
હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહમતુલ્લાહિ અલૈહે એક વાર ઇરશાદ ફરમાવ્યું:
“હું ન તો તકબ્બુર (મોટાઈ મારવી) ને પસંદ કરું છું અને ન એવી તવાઝુ (નમ્રતા) ને પસંદ કરું છું, જેમાં ઝિલ્લત (અપમાન કે હીનતા) હોય. અહીં ન મુતકબ્બિરો (તકબ્બુર કરનારાઓ)નો ગુઝર છે અને ન એવા તવાઝુ કરનાર ને જગ્યા મળે છે, જે ઝિલ્લતનો દરજ્જો ઇખ્તિયાર કરે અથવા આ નિયતથી તવાઝુ ઇખ્તિયાર કરે કે જેથી બે-નફ્સ હોવાની શોહરત થાય. આ પણ તકબ્બુરનો જ એક શોબો (શાખા) છે.
દરેક વસ્તુમાં એતિદાલ (મધ્યમ માર્ગ)ની જરૂરત છે, જેનો સહેલો તરીકો એ છે કે ન એવી દશા રાખે કે જેમાં કિબ્ર (તકબ્બુર)ની શક્લ દેખાય, અને ન વળી તકલ્લુફ થી તવાઝુની શક્લ ઊભી કરવામાં આવે.
બસ, બે-તકલ્લુફ (સાફ અને સ્વાભાવિક) જે ફિત્રી આદત હોય, તેના પર જ અમલ કરે. તેમાં આ બંને વાતો નહીં હોય: ન કિબ્ર અને ન બનાવટી તવાઝુ! નહીંતર જે સૂરતમાં પણ તકલ્લુફ (કૃત્રિમતા) હશે, તેમાં હદથી તજાવુઝ (હદ વટાવવી) થઈ જશે.” (મલ્ફૂઝાતે હકીમુલ-ઉમ્મત, જિલદ ૮, પેજ ૧૭૫)
(બે-નફ્સ હોવાની શોહરત થાય = એટલે કે લોકોમાં એ વાતની ખ્યાતિ થઈ જાય કે એનામાં ‘હું’પણું નથી, એનામાં “હું કંઈક છું” જેવી કોઈ વાત નથી.)
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી