હઝરત ‘અલી ર’દિયલ્લાહુ અન્હુએ હઝરત તલ્હા અને ઝુબૈર ર’દિયલ્લાહુ અન્હુમા વિશે ફરમાવ્યુ:
سمعت أذني مِن فِيْ رسول الله صلى الله عليه وسلم وهو يقول: طلحة والزبير جاراي في الجنة. (جامع الترمذي، الرقم: ٣٧٤١)
મારા કાને ડાયરેક્ટ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમના મુબારક મુખેથી આ ઇર્શાદ સાંભળ્યો:
તલ્હા અને ઝુબૈર જન્નતમાં મારા પડોશી હશે.
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમની હિફાઝત માટે હઝરત ઝુબૈર રદિઅલ્લાહુ અન્હુ નુ પોતાની તલવાર કાઢવું
હઝરત ‘ઉર્વા બિન ઝુબૈર રહિમહુલ્લાહ બયાન કરે છે:
એક વખત, શૈતાને ખોટી અફવા ફેલાવી કે મક્કા મુકર્રમાના ઉપરી વિસ્તારમાં કાફિરો દ્વારા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમને ગિરફતાર કરી લીધા છે. જ્યારે હઝરત ઝુબૈર ર’દિયલ્લાહુ ‘અન્હૂએ આ અફવા સાંભળી, ત્યારે તેઓ તરત જ પોતાની તલવાર લઈને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમની શોધમાં નીકળી ગયા, જો કે તે સમયે તેઓ ખાલી બાર વર્ષના હતા. લોકો હઝરત ઝુબૈર ર’દિયલ્લાહુ ‘અન્હૂને જોઈને હેરાન (આશ્ચર્યચકિત) થઈ ગયા કે એક બાર વર્ષનો યુવાન ઉઘાડી તલવારે છે.
જ્યારે તેઓ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમ પાસે પહોંચ્યા તો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમે તેમને પૂછ્યું: ઝુબૈર! શું વાત છે?
હઝરત ઝુબૈર ર’દિયલ્લાહુ ‘અન્હૂએ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમને તે ખોટી અફવા ની જાણ કરી. અને આપ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમ ને કહ્યું કે હું મારી તલવારથી તે લોકોને મારવા આવ્યો છું જેઓએ તમને ગિરફતાર કર્યા છે.
હઝરત ઉર્વા રહિમહુલ્લાહ ના બેટા ની રિવાયતમાં છે કે હઝરત ઝુબૈર ર’દિયલ્લાહુ ‘અન્હૂ પહેલા વ્યક્તિ હતા જેમણે અલ્લાહ તઆલાની ખુશી માટે પોતાની તલવાર કાઢી.
આ રિવાયતમાં વધારેમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમે હઝરત ઝુબૈર રદિઅલ્લાહુ અન્હુનો આ જવાબ સાંભળ્યો ત્યારે આપ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમે તેમના માટે દુઆ કરી.
નોંધ: હઝરત ઝુબૈર ર’દિયલ્લાહુ ‘અન્હૂ જે ઉંમરે ઈસ્લામમાં આવ્યા તેના વિશે અલગ-અલગ રિવાયતો છે:
‘ઉર્વા રહીમહુલ્લાહ થી બે અલગ-અલગ રિવાયત નકલ કરવામાં આવી છે: (૧) અબુલ્-અસ્વાદ, ‘ઉર્વા રહીમહુલ્લાહ થી રિવાયત કરે છે કે હઝરત ઝુબૈર ર’દિયલ્લાહુ ‘અન્હૂ ઈસ્લામ કબૂલ કરતા સમયે બાર વર્ષના હતા. (૨) હિશામ બિન ‘ઉર્વા રહીમહુલ્લાહ તેમના વાલિદ સાહિબ ‘ઉર્વા રહીમહુલ્લાહ થી રિવાયત કરે છે કે તેઓ સોળ વર્ષના હતા.
હિશામ બિન ‘ઉર્વા રહીમહુલ્લાહનું કહેવુ આ છે કે હઝરત ઝુબૈર ર’દિયલ્લાહુ ‘અન્હૂ પંદર વર્ષની ઉંમરે ઇસ્લામ ની દૌલત થી માલા માલ થયા હતા.
એક રિવાયત આ પણ છે કે હઝરત ઝુબૈર રદીઅલ્લાહુ એ જે સમયે ઇસ્લામ કબૂલ કર્યો ત્યારે તેઓ આઠ વર્ષના હતા. હઝરત અબુ બકર ર’દિયલ્લાહુ ‘અન્હૂ ના ઇસ્લામ લાવવા પછી, થોડાક જ સમયમાં ઇસ્લામ સ્વીકાર્યો હતો.