એક મોમિનની જિંદગી પર નમાઝનો મોટો અસર

હઝરત મૌલાના મુહમ્મદ ઇલ્યાસ સાહેબ રહ઼િમહુલ્લાહે એક વખત ઈર્શાદ ફરમાવ્યું:

“અમારા નજદીક ઇસ્લાહ (સુધાર) ની ગોઠવણ આ પ્રમાણે છે કે (કલિમા-એ-તય્યિબા દ્વારા ઇમાની કરારના નવીનીકરણ પછી) સૌથી પહેલાં નમાઝોની દુરસ્તી અને તક્મીલ (પૂરી કરવાની) ની ફિકર કરવી જોઈએ.

નમાઝની બરકતો બાકીની આખી જિંદગીને સુધારી દેશે. નમાઝની દુરસ્તી જ આખી જિંદગીના સુધારાનો સર-ચશ્મો (મુખ્ય સ્ત્રોત) છે અને નમાઝના જ સુધાર અને કમાલથી બાકીની જિંદગી પર સલાહિય્યત (યોગ્યતા) અને કમાલ નો ફૈઝાન (વરસાદ) થાય છે. (મલ્ફૂઝાત હઝરત મૌલાના મુહમ્મદ ઇલ્યાસ રહ઼િમહુલ્લાહ, પેજ ૮૭-૮૮)

Check Also

દેવું ચૂકવવામાં આસાની માટે એક ટિપ

શેખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝ઼કરિય્યા રહ઼િમહુલ્લાહે એક વાર ઇર્શાદ ફરમાવ્યું: એક વાત કહું છું, ભલે …