(૧) મય્યિત(મર્દ) નો ચેહરો જોવું માત્ર મહરમ ઔરત ના માટે જાઈઝ છે, બીજી ઔરતોં નાં માટે જોવુ જાઈઝ નથી.
(૨) એવીજ રીતે મય્યિતા(ઔરત) નો ચેહરો જોવું માત્ર મહરમ મર્દ ના માટે જાઈઝ છે, બીજા મર્દો માટે જોવુ જાઈઝ નથી.
(૩) જીવીત અને મરેલા(મૃત્યુ પામેલા) માણસો બન્નેવનાં ફોટા પાડવુ મમનુઅ છે, તેથી જે અમુક લોકો કરે છે કે તેઓ તદફીન થી પેહલા મય્યિતનાં ફોટા પાડે છે તે હરામ છે. હદીષ શરીફ માં ફોટા પાડવા વાળાનાં વિષે ઘણી સખત વઈદો વારીદ છે. રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું ઈરશાદ છેઃ
إنّ أشد الناس عذاباً عند الله يوم القيامة المصورون
યકીનન ફોટા બનાવવાવાળાને અલ્લાહ તઆલાની પાસે કયામતનાં દિવસે સૌથી સખત અઝાબ(દંડ) આપવામાં આવશે.
નોટઃ- મહરમ લોકો થી મુરાદ તે લોકો છે જેઓની સાથે હંમેશાની માટે નિકાહ જાઈઝ નથી. જેવી રીતે, માં, બહેન, છોકરી, ખાલા, ફોઈ વગૈરહ…