
હઝરત મૌલાના અશરફ ‘અલી થાનવી રહ઼્મતુલ્લાહી ‘અલૈહ
હઝરત હકીમુલ-ઉમ્મત મૌલાના અશરફ ‘અલી થાનવી રહ઼્મતુલ્લાહી ‘અલૈહ હાલના જમાનાના એક બહુ મોટા આલિમે-દીન અને બુઝુર્ગ હતા. હઝરત રહ઼્મતુલ્લાહી ‘અલૈહ સન ૧૨૮૦ હિજરીમાં થાના ભવનમાં પેદા થયા અને ૧૬ રજબ ૧૩૬૨ હિજરી (મુતાબિક ૨૦ જુલાઈ ૧૯૪૩) ના રોજ ૮૩ વર્ષની ઉંમરે વફાત પામ્યા.
હઝરત રહ઼્મતુલ્લાહી ‘અલૈહ હજી નાના જ હતા કે તેમના વાલિદા-માજિદા અલ્લાહને પ્યારા થઈ ગયા; જેથી કરીને તેમના વાલિદ-માજિદે તેમની પરવરિશ (ઉછેર) કરી.
અલ્લાહ ત’આલાએ હઝરત રહ઼્મતુલ્લાહી ‘અલૈહને બચપણથી જ તકવા (પરહેઝગારી) થી નવાજ્યા હતા; જેમ કે હઝરત રહ઼્મતુલ્લાહી ‘અલૈહ વિશે મન્કૂલ (વર્ણવાયેલું) છે કે તેઓ બાર વર્ષની ઉંમરથી જ તહજ્જુદની નમાઝના પાબંદ હતા.
અલ્લાહ ત’આલાએ હઝરત રહ઼્મતુલ્લાહી ‘અલૈહને દીનની ખિદમત માટે કબૂલ ફરમાવી લીધા હતા; આ જ કારણ છે કે હઝરત રહ઼્મતુલ્લાહી ‘અલૈહએ દીનના અલગ-અલગ ઉલૂમ અને ફુનૂનમાં (ઇલ્મો અને ફનોમાં) તકરીબન એક હજાર કિતાબો તસ્નીફ (લખી) ફરમાવી છે, જેમાં તફસીર, હદીસ, તસવ્વુફ, ફિકહ, તજવીદ વગેરે શામેલ છે. આ એ વાતની ખુલ્લી દલીલ છે કે અલ્લાહ ત’આલાએ હઝરત રહ઼્મતુલ્લાહી ‘અલૈહના વખતમાં બેપનાહ બરકત રાખી હતી.
જ્યારે આપણે હઝરત રહ઼્મતુલ્લાહી ‘અલૈહની જિંદગીનો જાયઝો લઈએ છીએ, તો આપણને માલૂમ થાય છે કે હઝરત રહ઼્મતુલ્લાહી ‘અલૈહ શરીઅત પર મજબૂતીથી કાયમ રહેતા હતા અને પૂરા એહતિમામ અને પાબંદી સાથે રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમની મુબારક સુન્નતો પર અમલ કરતા હતા. આ જ કારણે અલ્લાહ ત’આલાએ તેમને દુનિયાભરમાં મકબૂલિયત અતા કરી હતી.
નીચે આપણે હઝરત રહ઼્મતુલ્લાહી ‘અલૈહની જિંદગીના થોડા એવા વાકિયાત ઝિક્ર કરીશું, જેનાથી આપણે અંદાજો લગાવી શકીશું કે સફર દરમિયાન હઝરતનો તર્ઝે-અમલ (કામ કરવાનો તરીકો/વર્તણૂક) શું હતો અને અલ્લાહના આ અઝીમ વલીએ દરેક વખતે શરીઅત અને સુન્નતને કઈ રીતે કાયમ રાખી.
કુલીઓને મુનાસિબ મજૂરી આપવી
સામાન ઉઠાવડાવતા પહેલાં જ કુલીઓ સાથે ઉજરત (મજૂરી) નક્કી ફરમાવી લેતા, પછી જ સામાન ઉઠાવડાવતા; કારણ કે આપ (તે જમાનાની) રેલ્વેની નક્કી કરેલી (સરકારી) ઉજરત પર સામાન ઉઠાવડાવવો જાયઝ ન સમજતા હતા. આપ ફરમાવતા હતા કે દસ્તૂર કોઈ ચીજ નથી, મજૂરને ખુશ કરવો એ જરૂરી ચીજ છે. (સીરતે-અશરફ, પેજ ૨૧૦)
લગેજ ચાર્જ આપવો
આપ લગેજ ચાર્જ ચુકવ્યા વગર કોઈ ચીજ રેલ્વેથી ન લઈ જતા. જો જરા પણ કોઈ ચીજમાં શક થતો કે આ નક્કી વજન કરતાં વધારે હશે, તો આપ તેને તરતજ વજન કરાવતા અને તેનો ચાર્જ અદા કરતા.
આનો એટલો બધો એહતિમામ હતો કે એક વખત સહારનપુરથી કાનપુર જતી વખતે થોડા શેરડીના સાંધા (સાંઠા) સાથે હતા. જ્યારે પૈસા ચુકવવા માટે તેને તોલાવવા લાગ્યા, તો કોઈ તોલવા તૈયાર ન થાય; ત્યાં સુધી કે રેલ્વેના ગૈર-મુસ્લિમ મુલાઝિમ (કર્મચારીઓ) પણ કહેવા લાગ્યા કે: “હઝરત! તમે આને એમ જ લઈ જાઓ, તોલાવવાની કોઈ જરૂર નથી. અમે ગાર્ડને કહી દઈશું.”
હઝરતે ફરમાવ્યું: “આ ગાર્ડ ક્યાં સુધી જશે?” જવાબ મળ્યો: “ગાઝિયાબાદ સુધી.” ફરમાવ્યું: “ગાઝિયાબાદથી આગળ શું થશે?” કહેવામાં આવ્યું કે: “તે બીજા ગાર્ડને કહી દેશે અને તે કાનપુર સુધી પહોંચાડી દેશે, જ્યાં તમારો સફર ખતમ થઈ જશે.”
હઝરત ફરમાવવા લાગ્યા: “નહીં, સફર ત્યાં ખતમ નહીં થાય; ખરેખર તો આગળ એક બીજો આખિરતનો સફર પણ છે. ત્યાંની શું વ્યવસ્થા થશે?”
આ સાંભળીને ત્યાં હાજર બધા લોકો આંગળા મોમાં ઘાલી ગયા, જેમાં ભણેલા-ગણેલા હિન્દુ બાબુ પણ હતા. તેઓ કહેવા લાગ્યા કે આ જમાનામાં પણ ખુદાના આવા ઈમાનદાર બંદા મોજૂદ છે, જે ખુદાથી ડરીને આટલી એહતિયાત (સાવચેતી) રાખે છે. (સીરતે-અશરફ, પેજ ૨૧૧)
કિરાયાની અદાયગી
આ મામલામાં પણ આપ બહુ ચોક્કસ (સાવધ) હતા. વગર ટિકિટે અને વગર ભાડૂ ચૂકવે સફર ક્યારેય ન ફરમાવતા, અને ન કોઈ બીજાને એવું કરવા દેતા.
એક વખત એક તાલિબે-ઇલ્મ હઝરતની ઝિયારત માટે થાના ભવન આવ્યો. હઝરત તે વખતે સફર પર જઈ રહ્યા હતા, તેથી તે તાલિબે-ઇલ્મ વખતની તંગીના કારણે ગાર્ડને કહીને ટિકિટ લીધા વગર હઝરત સાથે ડબ્બામાં સવાર થઈ ગયો. બીજા સ્ટેશન ‘નાનૌતા’ પર જ્યારે ગાર્ડને ભાડૂ આપવા લાગ્યો, તો ગાર્ડએ કહ્યું: “મામૂલી કિરાયું છે, તું ગરીબ માણસ છે, જા (રહેવા દે).”
તે તાલિબે-ઇલ્મે આવીને હઝરતને જણાવ્યું કે આ મામલો બન્યો છે. આના પર તેમણે ફરમાવ્યું: “ગાર્ડ રેલ્વે કંપનીનો નોકર છે, રેલનો માલિક નથી. એટલા માટે અહીંયા સુધીનું કિરાયું (ભાડૂ) બરાબર તારા માથે બાકી છે. તું એટલા રૂપિયાની ટિકિટ ખરીદીને તેને ફાડી નાખ; જેથી કંપનીનો હક અદા થઈ જાય અને તું બંદાઓના હકમાંથી બરી થઈ જાય.”
તે જ ડબ્બામાં એક અંગ્રેજી ભણેલો આર્ય સામાજી પ્રચારક પણ બેઠો હતો. તેણે આ બધી વાતચીત સાંભળીને કહ્યું: “હું તો પહેલાં ખુશ થયો હતો કે ગાર્ડએ એક ગરીબ પર તરસ ખાધો છે; પણ તમારી તકરીર (વાત) સાંભળીને હવે મહેસૂસ કરી રહ્યો છું કે મારી તે ખુશી બેઈમાનીની હતી.” (સીરતે-અશરફ, પેજ ૨૧૧-૨૧૨)
રેલ્વેવાળાઓનો ભરોસો
આ જ કારણસર હઝરત અને તેમની સાથે જોડાયેલા લોકો પર રેલ્વેવાળાઓનો ભરોસો એટલો વધી ગયો હતો કે જ્યારે પણ તેઓ કોઈ મોતબર (ભરોસામંદ) સૂરતવાળા માણસને થાના ભવન તરફ જતો જોતા, તો ન તેની ટિકિટ ચેક કરતા અને ન તેને સામાન તોલાવવા માટે રોકતા-ટોકતા; એટલું જ નહીં પણ પૂરા યકીન સાથે કહેતા કે: “આ તો થાના ભવન મૌલાના સાહેબ પાસે જઈ રહ્યા છે. ત્યાં જવાવાળા ન ક્યારેય વિના ટિકિટ સફર કરે છે અને ન સામાન તોલાવ્યા વગર ગાડીમાં સવાર થાય છે.” (સીરતે-અશરફ, પેજ ૨૧૨)
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી