ઈસ્લામ ધર્મે મુસલમાનોં ને હુકૂકુલ્લાહ(અલ્લાહતઆલાનાં અધિકાર) અને હુકૂકુલઇબાદ (માણસોનાં અધિકાર) પૂરા કરવાનો આદેશ આપ્યો છે. હુકૂકુલઇબાદ (માણસોનાં અધિકાર) માં બે પ્રકારનાં અધિકાર હોય છે. (૧) તે અધિકાર જે દરેક મુસલમાન પર વ્યક્તિગત તરીકે વાજીબ છે. જેવી રીતે કે માં-બાપનાં અધિકાર, સગા-સંબંધીઓનાં અને પડોસીયોનાં અધિકાર વગેરે. (૨) તે અધિકાર જેનો સંબંધ બધા મુસલમાનોં ની સાથે સામૂહિક તરીકે છે. આ બીજા પ્રકારનાંજ સંબંઘમાં રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ છે કે દરેક મુસલમાન પર બીજા મુસલમાન ભાઇની સાથે અમૂક અધિકારો છે. તે અધિકારોમાંથી એક આ છે કે મુસલમાન પોતાનાં મુસલમાન ભાઈની જનાઝાની નમાઝ માં શરીક થાય.
જનાઝાની નમાઝ હુકૂકુલઇબાદ(માણસોનાં અધિકાર)માં થી છે
عن علي رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم للمسلم على المسلم ست بالمعروف يسلم عليه إذا لقيه ويجيبه إذا دعاه ويشمته إذا عطس ويعوده إذا مرض ويتبع جنازته إذا مات ويحب له ما يحب لنفسه (جامع الترمذي رقم ۲۷۳٦)
હઝરત અલી(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઇરશાદ ફરમાવ્યુ કે દરેક મુસલમાન નાં ઝિમ્મે બિજા મુસલમાનનાં છ(૬) અધિકારો છેઃ(૧) જ્યારે તે તેમને મળે તો તેમને સલામ કરે, (૨) જ્યારે તેઓ તેને દાવત(નિમંત્રણ) આપે, તો તેની દાવતને સ્વિકાર કરે,(૩) જ્યારે તે છીંકે (અને અલહમ્દુ લિલ્લાહ કહે), તો તેની છીંકનો જવાબ આપે(એટલે યરહમુકલ્લાહ કહે),(૪) જ્યારે તે માંદો પડી જાય, તો તેની ઇયાદત(ખબરઅંતર) કરે, (૫) જ્યારે તેનો ઇન્તેકાલ(મૃત્યુ) થઈ જાય, તો તે તેમનાં જનાઝામાં શરીક થાય, (૬) તેનાં માટે તેજ પસંદ કરે જે પોતાનાં માટે પસંદ કરે.
આ હદીષ થી સાબીત થાય છે કે જનાઝાની નમાઝ હુકૂકુલઇબાદ(માણસોનાં અધિકાર)માં થી છે. જનાઝાની નમાઝમાં શરીક થવુ તે બઘા મુસલમાનોં પર(જેમને મય્યિતની વફાતની ખબર હતી) ફર્ઝે કિફાયા છે. અગર અમૂક મુસલમાને જનાઝાની નમાઝ પઢી, તો બઘા મુસલમાનો નાં શીરેથી ફરઝિય્યત ખતમ થઈ જશે. અને અગર કોઈએ પણ જનાઝાની નમાઝ નહી પઢી તો બઘા મુસલમાન (જેમને મય્યિતની વફાતની ખબર હતી)ગુનેહગાર થશે.[૧]
Source: http://ihyaauddeen.co.za/?p=1844
[૧] ( والصلاة عليه ) صفتها ( فرض كفاية ) بالإجماع فيكفر منكرها لأنه أنكر الإجماع قنية ( كدفنه ) وغسله وتجهيزه فإنها فرض كفاية (الدر المختار ۲/۲٠۷).