રોઝામાં મસોઢામાંથી લોહી નિકળવુ

સવાલ- જો રોઝાનાં દરમિયાન મસોઢામાંથી લોહી નિકળે અને ગળામાં દાખલ થઈ જાય, તો શું તેનાંથી રોઝો ટૂટી જશે? જો રોઝો ટૂટી જાય, તો શું કઝા અને કફ્ફારો બન્નેવ લાઝિમ થશે અથવા ફક્ત કઝા લાઝિમ થશે?

જવાબ- આ મસઅલામાં થોડી તફસીલ(વિગત) છે:

જો લોહી ગળામાં દાખલ થઈ જાય તો તેની મિકદાર જોવામાં આવશે.

જો લોહી મિકદારમાં થુક થી વધારે હોય અથવા તેનાં બરાબર હોય, તો આ બન્નેવ સૂરતોમાં રોઝો ટૂટી જશે અને જો લોહી મિકદારમાં થૂકથી ઓછુ હોય, તો રોઝો નહીં ટૂટશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

ولو أكل دما في ظاهر الرواية عليه القضاء دون الكفارة لأنه مما يستقذره الطبع كذا في الظهيرية، الدم إذا خرج من الأسنان ودخل حلقه إن كانت الغلبة للبزاق لايضره وإن كانت الغلبة للدم يفسد صومه وإن كانا سواء أفسد أيضا استحسانا(الفتاوى الهندية ج۱ ص۲٠۳)

خرج الدم من بين أسنانه ودخل حلقه يعني ولم يصل إلى جوفه أما إذا وصل فإن غلب الدم أو تساويا فسد وإلا لا … قال الشامي: قلت ومن هذا يعلم حكم من قلع ضرسه في رمضان ودخل الدم إلى جوفه في النهار ولو نائما فيجب عليه القضاء (رد المحتار على در المختار ج۲ ص۳۹٦)

احسن الفتاوى ٤/٤۳٦

فتاوى رحيمية ۷/۲۵۸

بہشتی زیور ۳/۱۳

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકદા

ઈઝાજત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/9

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?