
عن عمار بن ياسر رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: إن لله ملكا أعطاه أسماع الخلائق، فهو قائم على قبري إذا مت فليس أحد يصلي علي صلاة إلا قال: يا محمد صلى عليك فلان ابن فلان قال: فيصلي الرب تبارك وتعالى على ذلك الرجل بكل واحدة عشرا (رواه الطبراني، ونعيم بن ضمضم ضعيف وابن الحميري اسمه عمران قال البخاري: لا يتابع على حديثه وقال صاحب الميزان: لا يعرف وبقية رجاله رجال الصحيح كذا في مجمع الزوائد، الرقم: ۱۷۲۹۲)
હઝરત અમ્માર બિન યાસિર રદ઼િય અલ્લાહુ અન્હૂ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમે ઈર્શાદ ફરમાવ્યું કે બેશક અલ્લાહ તઆલાનો એક ફરિશ્તો છે, જેમને અલ્લાહ તઆલાએ આખી મખલૂક ની અવાજ સાંભળવાની તાકત અર્પણ કરી છે. તે ફરિશ્તો મારી કબર પાસે ઊભો રહેશે મારી વફાતના ટાઈમ થી, અને જ્યારે પણ કોઈ મારા ઉપર દુરૂદ મોકલશે, તો તે ફરિશ્તો મને કહેશે. હે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ! ફલાણાં બિન ફલાણાં એ તમારા ઉપર દુરૂદ મોકલ્યુ છે. પછી અલ્લાહ તબારક વ તઆલા તે માણસ પર દરેક દુરૂદના બદલામાં દસ દુરૂદ મોકલશે. (એટલે કે દસ રહમતો નાઝિલ ફરમાવશે.)
સતત (વારંવાર) દુરૂદ શરીફ પઢવુ
એક બુઝુર્ગે સપનામાં એક ઘણીજ ખરાબ હાલત વાળો ચહેરો જોયો. તેમણે તેને પુછ્યુ તુ શું બલા છે? તેણે કહ્યુ હું તારા ખરાબ કામો (કર્મો) છું.
તેમણે પૂછ્યું તારાથી છુટકારા (નજાત) નો શું રસ્તો છે? તેણે કહ્યું હઝરત મુસ્તફા મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ પર દુરૂદ-શરીફની કસરત (વિપુલતા). (ફઝાઇલે-આમાલ, પેજનં-૧૬૦)
ચેહરાનો રંગ બદલાઈ જવાનો વાકિઓ (ઘટના)
ઈમામ ગઝાલી રહિમહુલ્લાહ એ ઈહ્યાઉલ-ઉલૂમ માં અબ્દુલવાહિદ બિન ઝૈદ બસરી રહિમહુલ્લાહ થી નકલ કર્યું છે કે “હું હજ માટે જઈ રહ્યો હતો, એક માણસ મારી સાથે સફરનો સાથી થઈ ગયો. તે દરેક સમયે ચાલતા ફરતા, ઉઠતા બેસતા હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ પર દુરૂદ પઢ્યા કરતો હતો.
મેં એમને તેમનું વધારે પ્રમાણમાં દુરૂદ-શરીફ પઢવાનું કારણ પુછ્યુ. એમણે કહ્યું કે જ્યારે હું પ્રથમ વખત હજ માટે ગયો તો મારા વાલિદ સાહબ (પિતાજી) પણ સાથે હતા જયારે અમે પાછા ફરતા હતા (રીટર્ન થતા હતા) ત્યારે અમે એક જગ્યા પર સુઈ ગયા. મેં ખ્વાબ (સ્વપ્ન) માં જોયું મને કોઈ માણસ કહી રહ્યુ છે કે ઉઠ તારો બાપ મરી ગયો અને એમનું મોઢું કાળુ થઈ ગયુ.
હું ગભરાયેલી હાલતમાં ઉઠ્યો તો મારા વાલિદ સાહબના મોઢા પરથી કપડું ઉઠાવીને જોયુ તો ખરેખર મારા વાલિદ સાહબ નો ઈન્તિકાલ થઈ ગયો હતો અને એમનું મોઢું કાળુ પડી રહ્યુ હતુ.
મારા ઉપર આ ઘટના નો એટલો બધો ગમ (દુઃખ) સવાર થઈ ગયો કે હું એના કારણે ઘણોજ ગભરાઈ ઉઠ્યો એટલી વારમાં ફરીવાર મારી આંખ લાગી ગઈ, મેં ફરીથી ખ્વાબમાં (સ્વપ્નમાં) જોયુ કે મારા વાલિદ ના માથા પર ચાર કાળા ચેહરાવાળા જેમના હાથમાં લોખંડના મોટા દંડા હતા. તય્યાર ઉભા હતા.
એટલામાં એક બુઝુર્ગ ખૂબજ હસીન ચેહરો બે લીલા રંગના કપડા પહેરી તશરીફ લાવ્યા અને એમણે તે હબશીયોને (કાળા માનવીઓને) હટાવી દીઘા અને પોતાના મુબારક હાથને મારા વાલિદ ના મોઢાં પર ફેરવ્યા અને મને ઈર્શાદ ફરમાવ્યું, કે ઉઠ અલ્લાહ તઆલાએ તારા વાલિદ ના ચેહરાને સફેદ કરી દીઘો. મેં કહ્યુ, મારા માં-બાપ તમારા પર કુર્બાન, તમે કોણ છો. આપે ફરમાવ્યું, મારૂ નામ મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ) છે.
એ પછી, મેં હુઝૂર સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ પર દુરૂદ પઢવાનું ક્યારેય નથી છોડ્યું.” (ફઝાઈલે દુરૂદ પેજ નઃ ૧૭૭)
يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી