
શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼િમહુલ્લાહે એક વખત ઇરશાદ ફરમાવ્યું:
જો કોઈ શખ્સ કોઈના દરવાજા પર જઈને (ખાદિમ તરીકે) પડી રહે, તો તે ભૂખ્યો તો રહેવાનો નથી. કૂતરો પણ જો કોઈના દરવાજા પર જઈને ભસે, તો તેને પણ કંઈક ને કંઈક નાખી જ દે.
તો જે માલિકના દરવાજા પર જઈને બેસશે, તો શું તે ભૂખ્યો રહેશે?
એક હદીસે-કુદ્સીમાં છે: એ આદમના બચ્ચા! તું મારી ઇબાદત માટે ફારિગ થઈ જા (ટાઇમ કાઢ), હું તારા સીનાને તફક્કુરાત (ફિકરો)થી ખાલી કરી દઈશ અને જો આવું નહીં કરે, તો તારા દિલને મશ્ગૂલી (બીઝી લાઇફ)થી ભરી દઈશ.
(મલ્ફૂઝાતે હઝરત શૈખ રહ઼િમહુલ્લાહ, હિસ્સો અવ્વલ, પેજ નંબર ૫૫)
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી