ઝકાતની તારીખ કેવી રીતે નક્કી કરવામાં આવશે

સવાલ- ઝકાત ક્યારે ફર્ઝ થશે અને ઝકાત કાઢવાની તારીખ કેવી રીતે નક્કી કરવામાં આવશે?

જવાબ- જ્યારે કોઈ માણસ ઝકાતના નિસાબ (નિર્ધારિત અભ્યાસક્રમ) નાં બરાબર માલ નો માલિક થઈ જાય અને તે માલ તેમની પાસે પૂરા એક વર્ષ સુઘી રહે. તે દિવસથી જ્યારથી એમને મળ્યા (ઈસ્લામી વર્ષનાં એતિબારથી), તો તે માલ પર ઝકાત ફર્ઝ થશે.

ઉદાહરણ તરીકે ઝકાતનો નિસાબ (નિર્ધારિત અભ્યાસક્રમ) પાંત્રીસ હઝાર રૂપિયા છે. ઝૈદ ઈસ્લામી વર્ષ સ.હિ ૧૪૪૩ નાં મુહર્રમ મહીનાની પેહલી તારીખે પાંત્રીસ હજાર રૂપિયાનો માલિક થયો અને આ રૂપિયા પૂરા ઈસ્લામી વર્ષ તેમની સંપત્તિમાં રહે, તો પેહલી મુહર્રમ સ.હિ ૧૪૪૪ નાં તે માલ (પાંત્રીસ હઝાર રૂપિયા) પર ઝકાત ફર્ઝ થશે.

આ મસઅલો પણ ધ્યાનમાં રહે કે અગર વર્ષનાં દરમિયાનમાં માલ ઓછો થઈ જાય દાખલા તરીકે પાંત્રીસ હજાર રૂપિયામાંથી પાંચ હજાર રૂપીયા ઓછા થઈ ગયા, પણ વર્ષનાં અંતમાં તે માલ પાંત્રીસ હજાર અથવા તેનાંથી વઘારે થઈ જાય, તો ઝકાત ફર્ઝ થશે. અને જો વર્ષનાં દરમિયાનમાં પૂરો માલ પાંત્રીસ હજાર ખતમ થઈ જાય (એટલે કે કંઈ પણ બાકી ન રહે) તો એક વર્ષ પછી અગર જો ઝકાત નો પૂરો નિસાબ પ્રાપ્ત કરીકે લે તો ઝકાત ફર્ઝ નહી થશે. હાં, માલ પૂરો થઈ જવા પછી જ્યારથી એમને ફરીથી ઝકાતનો નિસાબ મળે જ્યારે એક વર્ષ તે માલ પર પૂરો થઈ જાય તો તે માલ પર ઝકાત ફર્ઝ થશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(وشرط كمال النصاب) ولو سائمة (في طرفي الحول) في الابتداء للانعقاد وفي الانتهاء للوجوب (فلا يضر نقصانه بينهما) فلو هلك كله بطل الحول

قال العلامة ابن عابدين – رحمه الله -: قوله (وشرط كمال النصاب إلخ) أي ولو حكما لما في البحر والنهر لو كان له غنم للتجارة تساوي نصابا فماتت قبل الحول فدبغ جلودها وتم الحول عليها كان عليه الزكاة إن بلغت نصابا ولو تخمر عصيره الذي للتجارة قبل الحول ثم صار خلا وتم الحول عليه وهو كذلك لا زكاة عليه لأن النصاب في الأول باق لبقاء الجلد لتقومه بخلافه في الثاني وروى ابن سماعة أنه عليه الزكاة في الثاني أيضا قوله (للانعقاد) أي انعقاد السبب أي تحققه بتملك النصاب ط قوله (للوجوب) أي لتحقق الوجوب عليه ط قوله (فلو هلك كله) أي في أثناء الحول بطل الحول حتى لو استفاد فيه غيره استأنف له حولا جديدا وتقدم حكم هلاكه بعد تمام الحول في زكاة الغنم قال في النهر ومنه أي من الهلاك ما لو جعل السائمة علوفة لأن زوال الوصف كزوال العين (رد المحتار ۲/۳٠۲)

ولو هلك كله بطل الحول (حاشية الطحطاوي على مراقي الفلاح صـ ۷۱۷)

العبرة في الزكاة للحول القمري كذا في القنية (الفتاوى الهندية ۱/۱۷۵)

وإذا كان النصاب كاملا في طرفي الحول فنقصانه فيما بين ذلك لا يسقط الزكاة كذا في الهداية (الفتاوى الهندية ۱/۱۷۵)

 

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/31

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?