એક વખત એવું બન્યું કે કદાચ વરસાદ વગેરેને કારણે મૌલાનાને ત્યાં ગોશ્ત ન આવ્યુ અને તે દિવસે મહેમાનોમાં મારા મોહતરમ બુઝુર્ગ (જે હઝરત મૌલાનાના ખાસ ચાહિતા પણ છે) તેઓ પણ હતા, ગોશ્ત પ્રત્યે ની તેમની તમન્ના હઝરત મૌલાના ને ખબર હતી. આ ગરીબ પણ હાજર હતો.
મૈં જોયું કે મૌલાના પર તેનો ઘણો જ અસર (પ્રભાવ) હતો કે આજે દસ્તર-ખ્વાન પર ગોશ્ત નથી. મને આના પર એક રીતે નવાઈ લાગી, કે આમાં શું પ્રભાવિત થવા જેવુ છે?
થોડા સમય પછી, તેના વિશે અફસોસ કરતા, ફરમાવ્યુ:
હદીસ શરીફમાં છે:
من كان يؤمن بالله واليوم الآخر فليكرم ضيفه
જે વ્યક્તિ અલ્લાહ અને આખિરતના દિવસ પર ઈમાન રાખતો હોય, તેણે મહેમાનોનો ઈકરામ (આદર-સમ્માન) કરવું જોઈએ.
અને મહેમાનના ઇકરામમાં આ પણ છે કે જો તેની પસંદની વસ્તુ તૈયાર કરી શકાતી હોય તો તેને તૈયાર કરવી જોઈએ.
તે પછી એક ખાસ દર્દ સાથે ફરમાવ્યુ:
فکیف بأضياف الله وأضیاف رسوله
જેનો મતલબ આ છે કે જ્યારે કોઈની પાસે એવા મહેમાનો આવે કે જેઓ ફક્ત અલ્લાહ અને રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમ ના કારણે અને તેમના તઅલ્લુક (સંબંધ,જોડાણ) અને તેમના કામકાજ થી આવતા હોય, તો તેમનો હક વધુ વધી જાય છે. (મલફૂઝાત
હઝરત મૌલાના મુહમ્મદ ઇલ્યાસ રહીમહુલ્લાહ, પેજ નંબર: ૧૮-૧૯)