દુરૂદ શરીફની બરકતથી ગુનાહોની માફી

عن أبي بردة بن نيار رضي الله عنه قال: قال رسول الله صلي الله عليه وسلم: من صلى علي من أمتي صلاة مخلصا من قلبه صلى الله عليه بها عشر ‏صلوات ورفعه بها عشر درجات وكتب له بها عشر حسنات ومحا عنه عشر سيئات (السنن الكبرى للنسائى، الرقم: 9809، ورواته ثقات كما في ‏فتح الباري 11/167)‏

હઝરત અબૂ-બુર્દા રઝ઼િયલ્લાહુ ‘અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઈરશાદ ફરમાવ્યું કે મારી ઉમ્મતમાંથી જે માણસ ઈખલાસની સાથે દિલ થી મારા પર એક દુરૂદ મોકલે છે, અલ્લાહ તઆલા તેના બદલે તેના પર દસ દુરૂદ (રહમત) મોકલે છે, આખિરતમાં તેના દસ દરજાત બુલંદ કરે છે, તેના માટે દસ નેકી લખે છે અને તેના દસ ગુનાહને મિટાવે છે.

દરરોજ વધારે પ્રમાણમાં દુરૂદ શરીફ પઢવું

અબુલ ફઝલ કૂમાની (રહ.) ફરમાવે છે કે એક માણસ ખુરાસાન થી મારી પાસે આવ્યો અને એણે આ બયાન કર્યુ કે હું મદીના મુનવ્વરામાં હતો, મેં હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની સપનાં માં ઝિયારત કરી તો હુઝૂર સલ્લલ્લાહ અલયહિ વસલ્લમે મને આ ઈરશાદ ફરમાવ્યુ, “જ્યારે તું હમદાન જાય તો અબુલ ફઝલ બિન ઝીરક (રહ.) ને મારા તરફથી સલામ કહીં દેજે.”

મેં નમ્ર વિનંતી કરી, યા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ આ શું વાત છે! તો હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઈરશાદ ફરમાવ્યુ કે, “તે માણસ મારા ઉપર દરરોજ સો વખત (૧૦૦) યા એનાથી પણ વધારે વખત આ દુરૂદ પઢ્યા કરે છે:

ألّلهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ النَّبِيِّ الْأُمِّيِّ وَعَلَى آلِ مُحَمَّدٍ جَزَى اللهُ مُحَمَّدًا صَلَّى اللهُ عَلَيهِ وَسَلَّمَ عَنَّا مَا هُوَ أَهْلُهُ

એ અલ્લાહ! મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ જે નબીએ ઉમ્મી છે અને એમની આલ (પરીવાર) પર દુરૂદ મોકલો. અલ્લાહ તઆલા મુહમંદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ને અમારી તરફથી એવો બદલો અર્પણ કરે જેના તેઓ મુસ્તહીક છે.

અબુલ ફઝલ (રહ.) કહે છે કે તે માણસે કસમ ખાઘી કે તે મને યા મારા નામને હુઝૂરે અકદસ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ નાં સપનામાં બતાવવાથી પહેલા જાણતો ન હતો.

અબુલ ફઝલ (રહ.) કહે છે કે મેં તેને થોડું અનાજ આપવાની ઈચ્છા વ્યક્ત કરી, તો તેણે આ કહી ઇન્કાર કર્યો કે મેં હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ નાં પૈગામને વેચતો નથી (એટલે કે એનુ કંઈ વળતર નથી લેતો).

અબુલ ફઝલ (રહ.) કહે છે કે ત્યાર પછી મેં તે માણસ ને નથી જોયો. (ફઝાઈલે આમાલ, પેજ નં-૭૭)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِمِ

 Source: http://ihyaauddeen.co.za/?p=5353

Check Also

પુલ સિરાત પર મદદ

عن عبد الرحمن بن سمرة رضي الله عنه قال: خرج علينا رسول الله صلى الله عليه وسلم فقال: إني رأيت البارحة عجبا رأيت رجلا من أمتي يزحف على الصراط مرة ويحبو مرة ويتعلق مرة فجاءته صلاته علي فأخذت بيده فأقامته على الصراط حتى جاوزه...