કોહે હિરા નું ખુશીથી ડોલવું

ذات مرة، صعد رسول الله صلى الله عليه وسلم جبل حراء ومعه أبو بكر وعمر وعثمان وعلي وطلحة، والزبير وسعد بن أبي وقاص رضي الله عنهم فتحرك (الجبل ورجف)، فقال رسول الله صلى الله عليه وسلم: اسكن حراء فما عليك إلا نبي أو صديق أو شهيد (من صحيح مسلم، الرقم: ٢٤١٧)

એક મૌકા પર અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ હઝરત અબૂ બકર, હઝરત ઉમર, હઝરત ઉસ્માન, હઝરત અલી, હઝરત તલ્હા, હઝરત ઝુબૈર અને હઝરત સા’દ બિન અબી વક્કાસ રદિ અલ્લાહુ ‘અન્હુમ સાથે કોહે હિરા પર ચઢ્યા. (પોતાની ઉપરની આ મહાન હસ્તીઓને જોઈને) પહાડ (ખુશીથી) હલવા લાગ્યો. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ પહાડ તરફ મુખાતબ થયા અને ફરમાવ્યું:

“એ હિરા! શાંત થઈ જા; કારણ કે તારા ઉપર નબી, સિદ્દીક કે શહીદ સિવાય બીજુ કોઈ નથી.”

નોંધઃ હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હુ સન હિજરી ૩૬ માં જંગે-જમાલ દરમિયાન શહીદ થયા હતા.

અલ્લાહ તઆલાના રાસ્તા માં ઘા

હફ્સ બિન ખાલિદ રહિમહુલ્લાહ ફરમાવે છે કે મવસિલ થી આવનાર એક વૃદ્ધ માણસે મને નીચે મુજબની ઘટના બયાન કરી:

એકવાર હું હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હુ સાથે મુસાફરી કરી રહ્યો હતો. સફર દરમિયાન, એક ખુલ્લી અને ઉજ્જડ જમીનમાં હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હુ પર ગુસ્લ ફર્ઝ થઈ ગયું, તેથી તેમણે મને કહ્યુ કે મને (કપડાથી) ઢાંકી દો (જેથી તેઓ ગુસ્લ કરી લઈ), તેથી મેં તેમના માટે પર્દો કર્યો (આડ બનાવી), પર્દો કરતા મેં તેમના શરીરના ઉપરના ભાગમાં તલવારોના ઘા જોયા.

છેવટે, મેં તેમને કહ્યું: અલ્લાહની કસમ! મેં તમારા શરીર પર એવા જખમ જોયા છે, જે મેં પહેલા ક્યારેય કોઈના શરીર પર જોયા નથી.

હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હુએ મને પૂછ્યું, “શું તમે તેને જોયા છે?” મેં જવાબ આપ્યો કે હા, મેં તેને જોયા છે, તો તેમણે કહ્યું: અલ્લાહની કસમ! જાણી લો કે મારા શરીર પર જે પણ ઘા છે, તે મને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ સાથે અલ્લાહના રાસ્તામાં કાફિરો સામે લડતા લડતા વાગ્યા છે.

Check Also

રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમના પ્રિય

ذات مرة، قال سيدنا عثمان بن عفان رضي الله عنه عن سيدنا الزبير رضي الله …