જુમઆનાં દિવસે દુરૂદ શરીફ પઢવાની મહાન ફઝીલત

عن أوس بن أوس قال: قال رسول الله صلى الله عليه وسلم: إن من أفضل أيامكم يوم الجمعة فيه خلق آدم وفيه قبض وفيه النفخة وفيه الصعقة فأكثروا علي من الصلاة فيه فإن صلاتكم معروضة علي قال: قالوا: يا رسول الله وكيف تعرض صلاتنا عليك وقد أرمت يقولون بليت فقال: إن الله عز وجل حرم على الأرض أجساد الأنبياء (سنن أبي داود، الرقم: ۱٠٤۷، وقال الحاكم في مستدركه، الرقم: ۱٠۲۹: هذا حديث صحيح على شرط البخاري ولم يخرجاه وأقره الذهبي)‏

હઝરત ઔસ બિન ઔસ (રદિ.) થા રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “તમારા અફઝલ દિવસોમાંથી જુમઆ નો દિવસ અફઝલ દિવસ છે. આજ દિવસે આદમ (અલૈ.) ને પૈદા કરવામાં આવ્યા. આજ દિવસે તેમની વફાત (મૃત્યુ) થઈ. આજ દિવસે સૂર ફુંકવામાં આવશે અને આજ દિવસે (સૂરની અવાજથી) લોકો બેહોશ થઈ જશે. તેથી તમે તે દિવસે (જુમ્આનાં દિવસે) મારા પર વધારે પ્રમાણમાં દુરૂદ મોકલો. કારણકે તમારા દુરૂદ મારી સામે પેશ કરવામાં આવે છે.” સહાબએ કિરામ (રદિ.) સવાલ કર્યો  હૈ અલ્લાહનાં રસૂલ ! અમારા દુરૂદ કેવી રીતે તમારી સામે પેશ કરવામાં આવશે જ્યારે કે તમે બોસીદા થઈ ગયા હશો? તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “અલ્લાહ તઆલાએ અંબિયા (અલૈ.)નાં શરીરોને જમીન પર હરામ કરી દીધા છે.”

સહાબએ કિરામ (રદિ.) નાં દિલોમાં રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની બેપનાહ મોહબ્બત

સુલહે હુદૈબિયહનાં મૌકા પર ઉરવા બિન મસ્ઊદ (રદિ.) (જેવણ હજી સુઘી ઈસ્લામ કબૂલ નહી કર્યુ હતુ) કુરૈશનાં પ્રતિનિઘિ (નુમાઈન્દા) ની હૈસિયતથી રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ખિદમતમાં હાજર થયા અને નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સાથે સહાબએ કિરામ (રદિ.) ના વરતાવ અને વ્યવ્હારને ઘ્યાનથી અવલોકન કર્યુ.

પછી જ્યારે તે કુરૈશની પાસે પહોંચ્યા, તો તેવણે પોતાનાં પ્રભાવો એવી રીતે બયાન ફરમાવ્યાઃ હે મારી કૌમ ! મેં કૈસરો કિસરા અને નજાશી અને મોટા મોટા બાદશાહોનાં દરબાર જોયા છે, પણ મેં જેવુ માન-સન્માન અને મુહબ્બત મુહમંદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં સાથિયોમાં જોઈ છે, તેવુ માન-સન્માન ક્યાંય નથી જોયુ. જ્યારે તેમનાં મોંથી થુક નિકળે છે, તો તે જમીન પર હજી જમીન પર પડવા પેહલા તેમના સાથીઓ તેને હાથો હાથ લઈ લે છે જેથી કે તેને પોતાનાં ચેહરાવો અને શરીરો પર લગાડી (ચોપડી) લે (તેનાંથી બરકત હાસિલ કરવા માટે). એવીજ રીતે જ્યારે તે કોઈ હુકમ ફરમાવે છે, તો દરેક વ્યક્તિ આ ખ્વાહિશ કરે છે કે સૌથી પેહલા હું તે હુકમને પૂરો કરુ. જ્યારે તે વુઝુ ફરમાવે છે, તો તેમના વુઝુનું પાણી લેવા માટે એવી રીતે ઉતાવળ કરે છે કે એવુ લાગે કે તેઓ એક-બીજા સાથે લડી પડશે. જ્યારે તેવણ વાત કરે છે તો દરેક ખામોશ થઈ જાય છે અને અદબો એહતેરામનાં કારણે કોઈ પણ તેમની તરફ આંખ ઉઠાવીને જોવાની હિમ્મત નથી કરતા. (બુખારી શરીફ)

હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં રવઝએ મુબારક પર કોઈકની તરફથી સલામ પહોંચાડવુ

હઝરત યઝીદ બિન અબી સઈદ અલ મદની (રહ.) ફરમાવે છે કે

એક વખત (જ્યારે મેં મદીના મુનવ્વરહનાં સફરનો ઈરાદો કર્યો, તો રવાનગીથી પેહલા) હું હઝરત ઉમર બિન અબ્દુલ અઝીઝ (રહ.) ની ખિદમતમાં હાજર થયો. હઝરત ઉમર બિન અબ્દુલ અઝીઝ (રહ.) મારાથી ફરમાવ્યુઃ મારી એક તમન્ના છે અને હું ચાહતો છું કે તમો તેની તકમીલ કરી લો. મેં અરજ કર્યુઃ અમીરૂલ મોમિનીનઃ તમારી શું તમન્ના છે જેની હું તકમીલ કરી દવું?

તેવણે જવાબ આપ્યોઃ જ્યારે તમો મદીના મુનવ્વરહ પહોંચો અને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં રવઝએ મુબારકની સામે હાજર થઈ જાવો, તો તમો મારા સલામ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને પહોંચાડી દો. (શોઅબુલ ઈમાન, અલકવલુલ બદીઅ)

يَا رَبِّ صَلِّ وَ سَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...