દુરૂદ શરીફ તઝકીએ નફ્સ (દિલની સફાઈ) નો એક ઝરીઓ

‏عن أبي هريرة رضي الله عنه عن النبي صلى الله عليه وسلم أنه قال: صلوا علي فإنها زكاة لكم واسألوا الله لي الوسيلة فإنها درجة في أعلى الجنة لا ينالها إلا رجل وأرجو أن أكون أنا هو (مسند أحمد، الرقم: ٨٧٧٠)

હઝરત અબૂ હુરયરહ (રદિ અલ્લાહુ અન્હુ) થી રિવાયત છે કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ, “મારા ઉપર દુરૂદ મોકલ્યા કરો, કારણકે આ તમારા માટે તઝકીયે (દિલની સફાઈ) નો ઝરીઓ છે. અને મારા માટે અલ્લાહ તઆલાથી “વસીલા”નાં એ મકામની દુઆ કર્યા કરો; બેશક, આ (વસીલો) જન્નતનાં ઉચ્ચતરીન દરજાત (સ્થિતીઓ) માંથી એક દરજો (સ્થિતી) છે, જે માત્ર એક માણસને મળશે અને મને ઉમ્મીદ છે કે આ સન્માન અને ગૌરવ મને મળશે.”

હઝરત અબૂ ઉબયદહ બિન જર્રાહ (રદિ અલ્લાહુ અન્હુ) નાં દાંતોનું તૂટવું

ગઝવએ ઉહદમાં કાફિરોએ નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર સખ્ત હમલો કર્યો, જેના કારણે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં ખોદની(લોખંડની ટોપી જે લડાઈમાં પહેરવામાં આવે) બે કળીઓ આપનાં મુબારક ચેહરામાં લાગી.

હઝરત અબૂબકર સિદ્દીક (રદિ અલ્લાહુ અન્હુ ણ) અને હઝરત અબૂ ઉબયદહ બિન જર્રાહ (રદિ અલ્લાહુ અન્હુ) અતી ઝડપથી આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની મદદ માટે અગાળી વધ્યા. હઝરત અબૂ ઉબયહદ (રદિ અલ્લાહુ અન્હુ) ખોદની કળીઓને પોતાનાં દાંતથી નિકાળવા લાગ્યા. થોડીવારમાં એક કળી નિકાળવામાં સફળ થઈ ગયા, પરંતુ એમનો એક દાંત ટૂટી ગયો.

હઝરત અબૂ ઉબયદહ (રદિ અલ્લાહુ અન્હુ)એ એમનો દાંત ટૂટવાની તરફ ધ્યાન ન આપ્યુ, બલકે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં ચેહરા મુબારક થી બીજી કળી નીકાળવા લાગ્યા અને એને પણ કાઢી નાંખી. જો કે બીજી કળી નીકાળવામાં એમનો બીજો એક દાંત પણ ટૂટી ગયો, પણ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની મુહબ્બતમાં એવણે (હઝરત અબૂ ઉબયદહ) એના તરફ થોડું પણ ધ્યાન આપ્યુ નહીં.

કળીઓનાં નિકળી જવા પછી રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં મુબારક બદનમાં થી લોહી વેહવા લાગ્યુ. હઝરત માલિક બિન સિનાન (રદિ અલ્લાહુ અન્હુ)એ (હઝરત અબૂ સઇદ ખુદરી રદિ અલ્લાહુ અન્હુ નાં વાલિદે) તે લોહીને પોતાનાં હોંથોથી ચાટી લીઘુ.

આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) જ્યારે એ જોયુ તો ઈરશાદ ફરમાવ્યુ, “જેના લોહીમાં મારૂ લોહી ભળી ગયું, એને દોઝખની આગ નહીં છુ શકતી. (ફઝાઈલે આ‘માલ, હિકાયતે સહાબા, પેજ નં-૧૬૮)

يَا رَبِّ صَلِّ وَ سَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِمِ

Source: http://ihyaauddeen.co.za/?p=6162  & http://ihyaauddeen.co.za/?p=4047

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...