોકો હાફિઝ નથી તેઓથી વધારે કુર્આન પાક પઢવુ જોઈએ.
(૫) રોઝો એક મહાન ઈબાદત છે, તેથી રોઝાની હાલતમાં દરેક તે અમલ (કામ) થી બચવુ જરૂરી છે, જેનાંથી રોઝાનો સવાબ બરબાદ થઈ જાય. તેથી રોઝેદારનાં માટે જરૂરી છે કે તે દરેક કિસ્મની લાયાની કામો થી (જરૂરતવગરનાં કામોથી) અને ફુઝૂલવાતો થી (બેકાર વાતોથી) બરાબર પરહેઝ કરે (બચે).
عن أبي هريرة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه و سلم رب صائم ليس له من صيامه إلا الجوع ورب قائم ليس له من قيامه إلا السهر (ابن ماجة رقم ۱٦۹٠)
હઝરત અબૂ હુરૈરહ રદિઅલ્લાહુ ‘અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઈરશાદ ફરમાવ્યુ કે ઘણાં બઘા રોઝેદાર એવા છે કે તેઓને રોઝાથી ભૂખનાં વગર કંઈપણ હાસિલ થતુ નથી અને ઘણાં લોકો રાતનાં નમાઝ પઢવા વાળા (રાતનાં ઈબાદતગુઝાર) એવા છે કે તેઓને રાતની ઈબાદતથી જાગવા વગર કંઈપણ મળતુ નથી.
عن أبي هريرة رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : من لم يدع قول الزور والعمل به فليس لله حاجة في أن يدع طعامه وشرابه. (البخاري رقم ۱۹٠۳)
હઝરત અબૂ હુરૈરહ રદિઅલ્લાહુ ‘અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ઈરશાદ ફરમાવ્યુ કે જે માણસ (રોઝાની હાલતમાં) જુઠુ બોલવુ અને તેના પર અમલ કરવાનુ ન છોડે, તો અલ્લાહ તઆલાને એ વાતની કોઈ જરૂરત નથી કે તે ખાવાનું પીવાનું છોડી દે.
(૬) રોઝાની હાલતમાં ગાલી ગલોચ કરવુ (ગાળ આપવુ) અને લડાઈ ઝઘડો કરવુ અને બેહુદા (ખરાબ) વાતચીતથી બચવુ જરૂરી છે. જો કોઈ માણસ રોઝેદારથી ઝઘડો કરવા ચાહે, તો રોઝેદારને જોઈએ કે તેને સારી રીતે સમજાવી કહી દે કે હું રોઝેદાર છું (એટલે રોઝેદારનાં માટે ઝઘડવુ બિલકુલ મુનાસિબ નથી).
عن أبي هريرة رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : وإذا كان يوم صوم أحدكم فلا يرفث ولا يصخب فإن سابه أحد أو قاتله فليقل إني امرؤ صائم (بخاري رقم ۱۹٠٤)
હઝરત અબુ હુરૈરહ રદિઅલ્લાહુ ‘અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઈરશાદ ફરમાવ્યુ કે જ્યારે તમારામાંથી કોઇએ રોજો રાખ્યો હોય, તો તે ફુહશ વાતચીત ન કરે અને શોરબકોર ન કરે (એટલે જાહિલોનાં તરીકા પર શોર મચાવતા વાત ન કરે). જો કોઈ તેમની સાથે ગાલી ગલોચ (ગાળમગાળ) કરે અથવા તેમની સાથે ઝઘડો કરે તો તે તેને કહી દે કે હું રોઝેદાર છું.
(ફુહશ વાતો = બેશરમી ની વાતો, બદકારી ની વાતો, ગંદી વાતો)
(૭) રમઝાનુલ મુબારક તહજ્જુદની નમાઝ પઢવાનો બેહતરીન મોકો છે, એટલા માટે કે સેહરી માટે ઉઠવાનાંજ છે.
(૮) રમઝાનુલ મુબારક થી પેહલા દરેક જરૂરતો અને મસરૂફિયાતો(કામકાજો) થી ફારિગ થવાની કોશિશ કરેં, જેથી રમઝાનુલ મુબારકમાં વધારેથી વધારે ઈબાદત કરી શકે.
عن عبادة بن الصامت رضي الله عنه أن رسول الله صلى الله عليه و سلم قال يوما وحضر رمضان أتاكم رمضان شهر بركة يغشاكم الله فيه فينزل الرحمة ويحط الخطايا ويستجيب فيه الدعاء ينظر الله تعالى إلى تنافسكم فيه ويباهي بكم ملائكته فأروا الله من أنفسكم خيرا فإن الشقي من حرم فيه رحمة الله عز و جل رواه الطبراني ورواته ثقات إلا أن محمد بن قيس لا يحضرني فيه جرح ولا تعديل (الترغيب و الترهيب رقم ۱٤۹٠)
હઝરત ઉબાદહ બિન સામિત(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) એક દિવસે ઈરશાદ ફરમાવ્યુ કે રમઝાન આવી ગયો છે જે ખૈર અને બરકત નો મહિનો છે. આ મહિનામાં અલ્લાહ તઆલા તમને(પોતાની રહમત અને બરકતો થી) ઘાંકી લે છે. રહમત નાઝિલ ફરમાવે છે, ગુનાહોને માફ ફરમાવે છે અને દુઆ કબૂલ ફરમાવે છે. અલ્લાહ તઆલા આ મહિનામાં નેક કામોંમાં તમારી મુસાબકત ને જોય છે અને પોતાનાં ફરિશ્તાઓની સામે તમારા ઉપર ખુશીનો ઈઝહાર ફરમાવે છે, તેથી અલ્લાહ તઆલાને પોતાનાં સારા અને નેક કામ દેખાડો, બેશક બદનસીબ છે જે આ(રમઝાનનાં મહિનામાં) અલ્લાહ તઆલાની રહમતથી મહરૂમ થઈ ગયો.
Source: http://ihyaauddeen.co.za/?p=6548