ઉસ્તાદની બે-અદબી ઇલ્મથી મહ઼રૂમ થવાનું કારણ

શેખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહમતુલ્લાહી અલૈહએ એક વખત ઇરશાદ ફરમાવ્યું:

“મારી ખૂબ એહતિમામ સાથે તમારા લોકોથી દરખાસ્ત છે કે ઇલ્મ હાસિલ કરવામાં જેટલી પણ તવાઝુ થઈ શકે (કરજો), ઝબાની નહીં, બલ્કે દિલથી ઇખ્તિયાર કરજો.

જો તમે ચાહતા હોવ કે ઇલ્મ હાસિલ થઈ જાય, તો ઉસ્તાદનો અદબ કરજો. જેટલો અદબ કરશો, એટલો જ ઇલ્મ હાસિલ થશે.

મેં મારા બચપણના દોરમાં ખુદ જોયું છે કે તે વખતે મુસલમાન ઉસ્તાદનો ગૈર-મુસ્લિમ શાગિર્દ અને ગૈર-મુસ્લિમ ઉસ્તાદનો મુસલમાન શાગિર્દ બહુ મોટા દરજ્જાના હોદ્દેદાર બન્યા પછી પણ પોતાના ઉસ્તાદનો ઇકરામ કરતો હતો.”

(મલ્ફૂઝાતે-હઝરત શેખ રહમતુલ્લાહી અલૈહ, હિસ્સો અવ્વલ, પેજ: ૩૬-૩૭)

Check Also

આખોય આધાર હક ત’આલાની નજરમાં સારા હોવા પર છે

હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼્મતુલ્લાહ ‘અલૈહ એક વાર ઈર્શાદ ફરમાવ્યું (કહ્યું): માણસ ભલે ગમે …