કારખાનાનાં અધૂરા (અપૂર્ણ) તૈયાર થયેલા માલ પર ઝકાત

સવાલ- મારી પાસે કપડા તૈયાર કરવાનું કારખાનુ છે. મે સૌથી પેહલા બહારનાં દેશોથી સૂત(સુતરાઉ દોરા) હાસિલ કરૂ છું અને પછી એજ સૂત (સુતરાઉ દોરા) થી કપડા તૈયાર કરૂ છું. જ્યારે કપડા તૈયાર થઈ જાય છે તો હું તે કપડાઓને બીજી મખસૂસ કંપનીઓને દસ ટકાનાં નફાની સાથે વેચુ છું.

વિશેષ હું કપડાને વીસ ટકાનાં નફા સાથે હોલસેલ પણ કરૂ છું, તેનાં વગર બજારમાં મારી એક દુકાન છે જ્યાં હું તિજારત કરૂ છું અને તેજ કપડા લોકોને બજારની કિંમતનાં ભાવમાં વેચુ છું.

હવે સવાલ આ છે કે ઝકાત કાઢતા સમયે હું પોતાનાં માલની કિંમત કયા હિસાબ થી લગાવું? કારખાનાનાં ભાવે દસ ટકાની સાથે અથવા હોલસેલનાં ભાવે વીસ ટકાની સાથે અથવા બજારની કિમતનાં હિસાબથી?

જવાબ- કારણકે તમે સૂત (સુતરાઉ દોરા) ને તિજારતની નિય્યતથી ખરીદ્યો છે, એટલા માટે તેના પર ઝકાત ફર્ઝ છે.

ઝકાતની અદાયગીનાં સમયે સૂત (સુતરાઉ દોરા)ની જે બજારની કિમત છે તે હિસાબથી તમે સૂતની ઝકાત કાઢો.

એવી જ રીતે સૂતથી જે કપડા તૈયાર કરવામાં આવશે, તે બધાની ઝકાત બજારી કિમતનાં હિસાબથી અદા કરવામાં આવશે.

કપડાની બજારી કિંમતથી મુરાદ તે કિંમત છે જેનાં બદલે તે કપડા બજારની ઘણી જગ્યાઓમાં વેચાતા છે તેનાં હિસાબથી તેની કિમત લગાવી તેની ઝકાત અદા કરવામાં આવશે.

તેમાં કોઈ ફરક નથી કે માણસ કારખાનું ચલાવે છે કે હોલસેલર છે કે પછી બજારમાં તિજારત કરવા વાળો છે કારણકે દરેક જણ એક જ કપડા વેચી રહ્યા છે માટે બધા પર જરૂરી છે કે તેઓ કપડાંની કિંમત બજારની કિંમતના પ્રમાણે નક્કી કરીને જકાત કાઢે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(أو نية التجارة ) في العروض إما صريحا ولا بد من مقارنتها لعقد التجارة كما سيجيء أو دلالة بأن يشتري عينا بعرض التجارة (الدر المختار ۲/۲٦۷)

وذكر محمد فى الرقيات أنه يقوم فى البلد الذى حال الحول على المتاع بما يتعارفه أهل ذلك البلد نقدا فيما بينهم يعني غالب نقد ذلك البلد ولا ينظر الى موضع الشراء ول

(أو نية التجارة ) في العروض إما صريحا ولا بد من مقارنتها لعقد التجارة كما سيجيء أو دلالة بأن يشتري عينا بعرض التجارة (الدر المختار ۲/۲٦۷)

وذكر محمد فى الرقيات أنه يقوم فى البلد الذى حال الحول على المتاع بما يتعارفه أهل ذلك البلد نقدا فيما بينهم يعني غالب نقد ذلك البلد ولا ينظر الى موضع الشراء ولا الى موضع المالك وقت حولان الحول وروي عن أبي يوسف أنه يقوم بما اشترى به وفى الخلاصة إن كان الثمن من النقود لأنه أبلغ فى معرفة المالية وإلا فبالنقد الغالب وبه قال الشافعى وفى الولوالجية يقوم يوم حال عليها الحول بالغة ما بلغت بعد أن كات قيمتها فى أول الحول مائتين ويزكى مائتى درهم خمسة دراهم (الفتاوى التاتارخانية ۱٦۵/۳)

الزكاة واجبة في عروض التجارة بظاهر قوله تعالى خذ من أمولهم صدقة تطهرهم وتزكيهم بها وصل عليهم إن صلوتك سكن لهم والله سميع عليم واسم المال يتناول عروض التجارة لو خلينا وظاهر الآية لكنا نوجب الزكاة في العروض وإن لم تكن للتجارة لكن ترك العمل بظاهره ههنا إذا لم تكن للتجارة بالإجماع ولا إجماع فيما إذا كان للتجارة فتبقى على ظاهرها (المحيط البرهاني ۲/۲٤٦)

فتاوى محموديه ۱٤/۱۳٠

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/73

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?