મૌતથી પેહલા જન્નતમાં સ્થાન(ઠેકાણું) નજર આવવુ

عن أنس بن مالك رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: من صلى علي في يوم الجمعة ألف مرة لم يمت حتى يرى مقعده من الجنة (أخرجه ابن شاهين بسند ضعيف كذا في القول البديع صـ 397)

હઝરત અનસ બિન માલિક (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નો ઈરશાદ છે કે જે માણસ જુમ્આનાં દિવસે મારા ઉપર એક હઝાર વાર દુરૂદ મોકલે છે, તેને તે સમય સુઘી મૌત નહી આવશે, જ્યાં સુઘી કે તે જન્નતમાં પોતાનું સ્થાન(ઠેકાણું) ન જોઈ લે.

દુરૂદ શરીફની કષરત(વિપુલતા)નાં કારણે નજાત

એક માણસે અબુ હફ્સ કાગઝી(રહ.) ને(જે એક ઘણો નેક માણસ હતો) તેમની વફાત પછી સપનાં માં જોયા, તો તેમને સવાલ કર્યો કે અલ્લાહ તઆલાએ તમારી સાથે શું મામલો ફરમાવ્યો? તેવણે જવાબ આપ્યો કે અલ્લાહ તઆલાએ મારા પર રહમ ફરમાવ્યો, મારી મગફિરત ફરમાવી દીઘી અને મને જન્નતમાં દાખલ ફરમાવી દીઘો. તેમને પુછવામાં આવ્યુ કે કયા અમલનાં કારણે આ મર્તબો હાસિલ થયો? તેમણે જવાબ આપ્યો કે જ્યારે હું અલ્લાહ તઆલાની સમક્ષ(સામે) ઊભો થયો, તો અલ્લાહ તઆલાએ ફરિશ્તાઓને હુકમ આપ્યો કે તે મારા આમાલ(કાર્યો)ને ગણે. ફરિશ્તાઓ એ મારા ગુનાહોને ગણ્યા અને રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર મારા મોકલેલા દુરૂદ ને ગણ્યા, તો તેઓને દુરૂદની તાદાદ(સંખ્યા) ગુનાહોથી વધારે મળી. તો અલ્લાહ તઆલાએ તેઓને ફરમાવ્યુઃ એ મારા ફરિશ્તાઓ ! બસ આટલુ કાફી છે. હવે તેનો હિસાબ ન લેવો અને તેને મારી જન્નતમાં લઈ જાવો.

Source: http://whatisislam.co.za/index.php/durood/item/569-salvation-through-the-abundant-recitation-of-durood

http://ihyaauddeen.co.za/?p=4047

Check Also

દુરૂદે ઈબ્રાહીમ

عن عبد الرحمن بن أبي ليلى قال لقيني كعب بن عجرة فقال ألا أهدي لك هدية سمعتها من النبي صلى الله عليه وسلم فقلت بلى فأهدها لي فقال سألنا رسول الله صلى الله عليه وسلم فقلنا يا رسول الله كيف الصلاة عليكم أهل البيت فإن الله قد علمنا كيف نسلم عليكم...