ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૬

હઝરત મુફ્તી મહમૂદ હસન ગંગોહી રહીમહુલ્લાહ

હઝરત મુફ્તી મહમૂદ હસન ગંગોહી રહિમહુલ્લાહ આપણા તે અકાબિરો અને બુઝુર્ગો માંથી હતા, જેમનો જમાનો આપણાથી વધારે દૂર નથી. તેમનો જન્મ 1325 હિજરીમાં થયો હતો અને તેઓ હઝરત શેખ-ઉલ-હદીસ મૌલાના મુહમ્મદ ઝકરિયા કાંધલવી રહીમહુલ્લાહના આગળ પડતા ખલીફા માંથી હતા. તેઓ ઘણા વર્ષો સુધી દારુલ-ઉલૂમ દેવબંદના મહાન મુફ્તી ગણાતા હતા. તેમનો ઇન્તેકાલ 1417 હિજરી (1996 ઈસવી) માં થયો.

હઝરત મુફ્તી મહમૂદ હસન ગંગોહી રહીમહુલ્લાહ ને અલ્લાહ ત’આલાએ ઘણા નુમાયાં કમાલાત અને સિફતો થી નવાજ્યા હતા. તેમના એક નુમાયાં અને કાબિલે નમૂના સિફતોમાંથી એક સિફત આ હતી કે તેઓ નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ અને આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમની સુન્નતો નાં ‘આશિક હતા; તેથી, તેમની જીંદગીના તમામ કામો અને બાબતોમાં, તેઓ આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમની મુબારક સુન્નતો ની ‘ઈત્તિબા કરવાની (અનુસરવાની) ખૂબ કાળજી ફરમાવતા હતા.

નીચે કેટલીક ઘટનાઓની નકલ કરવામાં આવી રહી છે, જેને પઢીને આપણે સારી રીતે અંદાજો લગાવી શકે છે કે હઝરત મુફ્તી સાહેબ રહિમહુલ્લાહ સુન્નતો પર પાબંદી ની કેટલી વધારે કાળજી લેતા હતા:

જમણા હાથ થી પાણી પીવું

એકવાર હઝરત મુફ્તી સાહેબ રહીમુલ્લાહ તેમના શાગિર્દો સાથે ખાવાનું ખાઈ રહ્યા હતા. જમતી (ખાતી) વખતે એક શાગિર્દે ડાબા હાથ થી પાણીનો ગ્લાસ લીધો અને જમણો હાથ ગ્લાસની નીચે મૂકીને પાણી પીધું.

જ્યારે હઝરત મુફ્તી સાહેબ રહીમુલ્લાહે તેને આ રીતે પાણી પીતા જોયો તો તેમણે નારાજગી વ્યક્ત કરી અને ફરમાવ્યું: શું જમણો હાથ ન હતો?

તેણે જવાબ આપ્યો: હઝરત! જમણા હાથ પર ખાવાનું લાગેલુ હતું. જો હું તે હાથ થી પાણી નો ગ્લાસ પકડતે તો ગ્લાસ ખરાબ થઈ જતે.

આ જવાબ સાંભળીને હઝરત મુફ્તી સાહેબ રહિમહુલ્લાહે નારાજગી નાં લહેજામાં કહ્યું: શું ગ્લાસ નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમની સુન્નત કરતાં વધુ કિંમતી છે?

પોતાના બડો (વડીલો) ના હુકમો પર ‘અમલ કરવું

આંખમાં મોતિયા હોવાને કારણે આંખોની રોશની ચાલી ગઈ. હઝરત મુફ્તી સાહેબ ઓપરેશન ન કરવા પર મક્કમ હતા અને જ્યારે લોકો આગ્રહ કરતા ત્યારે તેઓ કહેતા કે આંખો નાં લેવા પર અલ્લાહ ત’આલાએ જન્નત નો વાયદો કર્યો છે હું તેને કેમ ગુમાવું? અને ઓપરેશનના કિસ્સામાં કેટલાક દિવસો સુધી ઈશારામાં નમાઝ અદા કરવી પડે છે,સજદા કરી શકતા નથી, તેને હું કેમ બર્દાશત કરું?

શૈખુ-લ્-હદીસ હઝરત મૌલાના ઝકરિયા સાહેબ રહિમહુલ્લાહે ફરમાવ્યું, તે સમયે પણ પહેલા તેમણે ‘ઉઝર જ (ઇક્સક્યુઝ) કર્યો અને તે જ જવાબ આપ્યો અને અર્ઝ કર્યું: હઝરત ગંગોહીએ ઓપરેશન ન કરાવ્યું અને લોકોના ઈસરાર અને આગ્રહ પર ફરમાવ્યું કે આંખો લેવા પર અલ્લાહ ત’આલાએ જન્નત નો વાયદો કર્યો છે, હું તેને શા માટે ગુમાવું?

આના પર હઝરત શૈખ ઝકરિયા રહિમહુલ્લાહએ ફરમાવ્યું: હું તો મારી આંખો નું કામ પણ તમારી આંખો થી લવું છું.

આના પછી હઝરત રહિમહુલ્લાહએ ઓપરેશન કરાવ્યું અને ઓપરેશન પછી આંખો માં રોશની આવી જવા પર ફરમાવ્યું: એની તો ખુશી છે જ કે આંખો માં રોશની આવી ગઈ; પરંતુ આનાથી વધારે ખુશી આ વાતની છે કે શૈખ નાં હુકમ પર ‘અમલ થઈ ગયો.

હરમમાં નમાઝ પઢવા માટે એહતેમામ

એકવાર હઝરત મુફ્તી સાહેબ રહીમહુલ્લાહ હજ માટે તશરીફ લઈ ગયા. તે સમયે હવામાન ખૂબ જ ગરમ હતું. ગરમી ખૂબજ વધારે હોવાને લીધે હઝરત મુફ્તી સાહેબ રહીમહુલ્લાહુના આખા બદન પર મોટા મોટા ફોલ્લાઓ ફૂટી નીકળ્યા હતા.

હઝરત મુફ્તી સાહેબ રહીમહુલ્લાહુ ની હાલત જોઈને કેટલાક ભલા સાથીઓએ અર્ઝ કર્યું : હઝરત! થોડીક નમાઝો કયામ-ગાહ પર જ પઢી લો, હરમ શરીફ માં ન જાઓ; પરંતુ આ હાલતમાં પણ હઝરત મુફ્તી સાહેબ રહીમહુલ્લાહ કોઈ પણ રીતે તૈયાર ન થયા કે તેઓ હરમ શરીફ ન જાય અને કયામ-ગાહ પર જ નમાઝ પઢી લે અને ફરમાવ્યું:

આપણે આપણો દેશ (કન્ટ્રી) છોડીને ખાલી હરમ શરીફ ખાતર અહીં આવ્યા છીએ; તેથી આ કોઈ પણ રીતે ન થઈ શકે કે અહીં રહેવા છતાં કયામ-ગાહ પર નમાઝ અદા કરીએ અને હરમ શરીફ ની નમાઝથી મહરૂમ (વંચિત) રહીએ.

(કયામ-ગાહ = મુસાફિર ની રહેવાની જગ્યા, હોટલ અથવા ઘર વગેરે)

રકમ વધારીને પગાર પાછો આપી દેવો

દારુલ ઉલૂમ દેવબંદમાં તેમના પઢાવવા નાં દરમિયાન, હઝરત મુફ્તી સાહેબ રહીમહુલ્લાહ દર મહિને મદ્રેસામાં થી પગાર લઈ લેતા હતા; જેથી કરીને તેમને આ વાત નો પુરેપુરો એહસાસ રહે કે તેઓ મદરેસા તરફથી સોંપવામાં આવેલી જીમ્મેદારી અને સમયની પાબંદી માટે જવાબદાર છે.

બીજી તરફ હઝરત મુફ્તી સાહેબ રહીમહુલ્લાહની આદત હતી કે પગાર લીધા પછી તેઓ તેમાં વધુ પૈસા ઉમેરીને મદરેસામાં પરત (વાપસ) કરી દેતા હતા (વધુ પૈસા આપવાનું કારણ આ હતું કે તેઓ સમજતા હતા કે તેઓ મદરેસાની સહૂલતો અને સુવિધાઓથી ફાયદો ઉઠાવે છે).

લોકોના ચહેરા પર મસ્નૂન દાઢી જોઈને ખુશી વ્યક્ત કરવી

હઝરત મુફ્તી સાહેબ રહીમહુલ્લાહ જ્યારે કોઈ માણસને જોતા કે તેના ચહેરા પર મસ્નૂન દાઢી નથી, ત્યારે તેઓ તેના વિશે ફિકર મંદ થઈ જતા હતા અને જ્યારે તે માણસ સુન્નત દાઢી રાખવાનું શરૂ કરી દેતો, ત્યારે તેઓ ખૂબ જ ખુશ થઈ જતા.

Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …