રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમના પ્રિય

ذات مرة، قال سيدنا عثمان بن عفان رضي الله عنه عن سيدنا الزبير رضي الله عنه: أما والذي نفسي بيده إنه لخيرهم ما علمت (من الصحابة الأحياء)، وإن كان لأحبهم إلى رسول الله صلى الله عليه وسلم (صحيح البخاري، الرقم: ٣٧١٧)

એક વખત હઝરત ઉસ્માન રદ઼િય અલ્લાહુ અન્હૂએ હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હૂ વિશે ફરમાવ્યું:

એ ઝાતની કસમ જેના કબજામાં મારી જાન છે! મારી જાણકારી મુજબ તે તેમની વચ્ચે બહેતર શ્રેષ્ઠ છે (એટલે ​​કે તે સહાબા-એ-કિરામ રદ઼િય અલ્લાહુ અન્હુમ જેઓ આ સમયે જીવિત છે) અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમના સૌથી વધારે પ્યારા છે.

અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમની હદીસને બયાન કરવામાં સાવધાની

હઝરત અબ્દુલ્લાહ બિન ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હૂ બયાન કરે છે કે તેઓએ એક વાર તેમના વાલિદ (પિતાજી) હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હૂને પૂછ્યું કે તમે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમની હદીસોને અન્ય સહાબા-એ-કિરામ રદિઅલ્લાહુ અન્હુની જેમ કેમ નથી સંભળાવતા?

હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હુએ જવાબ આપ્યો કે ઇસ્લામ કબૂલ કર્યા પછી, હમેશા હું રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમની સાથે રહ્યો (એટલે ​​કે, હું રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમની ઘણી હદીસો બયાન કરી શકુ તેમ છું); પરંતુ, એક મૌકા પર, મેં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ થી એક વાત સાંભળી હતી. (જેના કારણે હું હદીસો ને બયાન કરતા ડરું છું).

મેં આપ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ ને કહેતા સાંભળ્યા કે જે કોઈ જાણીજોઈને મારા વિશે જૂઠું બોલે (એટલે ​​કે તે પોતાના તરફ થી વાત બનાવે અને કહે કે આ અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમ ની વાત છે), તે તેનુ ઠેકાણુ જહન્નમમાં બનાવી લે.

Check Also

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મહબૂબ (પ્રિય)

سئلت سيدتنا عائشة رضي الله عنها: أي أصحاب رسول الله صلى الله عليه وسلم كان …