દાઢીના મસ્અલામાં હઝરત મદની રહ઼મતુલ્લાહી ‘અલૈહિની કડકાઈ

શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼મતુલ્લાહી ‘અલૈહિએ એક વખત ઇર્શાદ ફરમાવ્યું:

હઝરત મદની રહ઼િમહુલ્લાહ આખિર ઉમ્રમાં દાઢીના મસ્અલા પર ખૂબજ શિદ્દતથી તંબીહ ફરમાવ્યા કરતા હતા.

મારાથી હઝરતના કેટલાક જેલના સાથીઓએ કહ્યું કે એક તમારા અખ્લાક છે, એક તેમના અખ્લાક કે તે હઝરત દાઢીને લઈને બેસી ગયા.

ભલા કોઈ વાત થઈ. આ એતિરાઝ કરવા વાળો શખ્સ મારો મુલાકાતી હતો. મેં તેને કહ્યું: અરે બેવકૂફ! મેરા ઇસ પર શિદ્દત ન કરના ‘ઝોફે-ઈમાની’ (ઈમાનની કમજોરી) હૈ ઔર વો હઝરત કા ‘કમાલે-ઈમાની’ હૈ.

જુઓ! નામુનાસિબ વાત પર ટોકવું પણ ‘ખુલ્કે-હસન’ (સારા અખ્લાક) છે, બદ-ખુલ્કી નથી; બલ્કે ન ટોકવું એ ઈમાની કમજોરી છે; પરંતુ જો કોઈ જગ્યાએ ટોકવા અને નકીર કરવાથી વધારે ખતરો બગડવાનો હોય, તો બીજી બાત છે. ત્યાં બેશક ફક્ત દિલથી સુધારની દુઆ કરવી જોઈએ કે આ પણ ઈમાનનો એક હિસ્સો છે; પરંતુ કોઈ મજબૂરી કે ખાસ કારણ વગર આંખ આડા કાન કરવા ‘મુદાહનત’ છે.

હાં! પોતાના નફ્સને જરૂર જોતા રહેવું જોઈએ કે એવું તો નથી કે તાલ્લુકવાળા સાથે આંખ આડા કાન કરે અને બીજા પર નકીર. (મલફૂઝાતે હઝરત શૈખ રહ઼િમહુલ્લાહ, હિસ્સો અવ્વલ, સફા ૨૭-૨૮)

Check Also

એક મોમિનની જિંદગી પર નમાઝનો મોટો અસર

હઝરત મૌલાના મુહમ્મદ ઇલ્યાસ સાહેબ રહ઼િમહુલ્લાહે એક વખત ઈર્શાદ ફરમાવ્યું: “અમારા નજદીક ઇસ્લાહ (સુધાર) ની …