ઝિક્ર કરવાનું અને સહી દીની તાલીમ હાસિલ કરવાનું મહત્વ

હઝરત મૌલાના મુહમ્મદ ઇલ્યાસ સાહેબ રહિમહુલ્લાહએ એકવાર ફરમાવ્યું:

હું શરૂઆતમાં આ રીતે ઝિકર ની તાલીમ આપુ છું:

દરેક નમાઝ પછી, “તસ્બીહે ફાતિમા રદી અલ્લાહુ ‘અન્હા” અને ત્રીજો કલીમા “سبحان الله والحمد لله ولا إلٰه إلا الله والله أكبر ولا حول ولا قوة إلا بالله” અને સવાર-સાંજ સો સો વખત દુરુદ શરીફ અને ઇસ્તિગ્ફાર અને કુરાને પાકની તિલાવત તજવીદ ની સાથે અને નફલો માં તહજ્જુદ ની તાકીદ અને અલ્લાહ વાળાઓ પાસે જવું.

‘ઇલમ વગરનું ઝિકર એ અંધકાર છે અને ઝિકર વગરનો ‘ઇલ્મ અનેક ફિતનાઓનો દરવાજો છે. (મલફુઝાત મૌલાના મુહમ્મદ ઈલ્યાસ સાહબ (રહ.) પેજ નં-૪૧)

Check Also

ખાનકાહી લાઇનમાં રાહઝન વસ્તુઓ

હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહએ એક વખત ઇર્શાદ ફરમાવ્યું: હું તમારા ભલા માટે કહું …