હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુના મોંથી હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુના અઝીમ ઇલ્મની તારીફ

في إحدى المرّات، سُئل سيّدنا عمر رضي الله عنه عن مسألة، وكان سيّدنا عبد الله بن مسعود رضي الله عنه جالسًا عنده. فالتفت سيّدنا عمر رضي الله عنه إليه، وطلب منه أن يُجيب عن تلك المسألة.

فلمّا أجاب سيّدنا عبد الله بن مسعود رضي الله عنه، أقرّ سيّدنا عمر رضي الله عنه جوابه وأثنى عليه قائلاً:
كنيف ملئ علما (أي: إنه كالكيس الصغير المملوء علمًا، يعني: قلبه مملوءٌ بالعلم الغزير على رغم صِغَر جِسمه وقِصَر قامته). (من الموطأ للإمام محمد، الرقم: ٦٠٧)

એક વખત હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુને એક મસઅલો પૂછવામાં આવ્યો. તે વખતે હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ તેમની પાસે બેઠેલા હતા. હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુની તરફ ફર્યા અને ફરમાવ્યું કે આપ આ મસઅલાનો જવાબ આપો.

જ્યારે હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ તે મસઅલાનો બેહતરીન જવાબ આપ્યો, તો હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ તેમના જવાબને સાચો કરાર આપ્યો અને તેમની તારીફ કરતા ફરમાવ્યું: તે એક એવી નાની થેલીની માનિંદ છે, જે ઇલ્મથી ભરેલી છે (એટલે કે જિસ્મની નાની કાયા અને કદના નાના હોવા છતાં તેમનું દિલ અને સીનું બેશુમાર ઇલ્મથી લબરેઝ છે).

Check Also

હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમથી હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુની મુશાબહત

سئل سيدنا حذيفة رضي الله عنه عن أقرب الناس سمتا برسول الله صلى الله عليه …