હઝરત મુઅ઼ાઝ બિન-જબલ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુનો અઝીમ (મહાન/જબરદસ્ત) ઇલ્મ

أثنى رسول الله صلى الله عليه وسلم على سيدنا معاذ بن جبل رضي الله عنه فقال: وأعلمهم (أي: أمتي) بالحلال والحرام معاذ بن جبل (سنن الترمذي، الرقم: ٣٧٩٠)

એક વખત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે હઝરત મુઅ઼ાઝ બિન-જબલ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુના વખાણ કરતા ફરમાવ્યું:

“મારી ઉમ્મતમાં હલાલ અને હરામ વિશે સૌથી વધુ ઇલ્મ ધરાવનાર મુઆઝ બિન-જબલ છે.” (સુનન તિર્મિઝી, અર્-રકમ: ૩૭૯૦)

હઝરત મુઅ઼ાઝ બિન-જબલ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુની સખાવત

એક વખત હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ ચાર સો દીનાર હઝરત અબૂ ઉબૈદહ બિન-અલ-જર્રાહ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ પાસે મોકલ્યા અને ગુલામ ને ફરમાવ્યું કે તે હઝરત અબૂ ઉબૈદહ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુને આપીને થોડી વાર રોકાય અને જુએ કે હઝરત અબૂ ઉબૈદહ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ આ પૈસાથી શું કરે છે.

જ્યારે હઝરત અબૂ ઉબૈદહ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુને તે માલ મળ્યો, તો તેમણે ફરમાવ્યું: “અલ્લાહ તેમના પર (એટલે કે હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ પર) રહેમ કરે.”

ત્યારપછી તેમણે પોતાની બાંદી ને બોલાવી અને તેને ફરમાવ્યું કે આ સાત દીનાર ફલાણાને આપી દો. આ પાંચ દીનાર ફલાણાને આપી દો. આ રીતે તેમણે બધી જ રકમ તક્સીમ કરી દીધી.

પાછા આવીને ગુલામે હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુને આખો બનાવ સાંભળાવ્યો.

ત્યારપછી હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ એટલો જ માલ હઝરત મુઆઝ બિન-જબલ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ પાસે મોકલ્યો અને આ વખતે પણ ગુલામને એ જ હુકમ આપ્યો.

જ્યારે હઝરત મુઆઝ બિન-જબલ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુને તે માલ મળ્યો, તો તેમણે ફરમાવ્યું: “અલ્લાહ તેમના પર (એટલે કે હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ પર) રહમ કરે.”

બે દીનાર સિવાય હઝરત મુઆઝ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ પણ બધી જ રકમ વહેંચી દીધી. હઝરત મુઆઝ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ બે દીનાર એટલા માટે છોડી દીધા હતા કે તેમની અહ્લિયા (ઘરવાળી) એ જરૂરિયાતની વસ્તુ ખરીદવા માટે તેમની પાસે દરખાસ્ત કરી હતી.

જ્યારે ગુલામે હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુને આખો બનાવ સાંભળાવ્યો, તો હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ ખૂબ ખુશ થયા અને ફરમાવ્યું: “તે બધા ભાઈઓની જેમ છે, જે નેક કામ કરવામાં એકબીજાના મુશાબેહ છે.”

(સિયરુ અઅ઼્લામિન-નુબલા: ૩/૨૭૭, અલ-મુઅ઼્જમુલ્-કબીર, અર્-રકમ: ૪૬)

Check Also

હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુની નજરમાં હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુનો અઝીમ મકામ

كتب سيدنا عمر رضي الله عنه إلى أهل الكوفة: إني قد بعثت عمار بن ياسر …