حدّد سيدنا عمر رضي الله عنه قبل موته ستة من الصحابة الكرام رضي الله عنهم وأمرهم باختيار الخليفة من بينهم، وكان منهم سيدنا الزبير رضي الله عنه.
قال سيدنا عمر رضي الله عنه عنهم: ما أجد أحدا أحق بهذا الأمر من هؤلاء النفر الذين توفي رسول الله صلى الله عليه وسلم وهو عنهم راض، فسمى عليا، وعثمان، والزبير، وطلحة، وسعدا، وعبد الرحمن (صحيح البخاري، الرقم: ٣٧٠٠)
હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુએ તેમના ઇન્તિકાલ પહેલા છ સહાબા-એ-કિરામ રદ઼િય અલ્લાહુ અન્હુમનું એક જૂથ બનાવ્યું હતું અને તેઓને હુકમ આપ્યો હતો કે તેમાંથી આગામી ખલીફાનો ઇન્તિખાબ કરે. તે જૂથમાં હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હુ પણ હતા.
હઝરત ઉમર રદ઼િય અલ્લાહુ અન્હુએ આ પણ ફરમાવ્યું હતું કે હું આ છ સહાબા-એ-કિરામ રદ઼િય અલ્લાહુ અન્હુમથી વધુ કોઈને ખિલાફત માટે લાયક નથી સમજતો. કારણ કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ આ દુનિયામાંથી વિદાય થયા, આ હાલતમાં કે આપ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) તેમનાથી ખૂબ જ ખુશ અને રાજી હતા.
હઝરત ઝુબૈર રદી અલ્લાહુ અન્હુએ પોતાના છોકરાઓના નામ શહીદ સહાબા રદ઼િય અલ્લાહુ અન્હુમના નામ પરથી રાખ્યા
હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હુએ એકવાર ફરમાવ્યું:
બેશક, તલ્હા બિન ઉબૈદુલ્લાહ રદ઼િય અલ્લાહુ અનહુએ તેમના બાળકોના નામ નબીઓના (અલૈહિમુસ્સલામ) નામ પરથી રાખ્યા છે, આ જાણવા છતા કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પછી કોઈ નબી (અવતાર) આવશે નહીં.
તે પછી હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હુએ ફરમાવ્યું, “હું મારા છોકરાઓનાના નામ શહીદ (સહાબા-એ-કિરામ રદ઼િય અલ્લાહુ અન્હુમ)ના નામ પર રાખું છું, જેથી મારા છોકરાઓ પણ શહાદતનું સૌભાગ્ય પ્રાપ્ત કરે.
તેથી હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હુએ અબ્દુલ્લાહ બિન જહશ રદ઼િય અલ્લાહુ અન્હુ (જે ઉહુદની લડાઈમાં શહીદ થયા હતા) ના નામ પર તેમના એક છોકરાનું નામ અબ્દુલ્લાહ રાખ્યું.
હઝરત મુન્ઝર બિન ઉમર રદી અલ્લાહ અન્હુ (જે બીરે-મઉનામાં શહીદ થયા હતા) ના નામ પરથી એક છોકરાનું નામ મુન્ઝર રાખ્યું.
હઝરત ઉર્વહ બિન મસૂદ રદ઼િય અલ્લાહુ અન્હુ (જેમને તેમના સમુદાયે શહીદ કર્યા હતા જયારે તેઓ તેમને ઇસ્લામ લાવવા માટે આમંત્રણ આપી રહ્યા હતા) ના નામ પરથી એક છોકરાનું નામ ઉર્વહ રાખ્યું.
હઝરત હમઝા બિન અબ્દુલ મુત્તલિબ રદ઼િય અલ્લાહુ અન્હુ (જે ઉહુદના યુદ્ધમાં શહીદ થયા હતા) ના નામ પરથી એક છોકરાનું નામ હમઝા રાખ્યું.
હઝરત જાફર બિન અબી તાલિબ રદ઼િય અલ્લાહુ અન્હુ (જે ગઝવા-એ-મૂતામાં શહીદ થયા હતા) ના નામ પરથી એક છોકરાનું નામ જાફર રાખ્યું.
હઝરત મુસ્અબ બિન ઉમૈર રદ઼િય અલ્લાહુ અન્હુ (જે ઉહુદના યુદ્ધમાં શહીદ થયા હતા) ના નામ પરથી એક છોકરાનું નામ મુસ્અબ રાખ્યું.
હઝરત ઉબૈદા બિન હારિસ રદ઼િય અલ્લાહુ અન્હુ (જે જંગે-બદ્રમાં શહીદ થયા હતા) ના નામ પરથી એક છોકરાનું નામ ઉબૈદા રાખ્યું.
હઝરત ખાલિદ બિન સઈદ રદ઼િય અલ્લાહુ અન્હુ (જે મર્જુલ-સફર અથવા જંગે-અજ્નાદીન માં શહીદ થયા હતા) ના નામ પરથી એક છોકરાનું નામ ખાલિદ રાખવામાં રાખ્યું.
હઝરત અમ્ર બિન સઈદ બિન આસ રદ઼િય અલ્લાહુ અન્હુ (જે યર્મુકની લડાઈમાં શહીદ થયા હતા) ના નામ પરથી એક છોકરાનું નામ અમ્ર રાખ્યું.
(જંગ=યુધ્ધ)