અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરની જવાબદારી – પ્રકરણ- ૭

લોકોની ઇસ્લાહ (સુધારણા) માટે આપણા અસલાફનો ખૂબસૂરત તરીકો

હઝરત હસન અને હઝરત હુસૈન રદિ અલ્લાહુ અન્હુમાનું એક વૃદ્ધ આદમીને વુઝૂનો સહી તરીકો શીખાવવુ

એક વખત એક વૃદ્ધ મદીના મુનવ્વરા આવ્યા. જ્યારે તેઓ નમાઝના સમયે વુઝૂ કરવા લાગ્યા, ત્યારે હઝરત હસન અને હઝરત હુસૈન રદિ અલ્લાહુ અન્હુમાએ જોયું કે તે ખોટા તરીકા થી વુઝૂ કરી રહ્યા છે; તેથી તેમના દિલ માં પેલા ઘરડા માણસ વિશે ચિંતા જાગી.

તેથી, તેમણે વિચાર્યું કે તેઓ તેની ઇસ્લાહ (સુધારણા) કરે અને વુઝૂનો સહીહ તરીકો શીખવે; પરંતુ એવી રીતે તેમની ઇસ્લાહ (સુધારણા) કરવી જોઈએ કે લોકોની સામે શરમિંદા ન થાય.

તેથી કરીને તે બંને વૃદ્ધ માણસ પાસે ગયા અને તેમાંથી એકે કહ્યું: મારા અને મારા ભાઈ વચ્ચે એ વાતને લઈને લડાઈ છે કે આપણામાંથી કોણ વધુ સારી રીતે વુઝૂ કરે છે. મહેરબાની કરીને અમારો વુઝૂ કરવાનો તરીકો જુઓ અને અમને જણાવો કે અમારામાંથી કોણ વધુ યોગ્ય રીતે વુઝૂ કરે છે. જો અમારા થી વુઝૂ કરવામાં કોઈ ભૂલ થાય તો અમારી ઇસ્લાહ કરજો.

તે વ્યક્તિ એ એમની વાત માની લીધી. ત્યારપછી બંને ભાઈઓએ વુઝૂ કરવાનું શરૂ કર્યું અને તે વ્યક્તિ બંને ને ધ્યાનથી જોતો રહ્યો.

જ્યારે તે માણસે તેમનો વુઝૂ કરવાનો તરીકો જોયો, ત્યારે તેને ખબર પડી કે તે બંને ભાઈઓ (હઝરત હસન અને હઝરત હુસૈન રદી અલ્લાહુ ‘અનહુમા) નો વુઝૂ કરવાનો તરીકો એકદમ બરાબર છે; પરંતુ તેનો વુઝૂ કરવાનો તરીકો બરાબર નથી તે બંને ભાઈઓએ ઇજ્જત અને રિસ્પેક્ટ સાથે તેમના વુઝૂ ની ઇસ્લાહ (સુધારણા) કરી અને વુઝૂનો સહીહ તરીકો સુન્નત અનુસાર શીખવવા માટે આ રીત અપનાવી.

તેથી તેમણે તે બંને ભાઈઓનો શુક્રિયા અદા કર્યો અને કહ્યું: અલ્લાહની કસમ! અત્યાર સુધી મને વુઝૂ કરવાના સહી તરીકા ની ખબર નહોતી. હવે તમે બંનેએ મને વુઝૂ કરવાનો સહી તરીકો (પધ્ધતિ) શીખવી દીધો.

હઝરત શાહ ‘અબ્દુલ કાદિર દેહલવી રહિમહુલ્લાહ નો એક વ્યક્તિની ઇસ્લાહ નો વાકિ’ઓ

એક વખત હઝરત શાહ અબ્દુલ કાદિર (અલ્લાહ એમના પર રહમ કરે) બયાન ફરમાવી રહ્યા હતા. બયાનનાં દરમિયાન તેવણે એક માણસને જોયો કે તેનો પાયજામો તખ્નો થી નીચે છે, પણ હઝરતે તરતજ તેની ઈસ્લાહ નહી કરી, જેથી કે તેને શરમિન્દગી ન થાય.

બીજી તરફ હઝરતને તેની ઈસ્લાહની પણ ફિકર થઈ. તેથી આપે તેની ઈસ્લાહનાં માટે યોગ્ય તકની પ્રતિક્ષા કરી.

બયાન પછી તેનાંથી કહ્યુ કે આપ થોડા થોભજો. મને તમારા થી કંઈ વાત કરવી છે.

જ્યારે મજલિસનાં હાજરજનો ચાલી ગયા, તો આપે તે માણસથી અત્યંત નરમી અને કરૂણતાથી કહ્યુ કે ભાઈ ! મારી અંદર એક ખામી છે કે મારો પાયજામો તખ્નો થી નીચે ચાલી જાય છે અને હદીષ શરીફમાં તેનાંથી સંબંઘિત મોટી સખત વઈદો વારિદ થઈ છે. પછી આપે અમુક હદીષો બયાન કરી.

ત્યાર બાદ આપ ઊભા થઈ ગયા અને તેનાંથી ફરમાવ્યુ કે મહેરબાની કરી મારો પાયજામો ધ્યાનથી જોઈને બતાવો કે શું ખરેખર તખ્નો થી નીચે છે અથવા માત્ર મારો વહેમ છે.

આ સાંભળીને તે માણસને તરતજ એહસાસ થઈ ગયો કે હઝરત શાહ અબ્દુલ કાદિર નાં અંદર (અલ્લાહ તેમના પર રહમ કરે)  આ પ્રકારની કોઈ ખામી નથી, બલકે આ ખામી મારા અંદર છે કે મારો પાયજામો તખ્નો થી નીચે રહે છે.

પછી તે હઝરતનાં કદમો પર પડી ગયો અને કહ્યુઃ આજે હું આપની સામે આ ગુનાહથી તૌબા કરૂ છું અને ઈન્શા અલ્લાહ આ પછી ક્યારેય પણ આ ગુનાહને નહી કરીશ.

આ વાકિયાથી આ વાત સારી રીતે સ્પષ્ટ થાય છે કે આપણાં અકાબિર અને બુઝુર્ગાને દીન નબીએ અકરમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની મુબારક સુન્નતોનાં વ્યવ્હારૂ ઉદાહરણ હતા. તેઓને જેવી રીતે પોતાની ઈસ્લાહ અને દીની તરક્કીની ફીકર સતત રહેતી હતી, એવીજ રીતે તેઓ બીજા મુસલમાનોની હિદાયત અને ઈસ્લાહનાં માટે ફિકર મંદ રેહતા હતા.

તેથી જ્યારે તેઓ કોઈ માણસને જોતા હતા કે તે કોઈ ગુનાહમાં સપડાયેલો છે, તો તેઓ બેચેન અને પરેશાન થઈ જતા હતા અને તેને સીઘા રસ્તા પર લાવવાની કોશિશ કરતા હતા, જ્યારે કે આજ નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો મુબારક તરીકો હતો.

અલ્લાહ તઆલા આપણને બઘાને તેમનાં નકશે કદમ પર ચાલવાની તૌફીક અતા ફરમાવે. આમીન

Check Also

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૭

શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહિમહુલ્લાહ શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહ઼િમહુલ્લાહ સૈયદ …