હસરત સા’દ રદિ અલ્લાહુ અન્હુ થી નબી-એ-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ નું રાજી હોવું

حدّد سيدنا عمر رضي الله عنه قبل موته ستة من الصحابة الكرام رضي الله عنهم وأمرهم باختيار الخليفة من بينهم، وكان منهم سيدنا سعد رضي الله عنه.

قال سيدنا عمر رضي الله عنه عنهم: ما أجد أحدا أحق بهذا الأمر من هؤلاء النفر الذين توفي رسول الله صلى الله عليه وسلم وهو عنهم راض، فسمى عليا، وعثمان، والزبير، وطلحة، وسعدا، وعبد الرحمن (صحيح البخاري، الرقم: ٣٧٠٠)

હઝરત ‘ઉમર રદિ અલ્લાહુ’ અન્હુએ તેમના ઇન્તિકાલ પહેલા છ (૬) સહાબા-એ-કિરામ રદિ અલ્લાહુ અન્હુમનું એક જૂથ બનાવ્યું અને તેમને હુકમ આપ્યો હતો કે તેમાંથી જ આગામી ખલીફા નો ઇન્તિખાબ કરે. તે સમૂહમાં હઝરત સા’દ રદિ અલ્લાહુ અન્હુ પણ હતા.

હઝરત ‘ઉમર રદિ અલ્લાહુ અન્હુએ આ પણ ફરમાવ્યું હતું કે હું આ છ સહાબા-એ-કિરામ રદિ અલ્લાહુ ‘અન્હુમથી વધુ કોઈને ખિલાફત માટે લાયક નથી સમજતો; કારણ કે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ આ‌ દુનિયામાંથી વિદાય થયા આ હાલતમાં કે આપ (સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ) તેમનાથી ખૂબ જ ખુશ અને રાજી હતા.

અંસાર થી મોહબ્બત

હઝરત સા’દ રદિ અલ્લાહુ અન્હુના સાહબઝાદા (પુત્ર) હઝરત ‘આમિર રદિ અલ્લાહુ ‘અન્હૂ બયાન કરે છે:

મેં એકવાર મારા વાલિદ સાહબને કહ્યું: મારા પ્રિય પિતાજી! હું જોઉં છું કે તમે અન્ય બીજા લોકો ના મુકાબલામાં અન્સાર સાથે વધુ મોહબ્બત અને આદર સાથે વર્તો છે.

મારા વાલિદ-સાહબે મને પૂછ્યું: દીકરા! શું તમે તેમનાથી નાખુશ છો?

મેં જવાબ આપ્યો: ના! હું તેમનાથી નાખુશ નથી; મને તેમની સાથે તમારો ખાસ વ્યવહાર ઘણો પસંદ છે; (તેથી હું ખાસ વ્યવહાર નું કારણ જાણવા માંગુ છું).

આ સાંભળીને હઝરત સા’દ રદિ અલ્લાહુ અન્હુએ ફરમાવ્યું: (તેનું કારણ એ છે કે) મેં અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ ને આ ફરમાવતા સાંભળ્યા છે કે ફક્ત મોમિન જ અન્સાર થી મોહબ્બત કરશે અને ફક્ત મુનાફીક જ અન્સાર થી દુશ્મની રાખશે.

Check Also

હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુનુ તેમના લીધેલા ‘અહદને પુરુ કરવુ

રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમે એકવાર ફરમાવ્યું: طلحة ممن قضى نحبه (أي ممن وفوا بعهدهم من …