હઝરત અબ્દુર્રહ઼્માન રઝ઼િયલ્લાહુ અન્હુ માટે જન્નતના સમાચાર

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું:

عبد الرحمن في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سنن الترمذي، الرقم: ٣٧٤٧)

અબ્દુર્રહ઼્માન જન્નતમાં હશે (એટલે ​​કે તે એવા લોકોમાંથી છે જેમને આ દુનિયામાં જ જન્નતની ખુશખબરી આપવામાં આવી હતી.)

હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુની ઈમામત

સહાબા-એ-કિરામ (રઝિ.) ગઝવા-એ-તબુકના સફરમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની સાથે મુસાફરી કરી રહ્યા હતા. એક જગ્યાએ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ સહાબા-એ-કિરામ (રઝિ.)ને છોડીને કઝા-એ-હાજત માટે ગયા.

ફજરનો સમય પૂરો થવામાં વધુ સમય બાકી ન હોવાથી સહાબા-એ-કિરામ (રઝિ.)ને ડર હતો કે ફજરનો સમય પૂરો થઈ જશે, તેથી તેઓએ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પાછા ફરે તેની રાહ ન જોઈ; અને તેમણે હઝરત હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુને તેમની ફજરની નમાજની ઇમામત કરવા વિનંતી કરી.

હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુએ વિનંતી સ્વીકારી લીધી અને નમાઝ શરૂ કરી દીધી. જ્યારે તેઓ નમાઝ પઢાવી રહ્યા હતા, ત્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પાછા આવ્યા અને નમાઝમાં જોડાય ગયા. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુની પાછળ સફમાં ઉભા થઈ ગયા.

કેટલાક સહાબા (રઝિ.) એ તસ્બીહ પઢવા લાગ્યા જેથી હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ના પાછા ફરવાની ખબર થઈ જાય અને તેઓ પાછળ હટી જાય જેથી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ તેમના ઇમામ બને.

જ્યારે હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુને ખબર પડી કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ તેમની પાછળ ઉભા છે, ત્યારે તેમણે પાછળ હટવાનો ઇરાદો કર્યો પરંતુ આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હાથથી ઈશારો કર્યો કે તેઓ જ્યાં છે ત્યાં ઊભા રહે અને ઇમામત કરતા રહે.

નમાજ પૂરી કર્યા પછી, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે સહાબા-એ-કિરામ (રઝિ.) ને સંબોધીને ફરમાવ્યું: તમે એક સારું કામ કર્યું છે અથવા તેમણે તેમને ફરમાવ્યું: તમે ઠીક કર્યું છે (તમે મારી રાહ ન જોઈ અને નમાઝ શરૂ કરી દીધી).

Check Also

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ ના માથા પર અમામા બાંધવુ

عندما أمّر رسول الله صلى الله عليه وسلم سيدنا عبد الرحمن بن عوف رضي الله …