સૌથી બહતર દુરુદ

હઝરત કઅબ બિન ઉજરા રદ઼િય અલ્લાહુ અન્હૂ ફરમાવે છે કે જ્યારે નીચે આપેલી આયતે-શરીફા નાઝિલ થઈઃ

إِنَّ الله وَمَلئِٰكَتَهُ يُصَلُّوْنَ عَلٰى النِّبِيِّ يٰأَيُّهَا الَّذِيْنَ آمَنُوْا صَلُّوْا عَلَيْهِ وَسَلِّمُوْا تَسْلِيْمًا

બેશક અલ્લાહ અને તેમના ફરિશ્તાઓ નબી (સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ) પર દુરૂદ મોકલે છે. (મતલબ કે અલ્લાહ તઆલા નબી સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ પર રહ઼મત નાઝિલ ફરમાવે છે અને ફરિશ્તાઓ નબી સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમના માટે દુઆ માંગે છે.) હે ઈમાન વાળાઓ ! તમે પણ દુરૂદ મોકલો અને ખૂબ સલામ મોકલા કરો.

તો સહાબા-એ-કિરામ રદ઼િય અલ્લાહુ અન્હુમે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમને વિનંતી કરી: હે અલ્લાહના રસૂલ! અમે તમારા પર સલામ મોકલવાનું તો જાણીએ છીએ (કારણ કે તમે અમને નમાઝના તશહ્હુદમાં તમારા પર સલામ કેવી રીતે મોકલવું તે શીખવ્યું છે), પરંતુ અમે જાણવા માંગીએ છીએ કે તમારા પર દુરૂદો-સલાત કેવી રીતે મોકલવુ? (કારણ કે અલ્લાહે કુરાન-મજીદ ની આ આયતમાં અમને તમારા પર દુરૂદો-સલાત મોકલવાનો આદેશ આપ્યો છે). તો મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમે ફરમાવ્યું: આ પઢા કરો:

اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَعَلٰى آلِ مُحَمَّدٍ كَمَا صَلَّيْتَ عَلٰى إِبْرَاهِيْمَ وَعَلٰى آلِ إِبْرَاهِيْمَ إِنَّكَ حَمِيْدٌ مَجِيْدٌ وَبَارِكْ عَلٰى مُحَمَّدٍ وَعَلٰى آلِ مُحَمَّدٍ كَمَا بَارَكْتَ عَلٰى إِبْرَاهِيْمَ وَعَلٰى آلِ إِبْرَاهِيْمَ إِنَّكَ حَمِيْدٌ مَجِيْدٌ

હે અલ્લાહ ! દુરૂદ ભેજ, હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ) પર અને તેમની આલ (ઔલાદ) પર, જેવી રીતે કે તમે દુરૂદ મોકલ્યું હઝરત ઈબ્રાહીમ (અલૈહિસ્સલામ) પર અને તેમની આલ (ઔલાદ) પર, હે અલ્લાહ ! બેશક તમો તારીફના કાબિલ અને બુઝુર્ગવાર છો. અને બરકત નાઝિલ ફરમા, હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ) પર અને તેમની આલ (ઔલાદ) પર, જેવી રીતે કે બરકત નાઝિલ ફરમાવી તમે હઝરત ઈબ્રાહીમ (‘અલૈહિસ્સલામ) પર અને તેમની આલ (ઔલાદ) પર. બેશક તમો તારીફના કાબિલ અને બુઝુર્ગવાર છો.

કેટલીક રિવાયતોમાં આવે છે કે એક સહાબી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની ખિદમતમાં આવ્યા અને આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ પર દરૂદ વ સલાત મોકલવાની રીત પૂછી. તેના જવાબમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે દરૂદે-ઇબ્રાહીમનો ઝિક્ર ફરમાવ્યો.

આ વાત મુમકિન છે કે આ બે અલગ-અલગ વાકિઆઓ પેશ આવ્યા હોય. પહેલામાં કેટલાક સહાબા-એ-કિરામ (રઝ઼િયલ્લાહુ અ઼ન્હુમ) દર્યાફ્ત કરવા આવ્યા હતા, અને બીજામાં એક સહાબી દર્યાફ્ત કરવા આવ્યા હતા. બંને મોકા પર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે દરૂદે-ઇબ્રાહીમનો ઝિક્ર ફરમાવ્યો.

બુખારી-શરીફની રિવાયત, જે હઝરત અબ્દુર-રહમાન બિન-અબી લૈલા રહ઼િમહુલ્લાહથી મન્કૂલ છે, આ વાત પર રોશની નાખે છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે કઈ રીતે સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અન્હુમને દરૂદે-ઇબ્રાહીમ શીખવ્યું અને સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુમે દરૂદે-ઇબ્રાહીમને કેટલી અહેમિયત આપી હતી.

હઝરત અબ્દુર્રહમાન (રહ઼િમહુલ્લાહ) કહે છે:

મારી મુલાકાત હઝરત કઅબ બિન ઉજ્રહ (રદિ.) થી થઇ, તેઓ ફરમાવા લાગ્યા કે હું તમને એક એવો હદિયો ન આપું જે મેં હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી સાંભળ્યુ છે, મેં અરજ કરી જરૂર મર્રહમત ફરમાવો (અર્પણ કરો). એમણે ફરમાવ્યું કે અમે હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) થી અરજ કરી, યા રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) આપ પર દુરૂદ કયા શબ્દોથી પઢવામાં આવે. કારણકે આ તો અલ્લાહ તઆલાએ અમને બતલાવી દીઘુ કે આપ પર સલામ કેવી રીતે મોકલે. હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) ઈરશાદ ફરમાવ્યું કે આવી રીતે દુરૂદ પઢ્યા કરો:

اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَعَلٰى آلِ مُحَمَّدٍ كَمَا صَلَّيْتَ عَلٰى إِبْرَاهِيْمَ وَعَلٰى آلِ إِبْرَاهِيْمَ إِنَّكَ حَمِيْدٌ مَجِيْدٌ اَللّٰهُمَّ بَارِكْ عَلٰى مُحَمَّدٍ وَعَلٰى آلِ مُحَمَّدٍ كَمَا بَارَكْتَ عَلٰى إِبْرَاهِيْمَ وَعَلٰى آلِ إِبْرَاهِيْمَ إِنَّكَ حَمِيْدٌ مَجِيْدٌ

હે અલ્લાહ! દુરૂદ મોકલો મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) પર અને એમની આલ પર જેવી રીતે કે તમે દુરૂદ મોકલ્યુ હઝરત ઈબ્રાહિમ (અલૈહિસ્સલામ) પર અને એમની આલ (ઔલાદ) પર, હે અલ્લાહ! બેશક તમે તારીફ ના કાબિલ ખૂબિયોંવાળા અને બુઝુર્ગ છો, હે અલ્લાહ! બરકત નાઝિલ ફરમા મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) પર અને એમની આલ (અવલાદ) પર જેવી રીતે કે બરકત નાઝિલ ફરમાવી તમે હઝરત ઈબ્રાહિમ (અલૈહિસ્સલામ) પર અને એમની આલ (ઔલાદ) પર, બેશક તમે તારીફના કાબિલ ખૂબિયોંવાળા અને બુઝુર્ગ છો.

હઝરત શૈખુલ-હદીસ મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા કાંધલવી રહ઼િમહુલ્લાહ ફરમાવે છે કે હઝરત કઅ઼બ બિન-ઉજ્રહ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુની ઉપર ઝિક્ર કરવામાં આવેલી હદીસમાં હદિયા આપવાનો (એટલે કે દરૂદે-ઇબ્રાહીમની ભેટ આપવાનો) ઝિક્ર છે.

સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુમના દરમિયાન મહેમાનોને હદિયા આપવાની આદત હતી. સહાબા-એ-કિરામ ખાવા-પીવાની ચીજો કે બીજી માદ્દી ચીજો હદિયા આપવાને બદલે એકબીજાને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમનો ઝિક્ર અથવા આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની અહાદીસે-મુબારકા આપવાને તર્જીહ આપતા હતા. એવી ચીજો તેમની નજરમાં દુનિયાની માદ્દી ચીજોથી ક્યાંય વધારે કિંમતી હતી અને તેમની જિંદગીઓ આ વાતની ગવાહ હતી. આ જ વજહ છે કે હઝરત કઅ઼બ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ દરૂદે-ઇબ્રાહીમને તોહફો કહ્યો. (ફઝાઇલે-દરૂદ, પેજ: ૫૬)

(તર્જીહ = કોઈ એક વસ્તુ, વિચાર કે વ્યક્તિને બીજી વસ્તુ કરતાં વધુ બેહતર કે મહત્વની ગણવી તેને ‘તર્જીહ આપવી’ કહેવાય છે.)

Check Also

સલાત ‘અલન્નબી ના મતલબો

ઉલમાઓએ અહીં સલાત ‘અલન્નબી (નબી સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર દરુદ-શરીફ મોકલવાના) કેટલાય માયના (અર્થ) બયાન …