તાઝિયત (દિલાસો આપવા)ની સુન્નતો અને આદાબ – ૨

(૧) તાઝિયતનો મતલબ એ છે કે મય્યિતના સગા-સંબંધીઓ અને અઝીઝોને તેમની મુસીબત પર તસલ્લી (દિલાસો) આપવામાં આવે અને તેમની સાથે હમદર્દી તથા ભલાઈવાળો વ્યવહાર કરવામાં આવે.

તેની રીત એ છે કે મય્યિતના ઘરવાળાઓની હાજરીમાં મય્યિત માટે દુઆ કરવામાં આવે. આ જ રીતે મય્યિતના ઘરવાળાઓ માટે પણ દુઆ કરવામાં આવે કે અલ્લાહ ત’આલા તેમને આ મુસીબત પર સબર અતા ફરમાવે.

(૨) નીચે જણાવેલા અલ્ફાઝમાં દુઆ માંગી શકાય છે: અલ્લાહ ત’આલા મરહુમને જન્નતમાં આલાથી આલા (બુલંદથી બુલંદ) મકામ અતા ફરમાવે, તેમના ગુનાહોને માફ ફરમાવે અને ઘરવાળાઓને સબ્રે-જમીલ અતા ફરમાવે.

(૩) મય્યિતના અહબાબ (દોસ્તો) અને મુત’અલ્લિકીન (તાલ્લુક રાખવા વાળા)ને જોઈએ કે તેઓ મય્યિતના ઘરવાળાઓ અને સગા-સંબંધીઓને તસલ્લી આપે. પરંતુ એ જરૂરી છે કે તાઝિયતના સમયે ના-મહરમ મર્દો અને ઔરતો વચ્ચે પર્દાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે.

(૪) તાઝિયત કરતી વખતે એ વાતની ખાસ કાળજી રાખવી કે તમે મય્યિતના ઘરવાળાઓ અને મુસીબત-ઝદા લોકોને કોઈ પણ જાતની તકલીફ ન પહોંચાડો.

(૫) ના-મુનાસિબ વાતો કે નકામા સવાલો ન કરવા, જેનાથી મય્યિતના ઘરવાળાઓના દુઃખમાં વધારો થાય; જેમ કે તમે મય્યિતના ઘરવાળાઓને મય્યિતની છેલ્લી બીમારી કે મોતના હાલાત વિશે પૂછવા લાગો.

(૬) મય્યિતના ઘરવાળાઓને તસલ્લી (દિલાસો) આપો અને તાઝિયતના સમયે હસી-મજાક કરવાથી બચો.

(૭) મય્યિતના વખાણ કરવા જાયઝ છે; પરંતુ વખાણ કરવામાં હદથી વધારે વખાણ ન કરવા અને મય્યિત વિશે એવા વખાણના શબ્દો કે ખૂબીઓનો ઉલ્લેખ ન કરવો, જે મય્યિતમાં મોજૂદ ન હતી. આ જ રીતે મય્યિતના વખાણ કરવામાં કાફિરોની રીત અને અંદાજ ન અપનાવવો.

(૮) તાઝિયતની મુદત મય્યિતના વફાતના દિવસથી ત્રણ દિવસ સુધીની છે. ત્રીજા દિવસ પછી તાઝિયત કરવા માટે જવું મકરૂહ છે.

જો કે, જો કોઈ વ્યક્તિ મુસાફરીમાં હોવાના કારણે ત્રણ દિવસની અંદર તાઝિયત માટે હાજર ન થઈ શકે, તો જ્યારે તે મુસાફરીથી પાછો ફરે, ત્યારે તેના માટે તાઝિયત કરવા જવું જાયઝ છે; ભલે પછી ત્રણ દિવસ વીતી ગયા હોય.

તાઝિયતની સુન્નતો અને આદાબ – ૨

(૯) માણસ માટે બીજી વખત તાઝિયત કરવી મકરૂહ છે, જ્યારે તેણે એક વખત તાઝિયત કરી લીધી હોય.

(૧૦) તદફીન (દફનાવવા) પછી તાઝિયત કરવી અફઝલ છે; પરંતુ તદફીન પહેલા તાઝિયત કરવી જાયઝ છે.

(૧૧) જો કોઈ શખ્સ કોઈ કારણથી તાઝિયત માટે હાજિર ન થઈ શક્યો, તો તે મૈય્યતના ઘરવાળાઓને તાઝિયતી ખત અથવા તાઝિયતી મેસેજ મોકલી દે.

(૧૨) હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે મૈય્યતના મુસીબતના માર્યા લોકોને નીચે આપેલ શબ્દોના ઝરિયે તાઝિયત ફરમાવી અને તસલ્લી આપી:

إِنَّ لِلّٰهِ مَا أَخَذَ وَلَهُ مَا أَعْطٰى وَكُلٌّ إِلٰى أَجَلٍ مُسَمًّى فَلْتَصْبِرْ وَلْتَحْتَسِبْ

“બેશક અલ્લાહ ત’આલાનું જ હતુ, જે તેણે લઈ લીધું અને તેનું જ છે, જે તેણે આપ્યું. દરેક વસ્તુ એક તય સમય (નિયત સમય/નિશ્ચિત સમયમર્યાદા) સુધી છે (પછી તે દુનિયાથી ઉઠાવી લેવામાં આવે છે); એટલા માટે તમે સબ્ર કરો અને અલ્લાહ ત’આલાથી સવાબની ઉમ્મીદ રાખો.”

Check Also

તાઝિયત (દિલાસો આપવા) ની સુન્નતો અને આદાબ – ૧

મુસીબત-ઝદા લોકો સાથે તાઝિયત ઇસ્લામ એક સર્વગ્રાહી (જામે’) અને મુકમ્મલ જીવનશૈલી છે. તેમાં ઇન્સાનની દરેક …