જ્યાં પણ હોય, ત્યાં દુરૂદ શરીફ પઢો

عن الحسن بن علي رضي الله عنهما أن رسول الله صلى الله عليه و سلم قال: حيثما كنتم فصلوا علي فإن صلاتكم تبلغني (رواه الطبراني كما في الترغيب و الترهيب، رقم: ٢٥٧١)

હઝરત હસન બિન અલી (રદી અલ્લાહુ અન્હુમા) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ, “તમે જ્યાં પણ હોય, મારા ઉપર દુરૂદ મોકલ્યા કરો, એટલા માટે કે તમારા દુરૂદ મારા સુઘી પહોંચે છે.”

અલ કવલુલ બદીઅ

અલ્લામા સખાવી (અલ્લાહ એમના પર રહમ કરે) ફરમાવે છે કે, મને શેખ અહમદ બિન રસ્લાન (અલ્લાહ એમના પર રહમ કરે) નાં શાર્ગિદો (શિષ્યો) માંથી એક વિશ્વાસુએ કહ્યુ કે એમને સ્વપ્નમાં નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ઝિયારત (મુલાકાત) થઈ અને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં આ કિતાબ “અલ કવલુલ બદીઅ ફિસ સલાતિ અલલ હબીબિશ શફીઅ” (જે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ નાં વિશે અલ્લામાં સખાવી (અલ્લાહ એમના પર રહમ કરે) નું પ્રખ્યાત પુસ્તક છે, અને આ કિતાબનાં મોટાભાગનાં લેખ એમાંથીજ લેવામાં આવ્યા છે).

હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સેવામાં આ કિતાબ પેશ કરવામાં આવી. હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) એ કિતાબ ને કબુલ ફરમાવી. સ્વપ્ન ખૂબ લાંબો છે, જેનાં કારણે મને ઘણીજ ખૂશી થઈ. અને હું અલ્લાહ તઆલા અને એમનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની તરફથી એની કબૂલિયતની (સ્વિકાર્યતાની) ઉમ્મીદ રાખુ છું. અને ઈન્શાઅલ્લાહ બંને જગતમાં વઘારેથી વઘારે સવાબનો ઉમ્મીદવાર છું.

તેથી તુ પણ એ મુખાતબ (તમે) આપણાં પાક નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો ઝિક્ર અચ્છાઈઓની સાથે કરતા રહેજો અને દિલ અને ઝુબાનથી હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર વઘારે પ્રમાણમાં દુરૂદ મોકલ્યા કરો. એટલા માટે કે તમારૂ દુરૂદ શરીફ હુઝૂરે અકરમ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની પાસે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની કબર મુબારકમાં પહોંચે છે. અને તમારૂ નામ હુઝૂરે અકરમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં પેશ કરવામાં આવે છે. (ફઝાઈલે દુરૂદ, પેજ નં-૧૭૫)

يَا رَبِّ صَلِّ وَ سَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِمِ

 Source: http://ihyaauddeen.co.za/?p=5904 & http://ihyaauddeen.co.za/?p=5965

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...