عن محمد بن يحيى بن حبان عن أبيه عن جده حبان بن منقذ أن رجلا قال: يا رسول الله أجعل ثلث صلاتي عليك قال: نعم إن شئت قال: الثلثين قال: نعم قال: فصلاتي كلها قال رسول الله صلى الله عليه وسلم: إذن يكفيك الله ما أهمك من أمر دنياك وآخرتك (المعجم الكبير للطبراني، الرقم: 3574، وإسناده حسن كما في الترغيب والترهيب للمنذري، الرقم: 2578)
હઝરત હબ્બાન બિન મુનકિઝ (રદ઼િયલ્લાહુ અન્હુ) થી રિવાયત છે કે એક સહાબીએ સવાલ કર્યોઃ એ અલ્લાહના રસૂલ! (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) શું હું પોતાની દુઆનો ત્રણ તિહાઈ (ત્રણ તૃતીયાંશ) ભાગ તમારા પર દુરૂદ મોકલવા માટે ખાસ કરી શકું? આપ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) ફરમાવ્યું: જો તમે ચાહો, તો એવુ કરી શકો. તેમણે સવાલ કર્યો કે શું હું બે તિહાઈ (બે તૃતીયાંશ) ભાગ દુરૂદ શરીફ માટે ખાસ કરી શકુ? આપ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) ફરમાવ્યું: હાં, જો તમે ચાહો. એમણે પુછ્યુ કે શું હું પૂરી દુઆનો ભાગ દુરૂદ શરીફ માટે ખાસ કરી શકું એટલે કે હું દુઆના સમયે ફક્ત દુરૂદ શરીફ પઢું અને કંઈપણ ન માંગુ, શું હું એવુ કરી શકું? રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: ત્યારે તો અલ્લાહ તઆલા તમારી દુનિયા અને આખિરતની બઘી જરૂરતો માટે કાફી થઈ જશે એટલે કે જુએ તમે અલ્લાહ તઆલાથી કોઈ વસ્તુનો સવાલ પણ ન કરો, તો પણ અલ્લાહ તઆલા તમારી દરેક જરૂરતોને પૂરી ફરમાવશે.
હઝરત ઝૈદ બિન દષિના(રદિ.) નો જવાબ
જ્યારે કુફ્ફારે હઝરત ઝૈદ (રદિ.) ને કેદ કર્યા અને કતલ(હત્યા) કરવાનો નિર્ણય કર્યો તો તેઓએ તેમને પુછ્યુ કે, “હે ઝૈદ તને ખુદાની ક઼સમ સાચુ કહેજો શું તને આ પસંદ છે કે મુહમંદ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ગરદન તારા બદલામાં મારી દેવામાં આવે અને તને છોડી દેવામાં આવે કે પોતાનાં કુટુંબમાં સુખી અને ખુશ રહે?”
હઝરત ઝૈદ (રદિ.) ફરમાવ્યુ કે, “ખુદાની ક઼સમ મને એ પણ ગવારા નથી કે હુઝૂરે અક઼દસ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) જ્યાં છે ત્યાં તેમને એક કાંટો પણ લાગે અને અમે પોતાનાં ઘરમાં આરામથી રહીએ.” આ જવાબ સાંભળી કુફ્ફાર હૈરાન રહી ગયા, અબુ સુફિયાને કહ્યુ, “મુહમંદ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં સાથિયોને જેટલી તેમનાંથી મુહબ્બત જોયી તેની નઝીર(તેમનાં જેવા) ક્યાંય નથી જોયી.” (ફઝાઈલે આમાલ, પેજ નં-૬૨)
હઝરત હકીમ બિન હિઝામ રઝ઼િયલ્લાહુ અન્હુએ માંગવાનું છોડી દીઘુ
હઝરત હકીમ બિન હિઝામ રઝ઼િયલ્લાહુ અન્હુ હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ખિદમતમાં હાજર થયા અને કંઈક માંગ્યું. હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે આપી દીઘુ. પછી બીજા કોઈ મૌકા પર કંઈક માંગ્યું. હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરીથી આપી દીઘુ.
ત્રીજી વખત ફરીથી સવાલ કર્યો હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે આપી દીઘુ અને આ ઈરશાદ ફરમાવ્યું કે “હકીમ આ માલ લીલા રંગના બાગ જેવો છે. જાહેરમાં ઘણી મીઠી વસ્તુ છે. પણ તેનો દસ્તૂર આ છે કે જો આ માલ દિલના સવાલ કરવા વગર મળે, તો તેમાં બરકત થાય છે અને જો લાલચથી હાસિલ થાય, તો તેમાં બરકત નથી હોતી તે એવો થઈ જાય છે (જેવી રીતે જૂ’-ઊલ-બકરની બીમારી હોય) કે દરેક સમયે ખાતો જાય અને પેટ ન ભરાય.”
હકીમ રઝ઼િયલ્લાહુ અન્હુએ અરજ કર્યુ: યા રસૂલુલ્લાહ! તમારા પછી હવે કોઈને નહી સતાવીશ. (સહીહુલ-બુખારી)
يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِمِ
Source: http://whatisislam.co.za/index.php/durood/item/576-reserving-a-special-time-for-reciting-durood